Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 7
________________ પદ્યકૃતિઓ) ઉપર સ્વાધ્યાયશ્રેણીઓ યોજવામાં આવી હતી અને હવે ૨૦૧૬ની સ્વાધ્યાયશ્રેણી માટેનો વિષય છે પરમકૃપાળુદેવકૃત પુષ્પમાળા'. ‘પુષ્પમાળા' એટલે પરમકૃપાળુદેવે સત્તરમા વર્ષની વય પૂર્વે પ્રજ્ઞાના પરિપાકરૂપ, નિષ્કારણ કરુણાના નિષ્કર્ષરૂપ, પરોપકારિતાના પરિમલરૂપ અને પ્રતિભાની પ્રગલ્કતાથી પ્રકાશિત ૧૦૮ મંગલમય સુભાષિતરૂપ પુષ્પો ગૂંથીને સર્જેલ બોધવચનમાળા. સાચી સમજણના સુરતરુ સમી આ કલાત્મક કૃતિમાં ધર્મ, દયા, પવિત્રતા વગેરે અનેકાનેક વિષયોને આવરી લેતાં તથા સમાજના વિવિધ વર્ગના મનુષ્યોને સમુચિત માર્ગદર્શન આપતાં ૧૦૮ સુવાક્યોની કૌશલ્યપૂર્ણ યોજના કરવામાં આવી છે. શાંતિની શોધમાં ભોમિયારૂપ બને એવા સદાચારના સુબોધની સુંદર સંકલના એમાં શબ્દ શબ્દ ઝળકે છે. કર્તવ્યની વિચારણા પ્રેરી સાધકને શાશ્વત ધ્યેય તરફ દોરી જતી આ કલ્યાણકૃતિ માટે પંડિત સુખલાલજી લખે છે – તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિના સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાત પાક્ય અને ચિંત્ય છે. આની વિશેષતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિષે મને એક જ વાક્ય કહેલું,

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 90