Book Title: Pushpamala
Author(s): Pratap J Tolia
Publisher: Shrimad Rajchandra Mission

View full book text
Previous | Next

Page 6
________________ પ્રસ્તાવના લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહ્યું?' | ('પુષ્પમાળા', પુષ્પ ૧૦૮) પરમ જ્ઞાનાવતાર, સનાતન વીતરાગમાર્ગના ઉદ્ધારક, પ્રચંડ આત્મપરિણામી, અપ્રમત્ત યોગીશ્વર પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીનિર્દિષ્ટ સસ્પંથ ઉપર વિચરનારા તેઓશ્રીના પરમ ભક્ત પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની બળવતી પ્રેરણાથી ધરમપુરની ધન્ય ધરા ઉપર સ્થપાયેલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં યોજાતી સત્સંગશિબિરોમાં પૂજ્ય ગુરુદેવશ્રીની આત્મશ્રેયસ્કારી નિશ્રામાં વિવિધ પરમાર્થપ્રધાન ગ્રંથો કે રચનાઓનું તલસ્પર્શી અધ્યયન કરવામાં આવે છે. આ શિબિરો ઉપરાંત પૂજ્ય ગુરુદેવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્વાધ્યાયકારો દ્વારા પ્રતિવર્ષ પરમકૃપાળુદેવની કોઈ એક કૃતિ ઉપર આશ્રમમાં તથા દેશવિદેશમાં અનેક સ્થળોએ સમગ્ર વર્ષ દરમ્યાન સ્વાધ્યાયશ્રેણી યોજાય છે. તેમાં નિર્ધારિત વિષયની વિશિષ્ટ છણાવટ કરવામાં આવે છે, જેથી પરમકૃપાળુદેવનાં વચનોનું હાર્દ સમજાય અને માહાસ્ય જાગે. આ રીતે ૨૦૦૮માં “હે પ્રભુ! હે પ્રભુ!', ૨૦૦૯માં ‘ક્ષમાપના', ૨૦૧૦માં છ પદનો પત્ર', ૨૦૧૧માં “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ૨૦૧૨માં ‘દેવવંદન' અને ૨૦૧૩ થી ૨૦૧૫ના ત્રિવર્ષીય ગાળા દરમ્યાન “રાજપદ' (પરમકૃપાળુદેવ રચિત

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 90