________________
૧૨
પુષ્પ ૧૩
કિંવા સત્પુરુષો જે રસ્તે ચાલ્યા તે.
Or the path trodden by the saints.
પુષ્પ ૧૪
મૂળતત્ત્વમાં ક્યાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે.
Follow pure religion by thinking and understanding its motive and considering that there is no difference in the basic principles. The difference exists only in perception.
પુષ્પ ૧૫
તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
I am not partial to any religion. You may follow whatever religion you like. (The purport behind what I am saying is,) follow that religion and see that your devotion and conduct are capable of eradicating the worldly filth.