Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ પ્રતાપ્યાન : જુવનવિજ્ઞાન · રૂપરખા વિકસિત થઈ, તેટલા માટે બંને સાધના પદ્ધતિઓ એક નામથી ઓળખાય છે. પ્રેક્ષા અને વિપશ્યના શાબ્દિક રીતે એકાર્થક હોવા છતાં પણ કેટલાક પ્રયોગોમાં સર્વથા ભિન્ન છે. જૈન સાધના પદ્ધતિનું આધુનિક નામ ‘પ્રેક્ષાધ્યાન’ તેરાપંથના નવમા અધિશાસ્તા, અણુવ્રત-પ્રવર્તક યુગપ્રધાન આચાર્યશ્રી તુલસીના સાન્નિધ્યમાં આચાર્ય મહાપ્રશ્ને વિ. સં. ૨૦૩૨ (ઈ.સ.૧૯૭૫), જયપુર ચાતુર્માસમાં આપ્યું હતું. પ્રાચીન યુગમાં પ્રેક્ષાના તત્ત્વો પ્રેક્ષા જૈન સાધનાનું અર્વાચીન નામ ભલે હોય, પરંતુ મૂળમાં તો તે પ્રાચીન (પ્રાગૈતિહાસિક) યુગથી ચાલી આવતી જૈન સાધના પદ્ધતિ છે. માનવ સંસ્કૃતિના આદ્ય પ્રવર્તક ભગવાન ઋષભ, બાહુબલિ, ચક્રવર્તી ભરત વ. ની સાધનામાં પ્રેક્ષાના જ તત્ત્વો છે. ભગવાન ઋષભે પૂર્વાર્ધમાં માનવ સંસ્કૃતિનું નિદર્શન કરી ઉત્તરાર્ધમાં ધર્મચક્રનું પ્રવર્તન કર્યું હતું. ભગવાન ઋષભ સુદીર્ઘ તપસ્યા, કાયોત્સર્ગ અને ધ્યાન સાધનાના પ્રયોગો વડે કૈવલ્ય પામ્યા હતા. તેમનું તપ, કાયોત્સર્ગ અને ધ્યાનની સાધના ‘પ્રેક્ષા’ના પ્રયોગો હતા. ભગવાન બાહુબલિએ પણ કાયોત્સર્ગ પ્રતિમા વડે તિતિક્ષાની મહાન આરાધના કરી હતી. બ્રાહ્મી અને સુંદરીના સંબોધથી તેઓ અહમ્ની પ્રેક્ષા કરી વીતરાગ બની ગયા. ભરત ચક્રવર્તીએ અરિસાભવનમાં શરીરપ્રેક્ષા તથા અનિત્ય અનુપ્રેક્ષા વડે સમસ્ત કર્મ સંસ્કારોનો વિલય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું હતું. આદિ યુગમાં સાધના પદ્ધતિને તપ વડે ઓળખાવવામાં આવતી હતી. તપ સમસ્ત સાધના પદ્ધતિઓનો એક પ્રકાર છે. તપ તે સાધન છે જેનાથી ચેતના પર આવી ગયેલા આવરણની વિશુદ્ધિ માટે પુરુષાર્થ કરવામાં આવે છે. ભગવાન ઋષભ વગેરે તીર્થંકરો સુદીર્ઘ તપશ્ચર્યા પછી કૈવલ્ય પ્રાપ્ત કરે છે. ધર્મચક્ર પ્રવર્તન સમયે તેઓ જે ઉપદેશ આપે છે તે અહિંસા, સંયમ અને તપના સંવર્ધન માટેનો હોય છે. ભારતીય સાધના પદ્ધતિ અને પ્રેક્ષા ભારતીય સાધના પદ્ધતિના છે For Private Personal Use Only Jain Education International શ્રમણ અને www.jaiherbrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42