________________
૧૨
પ્રાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
વિપશ્યના જોવાની પ્રક્રિયા છે, જેમાં આત્માને આત્મા વડે જોવામાં આવે છે. તેમાં પ્રારંભમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા કરવામાં આવે છે. શરીર શ્વાસ, ભાવના, વિચાર વગેરે વડે જ્ઞાતા સુધી પહોંચી જાય
વિચય અર્થાત્ વિચારાત્મક ધ્યાન, સ્થૂળ દ્રવ્યથી સૂક્ષ્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેના સ્વરૂપમાં પ્રવેશ કરવાની વિધિ છે. ધ્યાનની પરંપરામાં હાસનું કારણ
એ સત્ય છે કે ભગવાન મહાવીરના યુગમાં ધ્યાનની પુષ્ટ પરંપરા હતી. ભગવાને સ્વયં સુદીર્ઘ ધ્યાનસાધના વડે વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમના હજારો શિષ્યોમાં સેંકડો પૂર્વધરો, અવધિજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ તથા કેવળજ્ઞાનીઓ હતા. લબ્ધિધારી સાધુઓ સૂક્ષ્મ આનાપાન લબ્ધિ વડે અંતર્મુહૂર્તમાં પૂર્વોનું પ્રત્યાવર્તન કરી શક્તા હતા. ભદ્રબાહુસ્વામીએ મહાપ્રાણ ધ્યાન-સાધના નેપાળમાં કરી હતી. તે ધ્યાનનો સુવર્ણયુગ હતો, જેમાં મુનિગણ ધ્યાનની આરાધના વડે જ પોતાના જીવનને કૃતાર્થ કરતા હતા. બીજી શતાબ્દી સુધી આ ક્રમ ચાલતો રહ્યો. આચાર્ય ભદ્રબાહુ અંતિમ ચતુર્દશ-પૂર્વી હતા. તેમના વિયોગની સાથે ચતુર્દશ પૂર્વનો વિચ્છેદ થઈ ગયો. એ રીતે કેવલ્યજ્ઞાન , મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર વગેરેનો વિચ્છેદ થતો ગયો. વિચ્છેદોની આ યાદીમાં ઉત્તમ સંવનન (સુદઢ શરીરરચના) પણ સામેલ છે. ધ્યાનના અધિકારીનું ઉત્તમ સહન ન હોવું જરૂરી હતું. શરીરની દઢ સ્થિતિ વિના મનની પૂર્ણ એકાગ્રતા સધાતી નથી, એટલા માટે ધ્યાન પણ કલિકાળમાં થઈ શકતું નથી. મુનિગણ અને શ્રાવકગણનું ધ્યાન આ બાજુ પર ઓછું થતું ગયું. ધ્યાનની વિધિઓના હૃાસનું કારણ છે લગાતાર દુષ્કાળ – જેમાં જ્ઞાની, ધ્યાની અને સાધનાશીલ સાધકોનું મહાપ્રયાણ થઈ ગયું. તેમના નિધનથી ઘણી બધી વિધિઓ લુપ્ત થઈ ગઈ. પાછળ બચેલા મુનિગણ અને આચાર્યોને સંઘવિકાસ તથા તેની સુરક્ષાનું ધ્યાન રાખવું પડ્યું. તેઓ તેમાં જ જીવ રેડીને લાગી ગયા. એટલે ધ્યાન-સાધના ગૌણ બની ગઈ. ધ્યાનની અપેક્ષાએ સ્વાધ્યાય અને ગ્રંથ-પ્રણયનનો ક્રમ ચાલુ થયો. શ્રત તથા શાસ્ત્રના અભ્યાસથી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org