Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ પ્રતાથાનઃ જીવનવિજ્ઞાન - રૂપરંખો ૧૧ જેના વડે રાગનું વિનયન થાય છે, શ્રેય તરફ ગતિ થાય છે, મૈત્રીભાવ વધે છે, જૈન શાસનમાં તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. जेण चित्तं विसुज्झेज्ज, जेण चित्तं निरुज्झदि । जेण अत्ता विसुज्झेज्ज तं णाणं जिन-सासणे ॥ (પદ્દ, મૂતાવાર) ચૈતન્ય આત્માનો ગુણ છે. ચૈતન્યના વ્યાપાર (પ્રવૃત્તિ)ને ઉપયોગ કહેવામાં આવેલ છે. ઉપયોગ ચૈતન્યનું લક્ષણ છે. ઉપયોગ શુદ્ધ જ હોય છે; પરંતુ કષાયનો સંયોગ તેને અશુદ્ધ બનાવે છે. આ અશુદ્ધતા કષાયના સંયોગથી જ આવે છે. એટલા માટે આ ઉપયોગને કષાય ઉપયોગનું નામ આપવામાં આવ્યું છે. તેના વડે રાગ-દ્વેષના માધ્યમથી કર્મનો અનુબંધ થાય છે. ધ્યાન હોય કે અન્ય સજાગ પ્રવૃત્તિ, ઉપયોગની શુદ્ધતા વડે તે કર્મ-સંસ્કારોનો ક્ષય કરનારી પ્રવૃત્તિ મોક્ષમાર્ગ છે. ઉત્તરવર્તી આચાર્યોએ મોક્ષની સાથે સાંકળનારી સમસ્ત પ્રવૃત્તિને સાધના કરી છે. આગમમાં ધ્યાનના ચાર પ્રકારો સ્પષ્ટ છે. તેમાં પ્રથમ બે આર્ત અને રૌદ્ર ધ્યાન રાગ-દ્વેષમય અવસ્થા છે. ધર્મ-ધ્યાન અને શુક્લ-ધ્યાન બંને પ્રશસ્ત ધ્યાન છે. ધર્મ-ધ્યાનમાં જ અનુપ્રેક્ષા અને પ્રેક્ષા સમાઈ જાય છે. વસ્તુ અથવા વિષયના ચિંતનથી જે મન, વચન અને કાયાની એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે નિર્વિચારની સ્થિતિ આવે છે, તે પ્રારંભમાં ધર્મ-ધ્યાન અને ઉત્તરાર્ધમાં શુક્લ-ધ્યાનની અવસ્થા છે. કાયોત્સર્ગ, ભાવના, વિપશ્યના અને વિચય વગેરે પણ ધ્યાનના પ્રકારો છે. કાયોત્સર્ગ મમત્વના પરિહાર તથા ભેદવિજ્ઞાનની પ્રક્રિયા છે. તેના વડે તનાવ-મુક્તિ અને ચૈતન્યનું જાગરણ થાય છે. ભાવના વડે ચિત્તને ભાવિત કરવામાં આવે છે. ચેતના જે ઉપયોગથી ભાવિત થાય છે તેવા જ સંસ્કાર બનવા લાગે છે. ભાવના પ્રશસ્ત અને અપ્રશસ્ત – બંને પ્રકારની હોય છે. પ્રશસ્ત ભાવના ધ્યાનની સ્થિરતા અને પ્રખરતાને વધારે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ભાવના વડે ચિત્તને ભાવિત કરવામાં આવે છે. ભાવના વિના ધ્યાનની નિરંતર સ્થિરતા બની રહેતી નથી. ભાવના અનુપ્રેક્ષા વડે ધ્યાન પુષ્ટ બનતું જાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42