________________
પ્રક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
My best wishes for your great efforts in Preksha Dhyan.
Yours
S. Bapna લીલાવતી પટેલ, મુંબઈનો અનુભવ
તા. ૨૪-૮-૯૪ ગયા વર્ષે હું સખત માંદગીમાં ફસાઈ ગઈ હતી. સખત કમજોરી આવી ગઈ હતી. અઢી-ત્રણ માસથી ઝીણો તાવ આવતો હતો અને તેને મટાડવા માટે ભારે દવા લીધા વગર છૂટકો ન હતો. આડઅસર પણ ઘણી થઈ હતી. તાવ તો મટ્યો પણ ડાબા પગનાં ઘુંટણમાં સખત દુ:ખાવો ઊપડ્યો. ચાલવું મુશ્કેલ થઈ ગયું. પહેલાં હું ટટાર ચાલી શકતી હતી, હરીફરી શકતી હતી. તે જાણે કે કદી શક્ય નહીં બને એવું લાગવા માંડ્યું.
મેં નાસીપાસ ન થતાં, એક બેનની સાથે માનનીય કાન્તાબેન સુરાણા પાસે આવવું શરૂ કર્યું. તેમણે મને ઘુંટણ તેમ જ પગ, જાંઘ વગેરે માટે અનુપમ કસરતો બતાવી. તેનાથી મને ધીરે ધીરે ફરક પડવા માંડ્યો અને હવે તો ઘણું સારું છે.
સૌ. કાન્તાબેનને પ્રભુ લાંબુ આયુષ્ય બક્ષે અને તેમનાં જ્ઞાનનો લાભ સૌ કોઈને મળતો રહે તેવી અભ્યર્થના.
એ જ લિ. લીલાવતી પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org