________________
પ્રેક્ષાથાન : અવનવજ્ઞાન - રૂપરેખા
દર્શનની અભિલાષા છે, જે પૂજય કાન્તાબહેનના સહયોગથી પૂર્ણ થશે. આપને મારા ખૂબ ખૂબ વંદન.
નીતા તેજ વૈદ્ય ચંપાબેન કેશવલાલ જીવરાજ રાજા (નૈરોબી, કેન્યા, ઈસ્ટ આફ્રિકા) (ઉંમર ૬૦ વર્ષનો અનુભવ [તા. ૧૭-૨-૯૫
ગઈ કાલે કાન્તાબેન પાસે આવી હતી. એમણે બતાવ્યા એ પ્રમાણે દીર્ધ શ્વાસ કર્યા ને હું સ્વસ્થ છું. હું નિર્વિચાર છું, હું શાંત છું એવા સજેશન મગજમાં આવ્યા. રાત્રે બે કલાક શાંતિથી ઉંઘ આવી ને સપના સરસ આવ્યા. મારા બહેનપણી જેમને કેન્સર છે તેમને સ્વમામાં એકદમ સાજા જોયા. મારી દેરાણી અમારી સાથે બોલતાં નથી તેમને સ્વમામાં મારી સાથે આનંદથી વાતો કરતાં જોયા. કાન્તાબેન મને જરૂર સ્વસ્થ કરી દેશે એવો મને પરમ વિશ્વાસ છે. ગઈ કાલે થોડું ગુંથવાનું પણ શરૂ કર્યું ને સાંજ તો બહુ આનંદમાં ગઈ. સવારે પણ દીર્ઘશ્વાસનો પ્રયોગ કર્યો. ત્યારે પણ શાંતિ લાગી. પણ બપોર પછી પાછી બહુ અસ્વસ્થતા આવી; કાન્તાબેનની ઉદારતા જોઈને ધન્યતા અનુભવું છું. એમણે સાંજે તરત બોલાવ્યા અને ૪૦ મીનીટ ધ્યાન કરાવ્યું.]
પ્રેક્ષાધ્યાન પછીના તેમના વિશેષ અનુભવનું વર્ણન તેમના નીચેના પત્રમાંથી મળે છે :
તા. ૨૩-ર-૯૫ પૂ. કાન્તાબેન,
ગઈ કાલે આપની પાસે ધ્યાન કર્યું ને ત્યારે બહુ જ આનંદ આવ્યો ને ઘરે ગયા પછી જમીને અડધા કલાક પછી શ્વાસની પ્રક્રિયા કર્યા બાદ ઉંઘ આવી. વચ્ચે બે ત્રણ વાર ઉંઘ ઉડી ત્યારે પાછું ધ્યાન કર્યું. ધ્યાનમાં કાન્તાબેન અને ગુરુજીની મુખમુદ્રા દેખાય તે પ્રમાણે પ્રયત્ન કર્યો. અને રાત તકલીફ વગર ગઈ. પોણાત્રણ વર્ષથી આવી રીતે દવા વગર કોઈ દિવસ ઉંઘ નથી આવી. તે મને આનંદ છે. ગઈ કાલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org