Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ પ્રસાધ્યાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા ૩૧ પ્રેક્ષાધ્યાન વડે સારવાર પામેલ એક બહેનનો પત્ર (નીતા તેજ વૈદ્ય, ગાયકવાડ, બ.નં.૫, કોચરબ, એલીસબ્રીજ, અમદાવાદ-૬.). તા. ૮-૧૨-'૯૫ આદરણીય કાન્તાબેન, આપને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે મારું કેન્સર મટી ગયું છે. જ્યારે ખબર પડી કે મને કેન્સર થયું છે ત્યારની માનસિક હાલત અને આજની માનસિક હાલત હું વર્ણવી શકતી નથી. એ વખતે તો એમ હતું કે હવે શું થશે ? શું મારે જિદગીનો આવો કારમો અંત જોવાનો છે? મારા નાના છોકરાઓનું શું ભવિષ્ય ? અને આજે હવે બધી જાતની જવાબદારી નિભાવવા તૈયાર થઈ ગઈ છું. જે પ્રેક્ષાધ્યાનને લીધે સંભવ થયું છે. કેન્સર થયાની ખબર પડ્યા પછી મારા ફોઈબા જયાબેન સતિયા મને કાન્તાબેન પાસે લઈ આવ્યા. કાન્તાબેને ખૂબ જ સમય ફાળવી મને ધ્યાન કરાવ્યું અને ઘરે શું કરવું તેની દોરવણી આપી. મારો આત્મવિશ્વાસ કેળવ્યો. તેમની દોરવણી મુજબ મેં ઘરે દિવસના ત્રણ વખત શરીરપ્રેક્ષા અને કાયોત્સર્ગ કર્યો. તેની સાથે શિવામ્બુ પ્રયોગ ચાલુ હતો. પરંતુ ધ્યાનથી તો જાણે ચમત્કાર થયો. હું પથારીમાંથી ઉઠતી ન હતી તેના બદલે સવારે ચાર વાગે ઊઠીને રાતના અગિયાર વાગ્યા સુધી થાક્યા વગર બધું કરતી થઈ ગઈ. આમ લગભગ દોઢ વર્ષ પછી જયારે (બોનમેરો કેન્સરની ફાઈનલ ટેસ્ટ) કરાવ્યો ત્યારે રીપોર્ટ નોર્મલ આવ્યો. જિંદગીમાં ધાર્યું ન હતું તે વસ્તુ શક્ય બની. ઘણી વાર મને એમ લાગે છે કે કેન્સર થવાથી નુકસાનને બદલે મને તો લાભ થયો. ધ્યાનના સ્વરૂપમાં મને પારસમણિ પ્રાપ્ત થયું છે. પૂજય કાન્તાબહેન સુરાણાએ મને શરીરપ્રેક્ષા, શ્વાસપેક્ષા, અનુપ્રેક્ષા વગેરે વારંવાર કરાવ્યું. તેમની પાસેના જુદા-જુદા સાહિત્યનો પણ લાભ આપ્યો અને મારા શરીરમાં થયેલી બધી ગાંઠો ઓગળી ગઈ. આથી આપની હું ખૂબ જ સાભારી છું. ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42