Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 30
________________ ૪. પ્રેક્ષાધ્યાનનો પ્રભાવ પ્રેક્ષાધ્યાન-શિબિરોમાં વ્યક્તિગત રૂપે હજારો વ્યક્તિઓએ પ્રેક્ષાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ અભ્યાસ કરેલા અનેક વ્યક્તિઓના લિખિત અનુભવોથી એ હવે સ્પષ્ટ થયું છે કે આનાથી શારીરિક, માનસિક શાંતિની સાથેસાથે જ આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. રોગ ઉપશાંત થઈને માનસિક વિક્ષેપ પણ કમ થઈ જાય છે. આના સંસ્મરણો પ્રેક્ષાધ્યાન-પત્રિકામાં વિસ્તારપૂર્વક પ્રકાશિત થતાં રહે છે. અહીં નમૂના રૂપે કેટલાક પત્રો પ્રસ્તુત છે. બીદાસરના શ્રી સંતોષચંદ્ર શેઠિયા લખે છે – કાયોત્સર્ગથી મને ખૂબ લાભ થયો છે. શરીર હલકું થયું તથા ફૂર્તિ આવી. ધ્યાનમાં સારો રસ પડ્યો અને પ્રગતિ થઈ.” સહકારી સમિતિ, મંડી ડબવાલીના સહાયક રજિસ્ટ્રાર શ્રી મેવાસિંગ લખે છે – પ્રેક્ષા ધ્યાન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું સાધન છે. શિબિરમાં ભાગ લેવાથી અનુભવ થયો કે આજ સુધીનું જીવન પશુનું જીવન હતું. માત્ર ધનોપાર્જન જ જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો. ક્રોધ, લોભ, મોહ, માયાને ભગવાનની દેન સમજતો હતો. શિબિરમાં આના નિરાકરણનો માર્ગ મળ્યો છે.” ડો. જોધરાજ દૂગડ લખે છે – સાયટિકા વ્યાધિ વડે ભયંકર રૂપે પીડિત હતો. પ્રેક્ષાધ્યાન વડે સંપૂર્ણ આરોગ્ય મેળવી લીધું છે.” મહારાષ્ટ્રના વિશ્વનાથ પાટીલ લખે છે – “તુલસી અધ્યાત્મ નીડમમાં પુરુષો તથા મહિલાઓને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ટ્રેનીંગ આપવામાં આવે છે. વિશ્વસેવા, શાંતિને માટે સૈનિકો તૈયાર કરવામાં આવે છે.” દિલ્હીના શ્રી સદાસુખ કોઠારી લખે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42