Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ પ્રતાધ્યાન : જીવનવિજ્ઞાન - રૂપરંખો કંઈ ને કંઈ ફાળો આપ્યો છે. આ કાર્યમાં મુનિ લોકપ્રકાશ ‘લોકેશે’ સરકારી તંત્રને પ્રભાવિત કરી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સાન્નિધ્યમાં જૈન વિશ્વ ભારતીમાં શિક્ષણ અધિકારીઓની સમિતિની બેઠક કરી જીવનવિજ્ઞાન યોગની મહત્ત્વપૂર્ણ યોજના બનાવી, જેમાં શ્રી એ. એન. નાગોરી, સંયુક્ત શિક્ષણ સચિવ, પ્રાથમિક શાળાના નિર્દેશક શ્રી આર. પી. ચૌધરી, જે.સી.ઈ.આર.ટી.શ્રી પી. વી. પટેલ – ત્રણ વ્યક્તિઓનું એક પ્રતિનિધિમંડળ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં જૈન વિશ્વભારતી માન્ય વિશ્વવિદ્યાલય, લાડનૂં ગયેલ. આચાર્ય પ્રવર સાથે વિસ્તૃત વાર્તાલાપ કરી ગુજરાતમાં જીવન-વિજ્ઞાન અકાદમીને આગળ વધારવા સમિતિએ રિપોર્ટ કરી જીવનવિજ્ઞાન યોગના ઉપક્રમને આગળ વધાર્યો. ૨૩ ગત વર્ષ જીવનવિજ્ઞાનના પ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની પાસે લાડનૂં જઈને ગુજરાતના રાજ્યપાલશ્રી સુંદરસિંહજી ભંડારી, વિધાનસભાના અધ્યક્ષશ્રી ધીરુભાઈ શાહ અને ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે જીવનવિજ્ઞાનની સમજણ મેળવી હતી અને જીવનવિજ્ઞાનના પ્રયોગોનો પોતે જ અનુભવ લીધો હતો. ગુજરાતમાં આ વર્ષે જીવનવિજ્ઞાનનો અભ્યાસક્રમ શરૂ થયેલ છે અને ધો.૪ થી ૭ સુધી આ વર્ષે જીવનવિજ્ઞાન અભ્યાસક્રમનું એક અંગ બની ગયેલ છે. પ્રેક્ષા વિશ્વભારતી કોબામાં ત્રણ દિવસનો જીવન-વિજ્ઞાન યોગનો શિબિર યોજાઈ ગયો. જેનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા થયું. ગુજરાતના શિક્ષણમંત્રી, શિક્ષણ અધિકારીઓ તથા વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ વ્યક્તિઓએ આ શિબિર દ્વારા શાળાઓમાં જીવન-વિજ્ઞાનના શિક્ષણનું મહત્ત્વ સ્વીકાર્યું. પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જીવન-વિજ્ઞાનનું શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો. આ સમસ્ત કાર્ય સાકાર કરવામાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ જીવનવિજ્ઞાન પ્રભારી, પ્રેક્ષાધ્યાન પ્રાધ્યાપક મુનિશ્રી કિશનલાલજીને અમદાવાદ ચાતુર્માસ કરવા નિર્દેશ કર્યો. પ્રેક્ષાપ્રાધ્યાપક મુનિશ્રી કિશનલાલજીએ પ્રેક્ષા વિશ્વભારતી, કોબામાં ૧૪ મે, ૨૦૦૧માં પ્રવેશ કરતાં જ જી.સી.ઈ.આર.ટી. અને ગુજરાત જીવન-વિજ્ઞાન એકાદમી દ્વારા આયોજીત જીવન-વિજ્ઞાન યોગ શિબિરનો પ્રારંભ કર્યો. એ જ રીતે ગાંધીનગર, ઈડર, પાલનપુર, સુરત, પટલાદ, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42