Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ પ્રાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરખો પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ ક્યાં અને કેવી રીતે ? પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષણ માટે અત્યારે મુખ્ય રૂપે ચાર કેન્દ્રો છે ૧. તુલસી અધ્યાત્મ નીડમ, જૈન વિશ્વ ભારતી, લાડનું (રાજ.), ૨. અધ્યાત્મ સાધના-કેન્દ્ર, છત્તરપુર, મહેરોલી (કુતુબમિનારની નજીક) દિલ્હી, ૩. તુલસી સાધના-શિખર, રાજસમંદ, (રાજ.), ૪. પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા, અમદાવાદ-ગાંધીનગર માર્ગ પર (ગુજ.). નીડમમાં પ્રતિદિન વર્ગો ચાલે છે, તે ઉપરાંત અહીં પ્રેક્ષા-પ્રશિક્ષક પણ રહે છે. તેમના માર્ગદર્શન નીચે પ્રેક્ષા સાધનાનો અભ્યાસ કરી શકાય છે. ત્યાં સાધનાને અનુકૂળ બધી વ્યવસ્થા છે. અધ્યાત્મ-સાધના-કેન્દ્ર, મેહરોલી (દિલ્હી) પણ પ્રેક્ષાસાધનાના અભ્યાસને માટે યોગ્ય સ્થાન છે. રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રયોગો અને પ્રશિક્ષણ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના માર્ગદર્શન તળે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કરી શકાય છે. તેમના સાન્નિધ્યમાં સમયે-સમયે પ્રેક્ષાધ્યાન-શિબિરોનું સમાયોજન પ્રત્યેક બે મહિનાના અંતરે થતું રહે છે. આની સંપૂર્ણ જાણકારી પ્રેક્ષાધ્યાન-પત્રિકા અથવા તુલસી અધ્યાત્મ નીડમ, કેન્દ્રીય કાર્યાલયમાંથી પ્રાપ્ત થઈ શકે છે. Jain Education International * રપ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42