________________
૩. ગુજરાતમાં જીવનવિજ્ઞાન જીવન-વિજ્ઞાન શિક્ષણનો અભિનવ પ્રયોગ છે. શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વને ઓપ આપે છે. વ્યક્તિના સર્વાગી વિકાસ માટે જીવન-વિજ્ઞાન મહત્ત્વપૂર્ણ ભૂમિકાનું નિર્માણ કરે છે.
જીવન-વિજ્ઞાને સમસ્યાઓનું સમાધાન જ નથી ખોળ્યું, પરંતુ પ્રયોગાત્મક પ્રક્રિયા પ્રસ્તુત કરીને શિક્ષણજગતને નવી દષ્ટિ પણ પ્રદાન કરી છે. શિક્ષણજગતે સ્વીકાર્યું છે કે આજીવિકાની સાથે જીવન-વિજ્ઞાન જરૂરી છે. ગુજરાતમાં જીવન-વિજ્ઞાન યોગ’ : ગુરુદેવ શ્રી તુલસીની ગુજરાતયાત્રા:
૨૦મી સદીના નવમા શતકમાં ગુજરાતમાં જીવન-વિજ્ઞાન યોગના શિક્ષણનો પ્રારંભ થયો. ગુજરાત વિશ્વવિદ્યાલયમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સાન્નિધ્યમાં મુનિશ્રી કિશનલાલ, મુનિશ્રી મહેન્દ્રકુમારના નિર્દેશનમાં વિદ્યાર્થીઓના શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રેક્ષાધ્યાન તથા જીવન-વિજ્ઞાનના વિષયમાં વિશેષ વકતવ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આપતા. ગુજરાત વિશ્વવિદ્યાલયનો આ શિબિર શિક્ષણજગત માટે એક આકર્ષક સીમાચિહ્ન બની ગયો. પ્રા. ચીનુભાઈ નાયક તથા શ્રી શુભકરણ સુરાણાએ આ કાર્યક્રમમાં વિશેષ ભાગ ભજવ્યો. આ સફળ શિબિર ગુજરાતમાં જીવનવિજ્ઞાન યોગના શિક્ષણ માટેની પાયાની શિબિર બની ગઈ. આ પછી અમદાવાદમાં પ્રવાસ કરનારા સાધુ-સાધ્વીઓ શિક્ષણજગત સાથે સ્વલ્પઅધિક સંકળાયેલા રહ્યા.
સાધ્વી યશોધરાજીના સાન્નિધ્યમાં વિદ્યાલયોમાં શ્રીમતી કાન્તાબેન સુરાણાએ જીવન-વિજ્ઞાનયોગના વર્ગોનું સંચાલન કર્યું. ત્યાર પછી સમણો અને સમણીઓના ગ્રુપે ગુજરાતના વિદ્યાલયોમાં પરિશ્રમપૂર્વક કાર્ય કર્યું. શ્રી ભણસાલી ટ્રસ્ટ દ્વારા રાધનપુર વગેરે ક્ષેત્રોમાં જીવન-વિજ્ઞાનના કાર્યને આગળ વધારવામાં મનોયોગપૂર્વક સહકાર મળ્યો. દક્ષિણ ગુજરાતમાં સુરત વગેરે સ્થળે આ કાર્યોના નિયોજનમાં શ્રી રમણભાઈ પટેલ તથા શ્રી પ્યારેલાલ મહેતાએ પોતાના શ્રમ અને શક્તિનો હૃદયપૂર્વક ઉપયોગ કર્યો.
મુનિશ્રી સુમેરમલજી ‘લાડનું ના સાન્નિધ્યમાં રાજકોટમાં અણુવ્રતશિક્ષક સંસદ પશ્ચિમચલના માધ્યમથી અધ્યાપકોના બૃહદ્ શિબિરનું આયોજન થયું. અમદાવાદ પ્રવાસ કરનારા બધા સાધુ-સાધ્વીઓએ શિક્ષણજગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org