Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan
Catalog link: https://jainqq.org/explore/004809/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ & d પ્રેક્ષાધ્યાનઃ જીવન વિજ્ઞાન રૂપરેખા મુનિ કિશનલાલા Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાધ્યાન ઃ જીવન-વિજ્ઞાન રૂપરેખા મુનિ કિશનલાલ - - -- -- . અનેકાન્ત ભારતી પ્રકાશના અમદાવાદ-૧૫. Page #3 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી આવૃત્તિઃ સંપાદક-અનુવાદક: ડૉ. રમણીક શાહ * * * અધિષ્ઠાતા : શુભકરણ સુરાણા, અનેકાન્ત ભારતી પ્રકાશન મૂલ્ય રૂા. ૨૦/આવૃત્તિઃ પ્રથમ, ઓકટોબર, ૨૦૦૧ પ્રકાશક: નિર્દેશક: સંતોષકુમાર સુરાણા અનેકાન્ત ભારતી પ્રકાશન ઈ/૨, ચારુલ, કામધેનુ કોપ્લેક્ષ સામે, આંબાવાડી, અમદાવાદ - ૩૮૦૦૧૫. ફોનઃ ૬૩૦૭૭૩૯ ફેક્સઃ ૯૧-૭૯-૬૩૮૦૫૩૨ e-mail anekant 1001@yahoo.com અક્ષરાંકનઃ મયંક શાહ, રમણીય ગ્રાફિક્સ ૪૪૪૫૧, ગ્રીનપાર્ક એપાર્ટમેન્ટ્સ, સોલા રોડ, નારણપુરા, અમદાવાદ - ૩૮૦૦૬૩. ફોનઃ ૭૪પ૧૬૦૩ મુદ્રક: મારુતિ પ્રિન્ટર્સ એન. આર. એસ્ટેટ, અભય એસ્ટેટની સામે, તાવડીપુરા, દૂધેશ્વર રોડ, અમદાવાદ ફોનઃ પ૬૨૫૫૫૯, પ૬ ૨૧૩૧૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ્રેક્ષાધ્યાન આજના યુગની તાતી જરૂરિયાત છે. પ્રત્યેક માનવીનું જીવન અનેકવિધ વિટંબણાઓથી ઘેરાઈ ગયું છે. તેનાં તન અને મન બંનેની તંદુરસ્તીને હાની પહોંચાડનારા તત્ત્વો દિન-બ-દિન વધી રહ્યા છે. આવા કપરા સમયમાં સમજદાર માનવીના સાથી તરીકે પ્રેક્ષાધ્યાન અનિવાર્ય ઉપાય તરીકે સમગ્ર ભારતમાં જ નહિ, ભારત બહાર પણ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી છે. પ્રેક્ષાધ્યાન પ્રણાલીના અનુભવી પ્રાધ્યાપક જીવનવિજ્ઞાન પ્રભારી મુનિશ્રી કિશનલાલજીએ અનેક સાધકોને પ્રેક્ષાનું શિક્ષણ આપ્યું છે, અનેક પ્રેક્ષાશિક્ષકો પણ તૈયાર કર્યા છે. તેમની પાસે પ્રત્યક્ષ પ્રેક્ષાશિક્ષણ લઈ ન શકનારા સેંકડો લાભાર્થીઓ માટે તેઓશ્રીએ વર્ષો પૂર્વે હિંદીમાં “પ્રેક્ષા : એક પરિચય' નામક પુસ્તિકા તૈયાર કરેલી. જેની આજ સુધીમાં અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. હાલમાં પૂજય મુનિશ્રી ગુજરાતમાં પધાર્યા તે પ્રસંગે ગુજરાતીમાં પણ આ પુસ્તિકાની પ્રાપ્તિ થાય તે માટેની માગણી ઉઠી. આનું સુફળ તે આ પુસ્તિકા. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આગામી ત્રણ વર્ષમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરવાના છે. તેઓશ્રીની આ અહિંસા-યાત્રા ધર્મક્રાન્તિ, ધર્મ-સમન્વય અને માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા માટે સમર્પિત છે. તે સમયે પ્રેક્ષાધ્યાનના મિશનને જાણવા માટે આ લઘુ-પુસ્તિકા વિશેષ ઉપયોગી સિદ્ધ થશે. પુસ્તિકાના ગુજરાતી અનુવાદ અને સંપાદનનું કાર્ય પોતાના બહુમૂલ્ય સમયમાંથી સમય ફાળવી કરી આપ્યું તે માટે ડૉ. રમણીકભાઈ શાહનો અત્રે આભાર માનું છું. લેસર કંપોઝિંગ માટે ભાઈ મયંકને ધન્યવાદ. - શુભકરણ સુરાણા અધિષ્ઠાતા, અનેકાન્ત ભારતી પ્રકાશન Page #5 -------------------------------------------------------------------------- ________________ અનેકાન્ત ભારતી પ્રકાશન પેટ્રના શ્રી મીઠાલાલજી પોરવાલ (સિંગલ ટ્રાન્સપોર્ટ કોપોરેશન) શ્રી ચંદનમલ ભંવરલાલ સુરાણા (અરુણા પ્રોસેસર્સ પ્રા.લિ.) શ્રી કાન્તિભાઈ અને શ્રીમતી પલ્લવીબેન ખોખાણી (સારાટોગા, કેલિફોર્નિયા, યુ.એસ.એ.) શ્રીમતી માંગીદેવી પારસમલ પારખ ચેરિટેબલ ટ્રસ્ટ પારસમલ ભૂરચંદ પારખ, પચપદરા બી. એમ. પી. ટેસ્ટાઈલ મિલ્સ લિ., અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતિ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરની વાણી ગૂંજી ઉઠી - ‘‘પુરિસા ! પરક્કમ - હે પુરુષ ! પરાક્રમ કર.’ ‘અપ્પણા સચ્ચમેસેજ્જા — સ્વયં સત્યની શોધ કરો.' આ સત્યની શોધ શા માટે અને કોના માટે ? તેનો ઉત્તર હતો – ‘મિત્તિ મે સભૂએસુ’ – પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી માટે. અંતરમાં જ્યારે કરુણા જાગૃત થાય છે ત્યારે સ્વયંની ઓળખાણ થવા લાગે છે. પ્રેક્ષાની પહેલી કસોટી છે યથાર્થ મત, યથાર્થ (સત્ય) વડે સાક્ષાત્ થતાં જ ચૈતન્ય પ્રભાવિત થવા લાગે છે. યથાર્થની સ્વીકૃતિ જ આસ્તિક્ય, આત્મબોધ છે. પ્રેક્ષા સ્વયંને સ્વયં વડે ઓળખવાની પદ્ધતિ છે. પ્રેક્ષા સ્વયંના બોધની યાત્રા છે. પ્રેક્ષાની યાત્રા શ્વાસના રથ પર ચાલે છે, જે દીર્ઘશ્વાસ અને સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષાના ચક્રો પર નિરંતર આગળ વધે છે. શરીર પ્રેક્ષા, ચૈતન્ય પ્રેક્ષા અને લેશ્યા ધ્યાન વગેરે વિભિન્ન આયામો વડે પોતાની મંજિલે પહોંચે છે. રાગ-દ્વેષ રહિત વર્તમાન ક્ષણમાં જાગૃત રહેવું તે જ પ્રેક્ષા છે. ભાવ ક્રિયા, પ્રતિક્રિયા વિરતિ, મૈત્રી, મિતાહાર અને મૌન વડે તેની પૃષ્ઠભૂમિનું નિર્માણ થાય છે. પ્રેક્ષા વડે માનસિક, શારીરિક સ્વાસ્થ્ય તો ઉપલબ્ધ થાય છે જ, સાથેસાથે જ ભાવનાત્મક ચેતનાનું નિર્માણ પણ થાય છે. પ્રેક્ષા વ્યક્તિત્વ નિર્માણની અદ્ભુત કડી છે. સ્વયંની ઓળખાણ થઈ શકે, એવો આ લઘુ પુસ્તિકામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. વાચક પ્રેક્ષાની વિધિ અને વ્યવસ્થાથી પરિચિત થઈ લાભાન્વિત થશે. - મુનિ કિશનલાલ Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧. પ્રેક્ષાધ્યાન પોતાની ઓળખાણ ૨. જીવન-વિજ્ઞાન ૩. ગુજરાતમાં જીવન-વિજ્ઞાન ૪. પ્રેક્ષાધ્યાનનો પ્રભાવ ૫. પ્રેક્ષાધ્યાનની ભાવિ સંભાવનાઓ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧. પ્રેક્ષાધ્યાન : પોતાની ઓળખાણ પોતાની ઓળખાણ પ્રેક્ષા ૬૦૦ ખર્વ કોશિકાઓ વડે બનેલું નાનકડું શરીર વિશ્વના જટીલતમ યંત્રો વડે સજ્જ કારખાનાઓથી પણ જટીલ છે. શરીરના એક-એક અંગમાં વિલક્ષણતા રહેલી છે. પૈસાના સિક્કા જેવડો માત્ર એક આંખનો ભાગ હોય છે, જેમાં એક કરોડ વીસ લાખ ‘કોન’ અને સિત્તેર લાખ “રોડ કોષિકાઓ તથા દસ લાખ નર્વવાળી “ઓપ્ટિક નર્વ મસ્તિષ્કના દૃષ્ટિકેન્દ્રને પોતે જોયેલું દશ્ય પહોંચાડે છે. સ્મૃતિ-કોષોમાં સ્થિત ચિત્રોને ઓળખી લઈ અભિવ્યક્તિ પ્રદાન કરે છે. બાહ્ય જગતને જોવા, ઓળખવાની આ ક્રિયા આંખો અને મસ્તિષ્ક વડે હર પળ થતી રહે છે. જોવાની આ ક્રિયા વડે બીજાની ઓળખાણ તો થઈ જાય છે, પરંતુ પોતે પોતાને ઓળખવા માટે આંતરચક્ષુનો પ્રયોગ કરવો પડે છે. પોતે પોતાને જોવું અર્થાત પોતાની જાત વડે પોતાને જોવાની પ્રક્રિયા જ “પ્રેક્ષા' છે. ભગવાન મહાવીરની વાણીમાં “સંપિક્તએ અપ્પગમખ્ખએણે પ્રેક્ષાનો ઉદ્યોષ છે. આત્માને આત્મા વડે જુઓ. પ્રેક્ષા : અર્થ-વ્યંજના “પ્રેક્ષા' શબ્દ રચનાની દષ્ટિએ “પ્ર” ઉપસર્ગ અને ઈક્ષ' ધાતુના સંયોગથી બનેલ છે, જેનું તાત્પર્ય છે ગહનતાથી જોવું, ધારીને જોવું. જોવાની ક્રિયા સામાન્ય આંખો વડે કરવામાં આવે છે; પરંતુ પ્રેક્ષામાં જોવું એટલે કે પોતાના અંતર્શન દ્વારા જાણવું. અર્થાત અનુભવ કરવો, સાક્ષાત્કાર કરવો એવો તેનો ભાવાર્થ છે. જૈન આગમમાં ‘પહા’ અને ‘વિષ્પસ્સઇ' બંને ધ્યાન અથવા સાધનાના વિશેષ પ્રયોગ માટે પ્રયોજાયાં છે. “પેહા' પ્રાકૃત ભાષાનો શબ્દ છે, જેનું સંસ્કૃત અને ગુજરાતી રૂપ “પ્રેક્ષા છે. એ જ રીતે વિપ્રસ્સનું સંસ્કૃત રૂપ “વિપશ્યતિ' બને છે, જે વિપશ્યનાના ભાવની અભિવ્યક્તિ કરે છે. અર્થ અને શબ્દની દૃષ્ટિએ વિપશ્યના અને પ્રેક્ષા સમાનાર્થક જ છે. “વિપશ્યના” બૌદ્ધ સાધના પદ્ધતિની એક પ્રક્રિયા રૂપે પ્રયુક્ત થાય છે. જૈન અને બૌદ્ધ પદ્ધતિઓ એક સમય અને એક જ ક્ષેત્રમાં Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રતાપ્યાન : જુવનવિજ્ઞાન · રૂપરખા વિકસિત થઈ, તેટલા માટે બંને સાધના પદ્ધતિઓ એક નામથી ઓળખાય છે. પ્રેક્ષા અને વિપશ્યના શાબ્દિક રીતે એકાર્થક હોવા છતાં પણ કેટલાક પ્રયોગોમાં સર્વથા ભિન્ન છે. જૈન સાધના પદ્ધતિનું આધુનિક નામ ‘પ્રેક્ષાધ્યાન’ તેરાપંથના નવમા અધિશાસ્તા, અણુવ્રત-પ્રવર્તક યુગપ્રધાન આચાર્યશ્રી તુલસીના સાન્નિધ્યમાં આચાર્ય મહાપ્રશ્ને વિ. સં. ૨૦૩૨ (ઈ.સ.૧૯૭૫), જયપુર ચાતુર્માસમાં આપ્યું હતું. પ્રાચીન યુગમાં પ્રેક્ષાના તત્ત્વો પ્રેક્ષા જૈન સાધનાનું અર્વાચીન નામ ભલે હોય, પરંતુ મૂળમાં તો તે પ્રાચીન (પ્રાગૈતિહાસિક) યુગથી ચાલી આવતી જૈન સાધના પદ્ધતિ છે. માનવ સંસ્કૃતિના આદ્ય પ્રવર્તક ભગવાન ઋષભ, બાહુબલિ, ચક્રવર્તી ભરત વ. ની સાધનામાં પ્રેક્ષાના જ તત્ત્વો છે. ભગવાન ઋષભે પૂર્વાર્ધમાં માનવ સંસ્કૃતિનું નિદર્શન કરી ઉત્તરાર્ધમાં ધર્મચક્રનું પ્રવર્તન કર્યું હતું. ભગવાન ઋષભ સુદીર્ઘ તપસ્યા, કાયોત્સર્ગ અને ધ્યાન સાધનાના પ્રયોગો વડે કૈવલ્ય પામ્યા હતા. તેમનું તપ, કાયોત્સર્ગ અને ધ્યાનની સાધના ‘પ્રેક્ષા’ના પ્રયોગો હતા. ભગવાન બાહુબલિએ પણ કાયોત્સર્ગ પ્રતિમા વડે તિતિક્ષાની મહાન આરાધના કરી હતી. બ્રાહ્મી અને સુંદરીના સંબોધથી તેઓ અહમ્ની પ્રેક્ષા કરી વીતરાગ બની ગયા. ભરત ચક્રવર્તીએ અરિસાભવનમાં શરીરપ્રેક્ષા તથા અનિત્ય અનુપ્રેક્ષા વડે સમસ્ત કર્મ સંસ્કારોનો વિલય કરીને કૈવલ્ય પ્રાપ્ત કર્યું હતું. આદિ યુગમાં સાધના પદ્ધતિને તપ વડે ઓળખાવવામાં આવતી હતી. તપ સમસ્ત સાધના પદ્ધતિઓનો એક પ્રકાર છે. તપ તે સાધન છે જેનાથી ચેતના પર આવી ગયેલા આવરણની વિશુદ્ધિ માટે પુરુષાર્થ કરવામાં આવે છે. ભગવાન ઋષભ વગેરે તીર્થંકરો સુદીર્ઘ તપશ્ચર્યા પછી કૈવલ્ય પ્રાપ્ત કરે છે. ધર્મચક્ર પ્રવર્તન સમયે તેઓ જે ઉપદેશ આપે છે તે અહિંસા, સંયમ અને તપના સંવર્ધન માટેનો હોય છે. ભારતીય સાધના પદ્ધતિ અને પ્રેક્ષા ભારતીય સાધના પદ્ધતિના છે For Private Personal Use Only શ્રમણ અને www.jaiherbrary.org Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાચાન : જીવવિજ્ઞાન · રૂપરેખા બ્રાહ્મણ. શ્રમણ પરંપરામાં જૈન, બૌદ્ધ, મંખલિપુત્ર ગૌશાલક વગે૨ે આવે છે. બ્રાહ્મણ પરંપરામાં વેદ, પુરાણ વગેરેમાં વિશ્વાસ રાખનારા વૈદિકો કહેવાય છે. તેમના વિચારો પણ અધ્યાત્મ અભિમુખ જ છે, છતાં પણ પદ્ધતિઓની પોતાની સ્વતંત્રતા તો હોય જ છે. ભારતીય દર્શનમાં ચરિત્રને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેની ઉદ્ઘોષણા છે કે ચરિત્રના આધાર વિનાના માત્ર દર્શનનું એટલું મહત્ત્વ હોતું નથી. દર્શન સમ્યક્ હોય છે તો આચરણને પણ સમ્યક્ થવાની પ્રેરણા મળે છે. જૈન દર્શનમાં જે વિચાર અને સાધના પદ્ધતિનું નિરૂપણ કરવામાં આવ્યું, તેને જૈન દર્શનના મર્મજ્ઞ આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્ર'માં ‘સમ્યક્-દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:’ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. જૈન સાધના-પદ્ધતિમાં તે ‘મોક્ષ-માર્ગ' નામે પ્રસિદ્ધ છે. બૌદ્ધ સાધના-પદ્ધતિને વિશુદ્ધિ-માર્ગ અને સાંખ્ય સાધના-પદ્ધતિને વિવેક ખ્યાતિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સાધના-પદ્ધતિ ભલેને તે ગમે તે નામે ઓળખાતી હોય, તેનું મૂળ ધ્યેય ચિત્તની વિશુદ્ધિ, કષાય પર વિજય, પરમ સ્વરૂપને પામવાનું છે. અષ્ટાંગ યોગનું જે વ્યવસ્થિત સ્વરૂપ બન્યું તેમાં મહર્ષિ પતંજલિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. યોગનો વિકાસ મહર્ષિ પતંજલિથી શરૂ થાય છે. આનું તાત્પર્ય એવું નથી કે મહર્ષિ પતંજલિ યોગના પ્રવર્તક છે. પરંતુ તેમણે યોગમાર્ગનું વ્યવસ્થાપન કરી પોતાના ગ્રંથમાં તેની વિસ્તૃત વ્યાખ્યા કરી છે. યોગનો માર્ગ મહર્ષિ પતંજલિની પહેલા પણ હતો, એટલા માટે તો તેમણે પ્રથમ સૂત્રમાં ‘અથ યોગાનુશાસનમ્' વડે પોતાની વ્યવસ્થાની ચર્ચા કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિને વિભાજીત કરી તેમણે સાધનાનો વિકાસક્રમ આલેખ્યો. યમથી ધારણા સુધીનો સમગ્ર ઉપક્રમ ધ્યાનની ઉપલબ્ધિ માટે છે. ધારણાની સઘનતા ધ્યાન અને ધ્યાનની સઘનતા જ સમાધિ બને છે. ધ્યાન અથવા સમાધિની સાધના બધી પરંપરાઓમાં સમાન રૂપે પ્રતિષ્ઠિત છે. જૈન સાધનામાં ધ્યાનની સ્વીકૃતિ નવીન અથવા કોઈનું અનુકરણ નથી, પરંતુ સંપૂર્ણ સાધના-પદ્ધતિ હજારો વર્ષ પહેલાં પ્રચલિત અને વિકસિત Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરેખા થઈ હતી. જૈન પરંપરામાં ધ્યાન જૈન પરંપરામાં ધ્યાન અને યોગ છે કે નથી ? આ પ્રશ્નનો ઉત્તર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પોતાના પુસ્તક “મહાવીર કી સાધના કા રહસ્ય'માં વિસ્તારથી આપ્યો છે. તેનો એક અંશ અહીં ઉદ્ધત છે – “મેં કહુંગા કિ જૈન પરંપરા કી સાધના પદ્ધતિ કા નામ યોગ નહીં હૈ. ઉસકા નામ મોક્ષમાર્ગ હૈ. તાત્પર્ય કી દૃષ્ટિ સે મેરા ઉત્તર હોગા – જૈન પરંપરામાં યોગ હૈ. જૈન આગમ મેં ધ્યાન યોગ, સમાધિ યોગ ઔર ભાવના યોગ - ઇસ પ્રકાર કે યોગ મિલતે હૈ.' ભગવાન મહાવીરથી શતાબ્દીઓ પહેલાં અત્ દશ્નાલીએ ધ્યાનને શ્રમણચર્યાનું પ્રધાન અંગ બતાવ્યું છે. सीसं जहा सरीरस्स, जहा मूलं दुमस्स य । सव्वस्स साहु धम्मस्स, तहा झाणं विहीयते ॥ શરીરમાં જેમ શીર્ષ છે, વૃક્ષમાં જેમ મૂળ છે તેવી જ રીતે સમસ્ત સાધુ ધર્મમાં ધ્યાન પ્રધાન છે.” ધ્યાનને જો ધર્મથી જુદું કરવામાં આવે તો તે મસ્તકવિહીન મનુષ્યની માફક તથ્યહીન બની જશે. જૈન પરંપરામાં યોગ જુદા અર્થમાં પ્રયુક્ત થયો છે. ધ્યાન અને યોગની પરિભાષા જે “એકાગ્ર ચિન્તાયોગનિરોધો વા ધ્યાનમ્, યોગઃ ચિત્તવૃત્તિ-નિરોધઃ” આજ પ્રચલિત છે, પ્રાચીન યુગમાં તે રૂપે નહિ હતી. મૂળ તો જૈન પરંપરામાં કાવવામનઃવ્યાપારો યોગ' – કાયા, વચન અને મનની પ્રવૃત્તિનું નામ યોગ છે. તેમની એકાગ્રતા અને નિરોધ થાન છે. ચિત્તની ચંચળતા (પ્રવૃત્તિ) યોગ અને તેનો નિરોધ તે ધ્યાન છે. ચિત્તની વૃત્તિના નિરોધ રૂપે ધ્યાન ગુપ્તિનો એક પ્રકાર છે. ગુપ્તિ સંવર અને સમિતિ વડે નિર્જરા થાય છે. સંવર અને નિર્જરાને ધર્મના બે અંગો માનવામાં આવ્યા છે, ચેતનાનો શુદ્ધ ઉપયોગ જ જ્ઞાન તથા ધ્યાન છે. આચાર્ય વટ્ટકેરે આ વાતને પુષ્ટ કરતાં લખ્યું છે – જેના વડે પદાર્થને જાણી શકાય છે, ચંચળ ચિત્તનો નિરોધ થાય Jain Eduછે, આત્માની વિશુદ્ધિ થાય છે, હજૈન શાસનમાં તે જ જ્ઞાન છેainelibrary.org Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રતાથાનઃ જીવનવિજ્ઞાન - રૂપરંખો ૧૧ જેના વડે રાગનું વિનયન થાય છે, શ્રેય તરફ ગતિ થાય છે, મૈત્રીભાવ વધે છે, જૈન શાસનમાં તેને જ જ્ઞાન કહેવામાં આવે છે. जेण चित्तं विसुज्झेज्ज, जेण चित्तं निरुज्झदि । जेण अत्ता विसुज्झेज्ज तं णाणं जिन-सासणे ॥ (પદ્દ, મૂતાવાર) ચૈતન્ય આત્માનો ગુણ છે. ચૈતન્યના વ્યાપાર (પ્રવૃત્તિ)ને ઉપયોગ કહેવામાં આવેલ છે. ઉપયોગ ચૈતન્યનું લક્ષણ છે. ઉપયોગ શુદ્ધ જ હોય છે; પરંતુ કષાયનો સંયોગ તેને અશુદ્ધ બનાવે છે. આ અશુદ્ધતા કષાયના સંયોગથી જ આવે છે. એટલા માટે આ ઉપયોગને કષાય ઉપયોગનું નામ આપવામાં આવ્યું છે. તેના વડે રાગ-દ્વેષના માધ્યમથી કર્મનો અનુબંધ થાય છે. ધ્યાન હોય કે અન્ય સજાગ પ્રવૃત્તિ, ઉપયોગની શુદ્ધતા વડે તે કર્મ-સંસ્કારોનો ક્ષય કરનારી પ્રવૃત્તિ મોક્ષમાર્ગ છે. ઉત્તરવર્તી આચાર્યોએ મોક્ષની સાથે સાંકળનારી સમસ્ત પ્રવૃત્તિને સાધના કરી છે. આગમમાં ધ્યાનના ચાર પ્રકારો સ્પષ્ટ છે. તેમાં પ્રથમ બે આર્ત અને રૌદ્ર ધ્યાન રાગ-દ્વેષમય અવસ્થા છે. ધર્મ-ધ્યાન અને શુક્લ-ધ્યાન બંને પ્રશસ્ત ધ્યાન છે. ધર્મ-ધ્યાનમાં જ અનુપ્રેક્ષા અને પ્રેક્ષા સમાઈ જાય છે. વસ્તુ અથવા વિષયના ચિંતનથી જે મન, વચન અને કાયાની એકાગ્રતા પ્રાપ્ત થાય છે, જે નિર્વિચારની સ્થિતિ આવે છે, તે પ્રારંભમાં ધર્મ-ધ્યાન અને ઉત્તરાર્ધમાં શુક્લ-ધ્યાનની અવસ્થા છે. કાયોત્સર્ગ, ભાવના, વિપશ્યના અને વિચય વગેરે પણ ધ્યાનના પ્રકારો છે. કાયોત્સર્ગ મમત્વના પરિહાર તથા ભેદવિજ્ઞાનની પ્રક્રિયા છે. તેના વડે તનાવ-મુક્તિ અને ચૈતન્યનું જાગરણ થાય છે. ભાવના વડે ચિત્તને ભાવિત કરવામાં આવે છે. ચેતના જે ઉપયોગથી ભાવિત થાય છે તેવા જ સંસ્કાર બનવા લાગે છે. ભાવના પ્રશસ્ત અને અપ્રશસ્ત – બંને પ્રકારની હોય છે. પ્રશસ્ત ભાવના ધ્યાનની સ્થિરતા અને પ્રખરતાને વધારે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની ભાવના વડે ચિત્તને ભાવિત કરવામાં આવે છે. ભાવના વિના ધ્યાનની નિરંતર સ્થિરતા બની રહેતી નથી. ભાવના અનુપ્રેક્ષા વડે ધ્યાન પુષ્ટ બનતું જાય છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા વિપશ્યના જોવાની પ્રક્રિયા છે, જેમાં આત્માને આત્મા વડે જોવામાં આવે છે. તેમાં પ્રારંભમાં સ્થૂળથી સૂક્ષ્મ તરફની યાત્રા કરવામાં આવે છે. શરીર શ્વાસ, ભાવના, વિચાર વગેરે વડે જ્ઞાતા સુધી પહોંચી જાય વિચય અર્થાત્ વિચારાત્મક ધ્યાન, સ્થૂળ દ્રવ્યથી સૂક્ષ્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેના સ્વરૂપમાં પ્રવેશ કરવાની વિધિ છે. ધ્યાનની પરંપરામાં હાસનું કારણ એ સત્ય છે કે ભગવાન મહાવીરના યુગમાં ધ્યાનની પુષ્ટ પરંપરા હતી. ભગવાને સ્વયં સુદીર્ઘ ધ્યાનસાધના વડે વિશિષ્ટ લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમના હજારો શિષ્યોમાં સેંકડો પૂર્વધરો, અવધિજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ તથા કેવળજ્ઞાનીઓ હતા. લબ્ધિધારી સાધુઓ સૂક્ષ્મ આનાપાન લબ્ધિ વડે અંતર્મુહૂર્તમાં પૂર્વોનું પ્રત્યાવર્તન કરી શક્તા હતા. ભદ્રબાહુસ્વામીએ મહાપ્રાણ ધ્યાન-સાધના નેપાળમાં કરી હતી. તે ધ્યાનનો સુવર્ણયુગ હતો, જેમાં મુનિગણ ધ્યાનની આરાધના વડે જ પોતાના જીવનને કૃતાર્થ કરતા હતા. બીજી શતાબ્દી સુધી આ ક્રમ ચાલતો રહ્યો. આચાર્ય ભદ્રબાહુ અંતિમ ચતુર્દશ-પૂર્વી હતા. તેમના વિયોગની સાથે ચતુર્દશ પૂર્વનો વિચ્છેદ થઈ ગયો. એ રીતે કેવલ્યજ્ઞાન , મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર વગેરેનો વિચ્છેદ થતો ગયો. વિચ્છેદોની આ યાદીમાં ઉત્તમ સંવનન (સુદઢ શરીરરચના) પણ સામેલ છે. ધ્યાનના અધિકારીનું ઉત્તમ સહન ન હોવું જરૂરી હતું. શરીરની દઢ સ્થિતિ વિના મનની પૂર્ણ એકાગ્રતા સધાતી નથી, એટલા માટે ધ્યાન પણ કલિકાળમાં થઈ શકતું નથી. મુનિગણ અને શ્રાવકગણનું ધ્યાન આ બાજુ પર ઓછું થતું ગયું. ધ્યાનની વિધિઓના હૃાસનું કારણ છે લગાતાર દુષ્કાળ – જેમાં જ્ઞાની, ધ્યાની અને સાધનાશીલ સાધકોનું મહાપ્રયાણ થઈ ગયું. તેમના નિધનથી ઘણી બધી વિધિઓ લુપ્ત થઈ ગઈ. પાછળ બચેલા મુનિગણ અને આચાર્યોને સંઘવિકાસ તથા તેની સુરક્ષાનું ધ્યાન રાખવું પડ્યું. તેઓ તેમાં જ જીવ રેડીને લાગી ગયા. એટલે ધ્યાન-સાધના ગૌણ બની ગઈ. ધ્યાનની અપેક્ષાએ સ્વાધ્યાય અને ગ્રંથ-પ્રણયનનો ક્રમ ચાલુ થયો. શ્રત તથા શાસ્ત્રના અભ્યાસથી Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધાન : જીવવિજ્ઞાન - રૂપરેખા તાત્ત્વિક જ્ઞાનનો કંઈક વિકાસ તો થયો; પરંતુ ધ્યાન-અભ્યાસ ઓછો થઈ ગયો. ધ્યાનની ધારા એટલી ક્ષીણ થઈ ગઈ કે ઘણાખરાં લોકો જૈન પરંપરામાં ધ્યાન છે એ વાત પણ શંકા કરવા લાગ્યા. આ શંકા અકારણ નથી. ખુદ જૈન ધર્મની આરાધના કરનારા સાધુ-સાધ્વીંગણની જીવનચર્યામાંથી આરાધના નીકળી ગઈ હતી. - ભગવાન મહાવીરથી લઈને આચાર્ય કુંદકુંદ સુધી ધ્યાનની આરાધનાનો ક્રમ બરાબર જળવાઈ રહ્યો. આચાર્ય હિરભદ્રે થોડો પુરુષાર્થ કરી જૈન સાધના અનુસાર પોતાના ગ્રંથોનું પ્રણયન કર્યું. તેમની પછી ધ્યાનની આ ધારાનો ડ્રાસ કેમ થયો તે ચિંતનીય પ્રશ્ન છે. આનંદધન, યશોવિજયજી વ્યક્તિઓ હતા, કોઈ પરંપરા નહિ. આથી તેમના પ્રયાણની સાથે ધ્યાનની તે પરંપરા આગળ વધી શકી નહિ. જૈન ધ્યાનની લુપ્ત પરંપરાને તેરાપંથ ધર્મસંઘે પુનર્જીવિત કરી, જે પ્રેક્ષાધ્યાનના નામે વિકસિત થઈ રહેલ છે. પ્રેક્ષાની અપેક્ષા શા માટે ? ૩ ૧૪ પ્રેક્ષાધ્યાનની વિધિ સરળતાથી, કોઈ ઔપચારિકતા વિના જ ગ્રહણ કરી શકાય છે. આજ મનુષ્ય જાતિ ભીષણ તનાવથી ગ્રસ્ત છે. પાછલી શતાબ્દીઓમાં એવો પ્રસંગ ભાગ્યે જ ઉપસ્થિત થયો હશે. વાહનવ્યવહારની ભીડથી ભરેલા શહેરો, જળ-વાયુના પ્રદુષણો અને ભોજનના કુપોષણથી વ્યક્તિ વ્યથિત થઈ રહેલ છે. શારીરિક દૃષ્ટિએ રુગ્ણ અને માનસિક દૃષ્ટિએ વિકસિત માણસને ક્યાંયથી રક્ષણ મળી રહ્યું નથી. વિકાસના નામે મનુષ્યને જે કંઈ મળ્યું છે તે છે વ્યસ્તતા, ચંચળતા, ચિંતા, પીડા, અવ્યવસ્થા તથા એકબીજાને ભયભીત તથા શોષિત કરવામાં ચિત્તની પ્રસન્નતા. આવા વાતાવરણમાં જ્યાં વ્યક્તિ શ્વાસ લેવામાં પણ ગૂંગળામણનો અનુભવ કરે છે, ત્યાં પ્રેક્ષા જ વ્યક્તિ માટે એક માત્ર ત્રાણ છે. આનાથી વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ, વ્યવહાર-પરિવર્તન, ભાવ-પરિષ્કાર અને ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થાય છે. પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્ત્વો અનુભૂતિ ચેતનાનું લક્ષણ છે. કર્માવરણ વડે ચેતનાનો મૂળ ગુણ ઢંકાઈ જાય છે. આ આવરણને ક્ષીણ કરવા માટે પ્રેક્ષાધ્યાનનો ઉપયોગ - Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 પ્રેક્ષાધ્યાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા કરવામાં આવે છે. ભગવાન મહાવીર પોતાના પ્રવચનમાં કહે છે “મહાન સાધક અકર્મ (ધ્યાનસ્થ) બનીને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી જાણે છે, જુએ છે.' જે જુએ છે તેના માટે કોઈ ઉપદેશ જરૂરી નથી. જોવાનું તાત્પર્ય છે પોતાના ઉપયોગમાં રહેવું. જ્યાં પ્રિયતા, અપ્રિયતા મુખ્ય બની જાય છે, ત્યાં ઉપયોગ વિશુદ્ધ રહી શકતો નથી; જે માત્ર જુએ છે, તે દૃષ્ટા છે. દષ્ટા જ્યાં સુધી દષ્ટા રહે છે ત્યાં સુધી દશ્ય પ્રતિ દૃષ્ટિ વિશુદ્ધ બની રહે છે. દષ્ટની વિશુદ્ધિ જ સમતા, તટસ્થતા અને મધ્યસ્થતા છે. આને જ પ્રેક્ષા, સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ, વીતરાગતા તથા કૈવલ્ય-પદની પ્રાપ્તિ કરી શકીએ. પ્રેક્ષાધ્યાનને એક શબ્દમાં અભિવ્યક્ત કરીએ તો તે અપ્રમાદ છે. અપ્રમાદનું તાત્પર્ય છે – વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં રહેવાની કળાને જાણનારાઓને જ મહાવીરે પંડિત કહ્યાં છે – ક્ષણે જાણાતિ પંડિએ. જીવનનો અધિકાંશ સમય અતીતની સ્મૃતિમાં વ્યતીત થાય છે. અતીતના દૂર થતાં જ ભવિષ્યની કલ્પના સતાવવા લાગે છે. સ્મૃતિ અને કલ્પનાના આ ચક્રવ્યુહમાં સુંદર વર્તમાન વ્યતીત થઈ જાય છે. પ્રેક્ષાની સમસ્ત ક્રિયાઓમાં એક જ તત્ત્વ છે કે વ્યક્તિની ચેતના રાગ-દ્વેષથી મુક્ત બની વર્તમાનમાં ઉપસ્થિત રહે. વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ “પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપ’ પુસ્તકમાં બાર તત્ત્વોની ચર્ચા કરી છે. પ્રેક્ષાધ્યાન પૂર્વે ધ્યાન-દીક્ષા આવશ્યક છે, જેને ઉપસંપદા પણ કહી શકાય. બાર તત્ત્વો નીચે પ્રમાણે છે – ૧. કાયોત્સર્ગ ૭. વર્તમાન ૨. અંતર્યાત્રા ૮. વિચારપ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા ૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા ૧૦. ભાવનો ૫. ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા દ, વેશ્યાધ્યાન ૧૨. એકાગ્રતા ૧. આયાતચખુ લોયવિપસ્સી – આચારાંગ રા૧૨૫. Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધાન : જીવનવિજ્ઞાન · રૂપરેખાં ઉપસંપદા ધ્યાન-દીક્ષા ધ્યાન આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે, તેનાથી વ્યક્તિના જીવનની દિશા રૂપાંતરિત બને છે. ધ્યાન-સાધના માટે ઉપયુક્ત ભૂમિકાનું નિર્માણ આવશ્યક છે. પ્રેક્ષાધ્યાનની પ્રક્રિયા માત્ર ધ્યાન નથી, પરંતુ જીવનના વિકાસની સર્વાંગી પ્રક્રિયા છે. પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશને માટે ઉપસંપદાનો સ્વીકાર કરવાનું આવશ્યક હોય છે. ઉપસંપદા વડે સાધનામાં સ્થિરતા તથા દઢતાનો વિકાસ થાય છે. - ઉપસંપદા પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશની ભૂમિકા ઊભી કરે છે. સાધક સૌ પ્રથમ પ્રેક્ષાધ્યાન માટે સંકલ્પ પ્રદર્શિત કરે છે ‘હું . આરાધના માટે ઉપસ્થિત થયો છું. હું માર્ગનો સ્વીકાર કરું છું. હું અંતર્દર્શનની સાધનાનો સ્વીકાર કરું છું.' - પ્રેક્ષાધ્યાન અપ્રમાદની પ્રક્રિયા છે. આથી તેને પ્રાપ્ત કરવા માટે શરીર અને ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. તેને માટે ઉપસંપદાના પાંચ તત્ત્વો ભાવક્રિયા, પ્રતિક્રિયા-વિરતિ, મૈત્રી, મૌન અને મિતાહાર આવશ્યક છે. ભાવક્રિયાનું તાત્પર્ય છે વર્તમાનમાં જીવવું, જાણી-સમજીને કરવું, અપ્રમત્ત રહેવું. ભાવ-ક્રિયાને એક શબ્દમાં સમેટી લેવા માટે ‘હોશ' શબ્દ ઉપયુક્ત છે. હોશ ધર્મ છે તથા બેહોશી અધર્મ. તનાવમાંથી મુક્તિ માટે કાયોત્સર્ગ પ્રેક્ષાધ્યાન માટે શરીરની સ્થિરતા પરમ આવશ્યક છે. શરીરની સ્થિરતા કાયગુપ્તિ, કાયોત્સર્ગ અર્થાત્ કાયિક ધ્યાન છે. કાયોત્સર્ગની મહત્તાના સંદર્ભમાં ભગવાન મહાવીર કહે છે – ‘સવ્વ-દુક્ષ્મ-વિમોક્ખણું કાઉસ્સગં.’ (ઉત્તરાધ્યયન) બધા દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ તનાવ-મુક્તિ અને ચૈતન્ય-જાગરણની અદ્ભુત પ્રક્રિયા છે. આજના બુદ્ધિજીવીઓ તેને શિથિલીકરણ (Relaxation)ના નામે ઓળખે છે. કાયોત્સર્ગ પ્રેક્ષાધ્યાનના પ્રથમ ચરણ રૂપે પ્રયોજાય છે, જેનાથી ધ્યાનમાં સ્થિરતા તથા આસન મુદ્રામાં સ્વાભાવિકતા આવે છે. કાયોત્સર્ગમાં સ્વસૂચનોના માધ્યમથી પોતાના પ્રત્યેક અંગ અને તેની માંસપેશીઓને તનાવમાંથી નિરીક્ષણ જ સમસ્ત સમસ્યાઓનું સમાધાન મુક્ત કરવામાં આવે છે. ૧૧ - Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધ્યાન: જીવવિજ્ઞાન - રૂપરેખા ઊર્જાની ઉર્ધ્વમુખતા અંતર્યાત્રા પ્રેક્ષાધ્યાનનું બીજું ચરણ અંતર્યાત્રા છે. અંતર્યાત્રા વડે નાડીતંત્રની સુદઢતા તથા પ્રાણશક્તિને ઉર્ધ્વગામી થવાનો અવસર મળે છે. કેન્દ્રિય નાડી-સંસ્થાન તથા મેરુદંડનો અંતિમ છેડો શક્તિ-કેન્દ્ર છે, જે ઊર્જા (પ્રાણ)નું મુખ્ય સ્થાન છે. અંતર્યાત્રામાં ઊર્જાને નીચેથી ઉપર – નાડી-સંસ્થાન, સુષુમ્મા-પથ, શક્તિ-કેન્દ્રથી જ્ઞાન-કેન્દ્ર (સહસ્ત્રાર) સુધી ઉર્ધ્વગામી બનાવવામાં આવે છે. જ્ઞાનવાહિની નાડીઓમાં ચિત્તનો સંચાર વડે સક્રિયતા આવે છે, જેનાથી પ્રેક્ષામાં સરળતા થવા લાગે છે. ઊર્જાના ઉદ્ઘકરણથી વૃત્તિ આધ્યાત્મિક થવા લાગે છે. પ્રાણ પણ ઈંગલા, પિંગલાથી દૂર થઈ સુષુખ્યામાં પ્રવાહિત થવા લાગે છે. શાન્તિનું સૂત્ર : શ્વાસ પ્રેક્ષા મનની શાંતિ માનવજાતિ માટે જટીલ સમસ્યા બની ગઈ છે. મનના પડોને જેમ-જેમ ખોલવાની કોશિશ કરીએ છીએ તેમ-તેમ તે અનંતની માફક અંતહીન સિદ્ધ થાય છે. મનને શાંત કરવાનો સરળ ઉપાય પૂર્વાચાર્યોએ અત્યધિક સરળતાથી સમજાવ્યો છે. મન અને શાંતિ એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. મનને શાંત કરવા માટે શ્વાસનો સંયમ આવશ્યક છે. શ્વાસપ્રેક્ષામાં શ્વાસ પર સજાગ ચિત્તની એકાગ્રતા, (ઉપયોગ વડે) વ્યાસ સંયમને પ્રગટ કરે છે, તેનાથી શ્વાસની સુદીર્ઘ અવસ્થા પણ પ્રાપ્ત થાય છે. આનાથી મનની શાંતિની સાથે-સાથે કષાયનો ઉપશમ અને ચૈતન્યનું જાગરણ થાય છે. શ્વાસ લેતી વેળાએ માત્ર શ્વાસનો જ અનુભવ કરવાથી ચિત્તની એકાગ્રતાની સાથે જ સંસ્કારોનો વિલય થવા લાગે છે. શ્વાસ પ્રત્યે સજાગ ભાવ-ક્રિયા જ શ્વાસ-પ્રેક્ષા છે. શ્વાસ-પ્રેક્ષાના અનેક પ્રયોગો છે– શ્વાસ-પ્રેક્ષા, દીર્ઘ-શ્વાસ-પ્રેક્ષ, સમવૃત્તિશ્વાસ-પ્રેક્ષા ઇત્યાદિ. આત્મા વડે આત્માને જુઓ. શરીરની સાથે આત્માનો નજીકનો સંબંધ છે. શ્વાસ-પ્રેક્ષા ધ્યાનમાં પ્રવેશને માટે પ્રવેશદ્વારનું કામ કરે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરેખાં સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા શ્વાસ-પ્રશ્વાસને પોતાના સંકલ્પ વડે અનુલોમ-વિલોમ સંચાલિત કરવાની ક્રિયા સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા કહેવાય છે. શ્વાસ-પ્રેક્ષા વડે ચૈતન્ય-કેન્દ્રો જાગૃત થાય છે. જ્યાં, જેવી રીતે, જે રૂપે શ્વાસ ચાલી રહ્યો હોય, ત્યાં તત્કાળ શ્વાસનો કુંભક કરવો તે શ્વાસ-સંયમ છે. શરીર-પ્રેક્ષા ૧૭ શરીર ચેતનાનું મંદિર છે. તેના જ માધ્યમથી તે અભિવ્યક્ત થાય છે. શરીર-પ્રેક્ષા વડે ચૈતન્ય અનાવૃત્ત થાય છે. સાધક વર્તમાન ક્ષણમાં શરીરમાં ઘટનારી સુખ-દુઃખની વેદનાને દૃષ્ટાભાવથી જુએ છે, વર્તમાન ક્ષણનું અન્વેક્ષણ કરે છે, તે અપ્રમત્ત બની જાય છે. શરીર-પ્રેક્ષા કરનાર શરીરમાં ઉત્પન્ન થતા કંપનો-પ્રકંપનોને જુએ છે. શરીરમાં ક્ષણ-પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. પ્રેક્ષા વડે તે પરિવર્તનોને રાગ-દ્વેષથી મુક્ત ભાવે જોવામાં આવે છે. શરીરમાં સુખ-દુઃખનો જે કંઈ અનુભવ થાય છે, તે પણ કંપન અને પ્રકંપન છે. સુખ-દુ:ખ પદાર્થ અથવા ઘટના સાપેક્ષ હોય છે. ધ્યાન-અવસ્થામાં ઉત્પન્ન થતા કંપન-પ્રકંપનો પ્રત્યે તટસ્થતા દર્શાવીને સાધક તેનાથી થનારી આસક્તિથી મુક્ત બની જાય છે. શરીર-પ્રેક્ષા વડે ચૈતન્યના એક-એક પ્રદેશને જાગૃત કરવામાં આવે છે. ચેતના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. જ્ઞાન-તંતુઓ અને કર્મ-તંતુઓ શરીરમાં ફેલાયેલા છે. શરીરમાં પ્રત્યેક સ્થાને સંવેદન થાય છે. સંવેદન વડે સ્વયંનો અનુભવ થાય છે અને સ્વયંનો અનુભવ જ ચેતનાનો અનુભવ છે. સંવેદન ચૈતન્યનું લક્ષણ છે. તેને જોવું તે આત્માને જોવા બરાબર છે. ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા મનુષ્ય માત્ર હાડ-માંસનું માળખું નથી, પરંતુ ભાવપ્રધાન ચેતનાયુક્ત જ્ઞાનમય શક્તિ છે. શક્તિ, જ્ઞાન, ભાવ વગેરેને અભિવ્યક્ત કરનાર મહત્ત્વપૂર્ણ સ્થાનને ચૈતન્ય-કેન્દ્ર કહેવામાં આવેલ છે. શરીરમાં ચૈતન્યનાં કેટલાંક વિશિષ્ટ કેન્દ્રો છે, જેમને શરીર-શાસ્રીઓ ગ્રંથિઓ કહે છે. ગ્રંથિઓ Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ્યાન: જીવનુંવજ્ઞાન · રૂપરેખા વાહિની-યુક્ત અને વાહિની-રહિત. વાહિની બે પ્રકારની હોય છે રહિત ગ્રંથિઓ અંતઃસ્રાવી હોય છે, તેમને એન્ડોક્રાઈન ગ્લેન્ડ્ઝ કહેવામાં આવે છે. પીનીયલ, પિચ્યુટરી, થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, થાઈમસ, એડ્રીનલ, ગોનાડ્સ અને સ્પીલિન તેમના સ્રાવો હોર્મોન કહેવાય છે. આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રવૃત્તિઓનું સંચાલન આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થનાર હોર્મોન્સ વડે થાય છે, તેમને ચૈતન્ય-કેન્દ્રો કહેવામાં આવે છે. ૧૮ - ગ્રંથિ-તંત્ર વડે આપણી વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે અને પછી વ્યવહારમાં પલટાય છે. ગ્રંથિઓમાં હોર્મોન્સ ઉત્પન્ન થઈ રક્તમાં મળે છે, પછી મસ્તિષ્ક તેમને જ અનુસરી સંચાલિત થાય છે. ધ્યાન વડે નાડી-તંત્ર તથા ગ્રંથ-તંત્રને પ્રભાવિત કરી શકાય છે, જેનાથી તેમના સ્રાવો તથા રાસાયણિક પરિવર્તનોને ઈચ્છાનુસાર નિયમિત કરી શકાય. શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા તથા લેશ્યા-ધ્યાનના માધ્યમથી ગ્રંથિઓના સ્રાવોનું રૂપાંતર કરવામાં આવે છે. પ્રેક્ષા-ધ્યાન વડે, ચૈતન્ય-કેન્દ્રોના પ્રયોગોથી, વ્યક્તિત્વ-વિકાસ, જીવનવ્યવહાર તથા ભાવ-પરિષ્કારમાં યોગદાન મળે છે. લેશ્યાધ્યાન (રંગીન ભાવધારા) લેશ્યા ચૈતન્યની રંગીન ભાવધારા છે. તેનાથી વ્યક્તિત્વની વિવિધતાની જાણ થાય છે. તેના બે પ્રકાર છે દ્રવ્ય-લેશ્યા અને ભાવ-લેશ્યા અર્થાત્ પૌદ્ગલિક-લેશ્યા અને જૈવિક-લેશ્યા. લેશ્યા પ્રાણીની ચોતરફ વ્યાપ્ત રંગીન પ્રભામંડળ છે. તેમાં ભાવોની નિર્મળતા કે મલીનતા અનુસાર કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત રંગ પલટાતા રહે છે. કષાયની પ્રગાઢતાથી ચૈતન્યના કિરણો કૃષ્ણ, નીલ વગેરે રંગોમાં પરિવર્તિત થઈ ફેલાય છે. કષાયની નિર્મળતા વડે ચૈતન્યના કિરણો શ્વેત, પીત વગેરે રંગોમાં રૂપાંતિરત થઈ પ્રભામંડળમાં ફેલાય છે. રંગોના પ્રભાવથી ભાવધારા તથા ગ્રંથિતંત્રના સ્રાવોમાં પરિવર્તન થતું રહે છે, જેના વડે વ્યક્તિના ભાવક્રમ, આદતો અને વ્યવહાર પર અસર પડે છે. લેશ્યા-ધ્યાનથી વ્યક્તિના વ્યવહાર, ચર્યા અને ભાવોનો પરિષ્કાર થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાધ્યાન : જીવવિજ્ઞાન · રૂપરેખા . ૧૯ તેજોલેશ્યા ધ્યાન વડે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. તેજોલેશ્યાનો રંગ લાલ સૂરજ જેવો છે. તેનાથી આગળ પદ્મ-લેશ્યામાં પીળો રંગ અને અંતે શુક્લ-લેશ્યા વડે શ્વેત રંગની સ્થિતિ બની રહે છે. આ રંગો ચેતનાના વિકાસ અને કષાયની મંદતાના ઘોતક છે. કષાયની મંદતા વડે ચૈતન્ય વિશુદ્ધતમ બનીને વીતરાગ-યાત્રા માટે તત્પર બની જાય છે. પ્રેક્ષાના વિવિધ આયામો વિચાર-પ્રેક્ષા, વિચારો પ્રત્યે જાગરુક બનવું તે છે. વિચારો નિરંતર ગતિશીલ રહે છે. પોતાના ચિત્તને આપણે જેવું કેન્દ્રિત કરીએ છીએ કે વિચારોની સુદીર્ઘ શ્રૃંખલા તેજીથી ગતિમાન થવા લાગે છે. પ્રેક્ષાને જોવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે વિચારોની શ્રૃંખલામાં અંતરાલ આવવા લાગે છે. જેમ-જેમ અંતરાલની પ્રેક્ષા કરીએ છીએ તેમ-તેમ વિચારોની શ્રૃંખલા વિલીન થતી જાય છે, માત્ર શુદ્ઘ ઉપયોગ બાકી રહી જાય છે. ચેતનાનો ઉપયોગ વર્તમાનમાં જોડાતાં જ વિચાર સ્વયં વિલીન થઈ જાય છે. વિચાર, સ્મૃતિ અને કલ્પનાની પાંખો પર સવાર થઈ નિરંતર ગતિશીલ રહે છે. તેની ગતિશીલતા કષાય વડે રાગ-દ્વેષમાં પરિણિત થઈ જાય છે. તેનાથી કર્મનો અનુબંધ થતો રહે છે. અર્હત્ તથાગત અતીત અને ભવિષ્યમાં જીવતા નથી. કલ્પનાને છોડનાર મહર્ષિ વર્તમાનના અનુપશ્યી બનીને કર્મશરીરનું શોષણ કરી નાખે છે. જયારે ચિત્ત વર્તમાનમાં જાગૃત રહે છે, ત્યારે સ્મૃતિ અને કલ્પનાઓ સતાવતી નથી, ત્યારે વ્યક્તિ વર્તમાનમાં નિરત રહે છે. ક્યારેક જાગરુકતા આવે છે અને ક્યારેક ઈન્દ્રિય-૨સમાં આકર્ષિત થઈ તે પ્રમાદમાં પ્રવૃત્ત થઈ જાય છે. ચિત્તની આ ચંચળ સ્થિતિ છે, જે ફરી-ફરી ઉત્પન્ન થાય છે. ચિત્તની આ નિર્બળ સ્થિતિને સંકલ્પબળ વડે કેન્દ્રિત કરી જાગરુક અવસ્થા પામી શકાય છે. આને સંકલ્પશક્તિ કહે છે. ચિત્ત રાગ-દ્વેષ તથા વિભિન્ન ઈન્દ્રિય-રસો વડે એટલું ભાવિત બની ગયું હોય છે કે જાણ્યે-અજાણ્યે વત્તિઓમાં રાગ-દ્વેષ અને ઈન્દ્રિય-ચપળતા www.janelibrary.org Page #21 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધ્યાન : જીવનવિજ્ઞાન - રૂપરંખા નિરંતર બની રહે છે. આનું કારણ એ નથી કે ઈન્દ્રિયો ચંચળ હોય છે અથવા મન ચંચળ હોય છે. પરંતુ ઈન્દ્રિય, મન અને ચિત્ત એવી રીતે ભાવિત બની ગયા હોય છે કે તેમની દૃષ્ટિ બહિર્મુખી બની ગઈ હોય છે. બહિર્મુખી વૃત્તિને આંતરમુખી બનાવવા માટે પ્રેક્ષાની સજાગ દૃષ્ટિની પછી ભાવના અને અનુપ્રેક્ષા વડે ચિત્તને ભાવિત કરવું આવશ્યક બને છે. ધ્યાનની સ્થિરતા માટે પ્રેક્ષાની સાથે-સાથે જ ભાવના અને અનુપ્રેક્ષાનો ફરી-ફરી અભ્યાસ આવશ્યક છે. શુદ્ધ ઉપયોગ અને કેવળ પ્રેક્ષામાં નિરંતર રહી શકાતું નથી. એટલા માટે પ્રેક્ષાની સાથે-સાથે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રેક્ષા વડે સત્યનો સાક્ષાત્કાર કરી ભાવના કે અનુપ્રેક્ષા વડે તેને પુષ્ટ કરવો જરૂરી છે. ભાવના અને અનુપ્રેક્ષા વડે ભાવિત ચિત્તનો પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશ શીઘ્ર થઈ જાય છે. ભાવના અને અનુપ્રેક્ષા વડે એકાગ્રતાનો વિકાસ સરળતાથી થઈ જાય છે. કોઈ એક વિષયમાં પોતાની ચેતનાને કેન્દ્રીભૂત કરવી તે એકાગ્રતા છે. એકાગ્રતા વિના કોઈની અનંત સંભાવનાઓ છતાં એક પણ બીજ અંકુરિત થઈ શકતું નથી. એકાગ્રતા ત્યારે સાધી શકાય છે જ્યારે નિરંતર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રેક્ષાના બધા આયામો અથવા પ્રયોગોને સંક્ષેપમાં કહીએ તો રાગ-દ્વેષ રહિત વર્તમાન ક્ષણને સજાગતાથી જીવી લેવી એમ કહી શકાશે. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય પ્રેક્ષા સ્વયંના વિકાસની પ્રક્રિયા છે. તેનાથી ચિત્તની નિર્મળતા વધે છે. કષાય ઉપશાંત થાય છે, શાંતિ અને આનંદ ઉપલબ્ધ થાય છે. ચૈતન્ય પર કષાયનું આવરણ ચડેલું છે. કષાયના આ આવરણથી સંકલ્પવિકલ્પના વિક્ષેપો આવતા રહે છે. વિક્ષેપોથી ચિત્તની ચંચળતા વધે છે, ચંચળતાથી રાગ-દ્વેષ અને ફરી કષાય આ વર્તુળ ચાલતું રહે છે. તેનાથી મલિનતા આવે છે. નિર્મળતા જ પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે. જ્યારે નિર્મળતા વધે છે ત્યારે શાંતિનો અનુભવ સ્વતઃ થવા લાગે છે. જ્ઞાન, શ્રદ્ધા, શક્તિ, આનંદ ચેતનાના મૂળ ગુણો છે. મૌલિક ગુણોનું પ્રગટીકરણ અથવા પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે. ૨૦ - * Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨. જીવન-વિજ્ઞાન પેલા ધ્યાન એકાંતમાં નિવાસ કરનારા સંતો, સાધકો અથવા વિરક્ત જીવન જીવનારાઓ માટે જ નથી. પ્રેક્ષાધ્યાન એક યોગી માટે અનિવાર્ય છે તો એક ગૃહસ્થ માટે પણ આવશ્યક છે. પ્રેક્ષાધ્યાન જીવવાની કળા છે, જીવનનું વિજ્ઞાન છે. બાળકથી માંડી સંપૂર્ણ સમાજને જીવન-વિજ્ઞાનની આ પ્રવિધિમાંથી પસાર કરાવવાનું કલ્યાણકારી છે. જીવન-વિજ્ઞાનને જીવનના વ્યવહારમાં ઉતારીને જ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાથ્યની પ્રાપ્તિ કરી શકાય છે. જીવન-વિજ્ઞાન ભાવ-પરિષ્કાર, વ્યવહાર-પરિવર્તન તથા વ્યક્તિત્વના સર્વાગીણ વિકાસની સંપૂર્ણ પ્રવિધિ છે. તેનું લક્ષ્ય છે – એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ વ્યક્તિનું નિર્માણ. તેનાં સાધનો છે – યૌગિક ક્રિયા, યોગાસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ, ધ્યાન, ભાવના-યોગ તથા સ્વાધ્યાય. યૌગિક ક્રિયા (વ્યાયામ) વડે પગથી માથા સુધીના બધા અવયવો, અંગો તેમ જ સંધિ સ્થાનોનો વિકાસ થાય છે. યોગાસન વડે આંતરિક અવયવોની ક્રિયાનું સંતુલન અને નિયંત્રણ થાય છે. પ્રાણાયામ વડે શ્વાસનું દીર્ધીકરણ, સંતુલન, સંયમ અને સમ્યક્ ક્રિયાન્વય દ્વારા પ્રાણ-શક્તિ, સંકલ્પ-શક્તિ તથા ઈચ્છાશક્તિને પ્રખર બનાવવામાં આવે છે. આનાથી સ્વતઃ સંચાલિત સ્નાયુતંત્રનું નિયંત્રણ થવા લાગે છે. કાયોત્સર્ગ પૂર્ણ જાગરુક રહેતાં-રહેતાં અનાસક્તિની સાથે ગહન શિથિલીકરણનો અભ્યાસ છે. ધ્યાન સ્વયં દ્વારા સ્વયંના અવલોકનની કળા છે. અવચેતન મનના રહસ્યોના ઉદ્ધાટનની પ્રક્રિયા છે. દમિત, કુંઠિત વૃત્તિઓના પરિશોધનનો સચોટ ઉપાય છે. ધ્યાન અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્રને સક્રિય, નિયંત્રિત કરીને વૃત્તિઓ, ભાવનાઓ તેમ જ સંવેગોનો પરિષ્કાર કરે છે. ધ્યાન ભાવના-યોગ, સંકલ્પ-શક્તિ, ઈચ્છા-શક્તિ, ધ્વનિ-પ્રયોગ વગેરેના માધ્યમથી કરવામાં આવતો પુનઃ પુનઃ અભ્યાસ છે. સ્વાધ્યાય અનુભવપૂર્ણ સંબોધ વડે પોતાના અસ્તિત્વની યાત્રા છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાથાન: જીવવિજ્ઞાન - રૂપરેખા શ્રેષ્ઠ ગ્રંથ તેમ જ વિચારોનું પરિશીલન સ્વાધ્યાય છે. પ્રેક્ષાના પ્રયોગો અને પોલીસ પોલીસ અને જીવન-વિજ્ઞાન – પોલિસ રાજયવ્યવસ્થા તેમ જ જનસુરક્ષાનું અંગ છે. સરકારના સુયશ અને અપયશમાં પોલીસની પ્રવૃત્તિઓનું મહત્ત્વપૂર્ણ પ્રદાન હોય છે. જનતંત્રમાં પોલીસનું ઉત્તરદાયિત્વ મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેણે જનતાને પ્રેમ, સૌહાર્દ વડે સમજીને કાયદો અને વ્યવસ્થાનું અનુપાલન કરવાનું હોય છે. શક્તિ અને સત્તાના બળે જનતા પર શાસન કરી તેને સંચાલિત કરવાનું સરળ છે, પરંતુ સૌહાર્દ અને હૃદયપરિવર્તન વડે શાસિત કરવાનું કઠણ છે. જનતંત્રના કેટલાક વિશેષ અધિકારો જેવા કે હડતાળ, બંધ, ઘેરાવ અને ચક્કાજામની નીતિથી જનજીવનમાં અવ્યવસ્થા, અસુરક્ષા અને ભય ફેલાવા લાગે છે. પોલીસે પણ આ બધી મુસીબતોને દૂર કરવાની વ્યવસ્થા કરવાની હોય છે, તેમ કરતાં અનુશાસન વ્યવસ્થાને માટે દંડ અને દમનના કારણે કઠોરતા આવી જાય છે. તેમનું માનસ પણ આનાથી વિક્ષિપ્ત ઉજિત અને પ્રતાડિત બની જાય છે, જેથી તેઓ શારીરિક દૃષ્ટિએ રોગી, માનસિક દષ્ટિએ અસંતુલિત અને ભાવાત્મક આવેગોથી પ્રભાવિત થઈ જાય છે. પોલીસના વ્યવહાર, વ્યક્તિત્વ તથા ભાવોને કેવી રીતે પરિસ્કૃત કરી શકાય આ પ્રશ્ન પર આચાર્યશ્રી તુલસીના ઉત્તરાધિકારી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી સાથે વિચાર-વિમર્શ થયો. પોલીસ એકેડમી (જયપુર)ના આઈ.જી.પી. શ્રી ગુપ્તાએ પોલીસ કર્મચારીની શિબિર રાખવાનો અને તેમની વિધિવત શારીરિક અને માનસિક તપાસ કરવાનો નિર્ણય કર્યો. બે સપ્તાહના આ શિબિરમાં લગભગ ૨૦૦ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો. તપાસ તથા પરીક્ષણ રાજસ્થાન વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક ચિકિત્સા મહાવિદ્યાલયના પ્રોફેસર, રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ સંસ્થાન, નવી દિલ્હી તથા અન્ય સંસ્થાઓના વિશેષજ્ઞોના માર્ગદર્શનમાં રાખવામાં આવ્યાં. જેનું પરિણામ ધારણા કરતાં પણ વધુ સારું રહ્યું. ૬૦ ટકાથી વધુ વ્યક્તિઓમાં શારીરિક, માનસિક અને ભાવાત્મક પરિવર્તન જોવા મળ્યું. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રમાણ તો વ્યક્તિનું પોતાનું Page #24 -------------------------------------------------------------------------- ________________ મંગાવ્યાન : જીવવિજ્ઞાન - રૂપરંખો અંતઃકરણ હોય છે. પ્રશિક્ષણ આપતી વેળાએ તેમ જ પરસ્પર ચર્ચા, વાતચીત તથા તેમના વ્યક્તિગત અનુભવોના આધારે કહી શકાય કે પોલીસના વ્યવહાર તેમ જ ભાવનાઓના પરિષ્કારને માટે પ્રેક્ષાધ્યાનના પ્રયોગો આવશ્યક છે. શિક્ષણમાં જીવન-વિજ્ઞાન આવશ્યક શિક્ષણથી જીવન પ્રશિક્ષિત થાય છે. ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં અન્ય કળાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું તેની સાથે-સાથે જ જીવન કેવી રીતે જીવવું તેનું પ્રશિક્ષણ પણ આપવામાં આવતું હતું. આનું જ પરિણામ હતું કે સમાજમાં એકથી એક ચડિયાતી વિભૂતિઓ પેદા થઈ. સમાજમાં વ્યવસ્થા, અનુશાસન અને ચિરત્રની પ્રધાનતા રહી. આધુનિક શિક્ષણમાં આજીવિકાની પ્રધાનતા છે. શિક્ષણ સંસ્થાઓમાં બાળકને વાણિજ્ય, કૃષિ, શરીર-વિજ્ઞાન, જીવ-વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત વગેરેનું શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ જીવન-વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું નથી. પ્રશિક્ષણ વિના ચરિત્રનિષ્ઠ, સંસ્કારી તથા નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સમાજમાં કેવી રીતે આવશે ? ગણાધિપતિ શ્રી તુલસીનું એ કથન યથાર્થ જ છે કે આધુનિક શિક્ષણ-પદ્ધતિ ખરાબ નથી, શરત એ કે તેમાં જીવન-વિજ્ઞાન અથવા તો જીવન જીવવાની કળાનો સમાવેશ કરવામાં આવે. શિક્ષણ-જગતમાં સંતશ્રી તુલસીનું આ ચિંતન નવીન છે કે શિક્ષણનીતિની આલોચનાને બદલે રચનાત્મક જીવન-વિજ્ઞાનને તેની સાથે જોડવામાં આવે. આનાથી તેના દોષો આપમેળે જ સમાપ્ત થઈ જશે અને બાળક, પરિવાર તથા સમાજના સર્વાંગી વિકાસની સંભાવનાઓ પેદા થશે. બાળકના વિકાસ અને ચરિત્ર-નિર્માણની દૃષ્ટિએ રાજસ્થાન શિક્ષણ વિભાગે જીવન-વિજ્ઞાન પરિયોજનાઓ જિલ્લાઓની પસંદગીની શાળાઓમાં શરૂ કરી છે. તેનું પરિણામ સુખદ આવી રહ્યું છે. બાળકોમાં અનુશાસન અને ચિરત્રનું નિર્માણ થઈ રહ્યું છે. જીવન-વિજ્ઞાનનો ધોરણ ૧થી લઈ ૧૨ સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તદનુસાર પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરાવવામાં આવ્યા છે, જે જુદી-જુદી સ્કૂલોમાં ચાલી રહ્યાં છે. 23 Page #25 -------------------------------------------------------------------------- ________________ કક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા મધ્યપ્રદેશમાં પણ જીવન-વિજ્ઞાનના શિક્ષણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તે જ રીતે ગુજરાતમાં પણ જીવન-વિજ્ઞાન શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તથા તેમના અંતેવાસીઓનો પ્રયત્ન ચાલુ છે. પ્રેક્ષા અને રાષ્ટ્રીય ચરિત્ર પ્રેક્ષા વ્યક્તિને એવી દષ્ટિ પ્રદાન કરે છે કે જેનાથી તે પોતાના જીવન-વિકાસના ઉપક્રમને પૂરો કરી શકે. પ્રેક્ષામાં મુખ્ય તત્ત્વો છે – આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ અને ધ્યાન. આસન-પ્રાણાયામ વડે વ્યક્તિના સ્વાથ્યમાં સુધારો થાય છે, તેનામાં પ્રચંડ શક્તિ વિકસિત થવા લાગે છે. કાયોત્સર્ગ વડે તનાવમાંથી મુક્તિ અને ચેતનાની જાગૃતિ પ્રાપ્ત થાય છે. પ્રેક્ષાધ્યાન વડે સ્વયંનો બોધ અને પવિત્રતાની ઉપલબ્ધિ થાય છે. વ્યક્તિ અને સમાજ જુદા નથી. વ્યક્તિના સ્વાસ્થ, શાંતિ અને પવિત્રતા વડે સમાજ પોતે સ્વસ્થ, શાંત અને પવિત્ર બની જાય છે. આજ રાષ્ટ્રીય ચરિત્રની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આચારસંહિતામાં રાષ્ટ્રના ચરિત્રની વાતની પહેલાં વ્યક્તિના ચરિત્રનું નિર્માણ આવશ્યક છે. ચરિત્ર-નિર્માણ માટે પ્રેક્ષા સંજીવની છે. પ્રેક્ષા અને અણુવ્રત પ્રેક્ષા વડે જયારે વસ્તુ-સત્યનો સાક્ષાત્કાર થઈ જાય છે, ત્યારે અણુવ્રત સ્વયં જીવન-વ્યવહારમાં ઉતરી આવે છે. અણુવ્રતના સંકલ્પો પ્રેક્ષાની ભૂમિ પર જ ફલિત થઈ શકે છે કેમ કે સારી જમીન અને પાણી વિના બીજ ફળતાં નથી. અણુવ્રત વડે પ્રેક્ષા તુષ્ટ બને છે, તથા પ્રેક્ષા વડે અણુવ્રત પૂર્ણ બને છે. પ્રેક્ષાની ભૂમિકા વિના ગ્રહણ કરાયેલું વ્રત પૂર્ણતા પ્રાપ્ત કરતું નથી. પ્રેક્ષા વડે યથાર્થનો સાક્ષાત્કાર થાય છે, સંકલ્પની યોગ્યતા પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનની પછી જ વ્રત-સંવર થાય છે. આકાંક્ષાનો નિરોધ ત્યાં સુધી થઈ શકતો નથી જયાં સુધી વ્યક્તિ સત્યને જાણી લેતી નથી. Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરખો પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ ક્યાં અને કેવી રીતે ? પ્રેક્ષાધ્યાનના પ્રશિક્ષણ માટે અત્યારે મુખ્ય રૂપે ચાર કેન્દ્રો છે ૧. તુલસી અધ્યાત્મ નીડમ, જૈન વિશ્વ ભારતી, લાડનું (રાજ.), ૨. અધ્યાત્મ સાધના-કેન્દ્ર, છત્તરપુર, મહેરોલી (કુતુબમિનારની નજીક) દિલ્હી, ૩. તુલસી સાધના-શિખર, રાજસમંદ, (રાજ.), ૪. પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા, અમદાવાદ-ગાંધીનગર માર્ગ પર (ગુજ.). નીડમમાં પ્રતિદિન વર્ગો ચાલે છે, તે ઉપરાંત અહીં પ્રેક્ષા-પ્રશિક્ષક પણ રહે છે. તેમના માર્ગદર્શન નીચે પ્રેક્ષા સાધનાનો અભ્યાસ કરી શકાય છે. ત્યાં સાધનાને અનુકૂળ બધી વ્યવસ્થા છે. અધ્યાત્મ-સાધના-કેન્દ્ર, મેહરોલી (દિલ્હી) પણ પ્રેક્ષાસાધનાના અભ્યાસને માટે યોગ્ય સ્થાન છે. રાજસ્થાન અને ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પ્રયોગો અને પ્રશિક્ષણ ચાલી રહ્યાં છે. આ ઉપરાંત આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના માર્ગદર્શન તળે પ્રેક્ષાધ્યાનનો અભ્યાસ કરી શકાય છે. તેમના સાન્નિધ્યમાં સમયે-સમયે પ્રેક્ષાધ્યાન-શિબિરોનું સમાયોજન પ્રત્યેક બે મહિનાના અંતરે થતું રહે છે. આની સંપૂર્ણ જાણકારી પ્રેક્ષાધ્યાન-પત્રિકા અથવા તુલસી અધ્યાત્મ નીડમ, કેન્દ્રીય કાર્યાલયમાંથી પ્રાપ્ત થઈ શકે છે. * રપ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩. ગુજરાતમાં જીવનવિજ્ઞાન જીવન-વિજ્ઞાન શિક્ષણનો અભિનવ પ્રયોગ છે. શિક્ષણ વ્યક્તિના વ્યક્તિત્વને ઓપ આપે છે. વ્યક્તિના સર્વાગી વિકાસ માટે જીવન-વિજ્ઞાન મહત્ત્વપૂર્ણ ભૂમિકાનું નિર્માણ કરે છે. જીવન-વિજ્ઞાને સમસ્યાઓનું સમાધાન જ નથી ખોળ્યું, પરંતુ પ્રયોગાત્મક પ્રક્રિયા પ્રસ્તુત કરીને શિક્ષણજગતને નવી દષ્ટિ પણ પ્રદાન કરી છે. શિક્ષણજગતે સ્વીકાર્યું છે કે આજીવિકાની સાથે જીવન-વિજ્ઞાન જરૂરી છે. ગુજરાતમાં જીવન-વિજ્ઞાન યોગ’ : ગુરુદેવ શ્રી તુલસીની ગુજરાતયાત્રા: ૨૦મી સદીના નવમા શતકમાં ગુજરાતમાં જીવન-વિજ્ઞાન યોગના શિક્ષણનો પ્રારંભ થયો. ગુજરાત વિશ્વવિદ્યાલયમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સાન્નિધ્યમાં મુનિશ્રી કિશનલાલ, મુનિશ્રી મહેન્દ્રકુમારના નિર્દેશનમાં વિદ્યાર્થીઓના શિબિરનું આયોજન કરવામાં આવ્યું. પ્રેક્ષાધ્યાન તથા જીવન-વિજ્ઞાનના વિષયમાં વિશેષ વકતવ્ય આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આપતા. ગુજરાત વિશ્વવિદ્યાલયનો આ શિબિર શિક્ષણજગત માટે એક આકર્ષક સીમાચિહ્ન બની ગયો. પ્રા. ચીનુભાઈ નાયક તથા શ્રી શુભકરણ સુરાણાએ આ કાર્યક્રમમાં વિશેષ ભાગ ભજવ્યો. આ સફળ શિબિર ગુજરાતમાં જીવનવિજ્ઞાન યોગના શિક્ષણ માટેની પાયાની શિબિર બની ગઈ. આ પછી અમદાવાદમાં પ્રવાસ કરનારા સાધુ-સાધ્વીઓ શિક્ષણજગત સાથે સ્વલ્પઅધિક સંકળાયેલા રહ્યા. સાધ્વી યશોધરાજીના સાન્નિધ્યમાં વિદ્યાલયોમાં શ્રીમતી કાન્તાબેન સુરાણાએ જીવન-વિજ્ઞાનયોગના વર્ગોનું સંચાલન કર્યું. ત્યાર પછી સમણો અને સમણીઓના ગ્રુપે ગુજરાતના વિદ્યાલયોમાં પરિશ્રમપૂર્વક કાર્ય કર્યું. શ્રી ભણસાલી ટ્રસ્ટ દ્વારા રાધનપુર વગેરે ક્ષેત્રોમાં જીવન-વિજ્ઞાનના કાર્યને આગળ વધારવામાં મનોયોગપૂર્વક સહકાર મળ્યો. દક્ષિણ ગુજરાતમાં સુરત વગેરે સ્થળે આ કાર્યોના નિયોજનમાં શ્રી રમણભાઈ પટેલ તથા શ્રી પ્યારેલાલ મહેતાએ પોતાના શ્રમ અને શક્તિનો હૃદયપૂર્વક ઉપયોગ કર્યો. મુનિશ્રી સુમેરમલજી ‘લાડનું ના સાન્નિધ્યમાં રાજકોટમાં અણુવ્રતશિક્ષક સંસદ પશ્ચિમચલના માધ્યમથી અધ્યાપકોના બૃહદ્ શિબિરનું આયોજન થયું. અમદાવાદ પ્રવાસ કરનારા બધા સાધુ-સાધ્વીઓએ શિક્ષણજગતમાં Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રતાધ્યાન : જીવનવિજ્ઞાન - રૂપરંખો કંઈ ને કંઈ ફાળો આપ્યો છે. આ કાર્યમાં મુનિ લોકપ્રકાશ ‘લોકેશે’ સરકારી તંત્રને પ્રભાવિત કરી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીના સાન્નિધ્યમાં જૈન વિશ્વ ભારતીમાં શિક્ષણ અધિકારીઓની સમિતિની બેઠક કરી જીવનવિજ્ઞાન યોગની મહત્ત્વપૂર્ણ યોજના બનાવી, જેમાં શ્રી એ. એન. નાગોરી, સંયુક્ત શિક્ષણ સચિવ, પ્રાથમિક શાળાના નિર્દેશક શ્રી આર. પી. ચૌધરી, જે.સી.ઈ.આર.ટી.શ્રી પી. વી. પટેલ – ત્રણ વ્યક્તિઓનું એક પ્રતિનિધિમંડળ આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની નિશ્રામાં જૈન વિશ્વભારતી માન્ય વિશ્વવિદ્યાલય, લાડનૂં ગયેલ. આચાર્ય પ્રવર સાથે વિસ્તૃત વાર્તાલાપ કરી ગુજરાતમાં જીવન-વિજ્ઞાન અકાદમીને આગળ વધારવા સમિતિએ રિપોર્ટ કરી જીવનવિજ્ઞાન યોગના ઉપક્રમને આગળ વધાર્યો. ૨૩ ગત વર્ષ જીવનવિજ્ઞાનના પ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની પાસે લાડનૂં જઈને ગુજરાતના રાજ્યપાલશ્રી સુંદરસિંહજી ભંડારી, વિધાનસભાના અધ્યક્ષશ્રી ધીરુભાઈ શાહ અને ગુજરાતના શિક્ષણપ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલે જીવનવિજ્ઞાનની સમજણ મેળવી હતી અને જીવનવિજ્ઞાનના પ્રયોગોનો પોતે જ અનુભવ લીધો હતો. ગુજરાતમાં આ વર્ષે જીવનવિજ્ઞાનનો અભ્યાસક્રમ શરૂ થયેલ છે અને ધો.૪ થી ૭ સુધી આ વર્ષે જીવનવિજ્ઞાન અભ્યાસક્રમનું એક અંગ બની ગયેલ છે. પ્રેક્ષા વિશ્વભારતી કોબામાં ત્રણ દિવસનો જીવન-વિજ્ઞાન યોગનો શિબિર યોજાઈ ગયો. જેનું ઉદ્ઘાટન ગુજરાતના શિક્ષણમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ દ્વારા થયું. ગુજરાતના શિક્ષણમંત્રી, શિક્ષણ અધિકારીઓ તથા વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ વ્યક્તિઓએ આ શિબિર દ્વારા શાળાઓમાં જીવન-વિજ્ઞાનના શિક્ષણનું મહત્ત્વ સ્વીકાર્યું. પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓને પ્રાથમિક શિક્ષણ દરમિયાન જીવન-વિજ્ઞાનનું શિક્ષણ આપવાનો નિર્ણય લેવાયો. આ સમસ્ત કાર્ય સાકાર કરવામાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ જીવનવિજ્ઞાન પ્રભારી, પ્રેક્ષાધ્યાન પ્રાધ્યાપક મુનિશ્રી કિશનલાલજીને અમદાવાદ ચાતુર્માસ કરવા નિર્દેશ કર્યો. પ્રેક્ષાપ્રાધ્યાપક મુનિશ્રી કિશનલાલજીએ પ્રેક્ષા વિશ્વભારતી, કોબામાં ૧૪ મે, ૨૦૦૧માં પ્રવેશ કરતાં જ જી.સી.ઈ.આર.ટી. અને ગુજરાત જીવન-વિજ્ઞાન એકાદમી દ્વારા આયોજીત જીવન-વિજ્ઞાન યોગ શિબિરનો પ્રારંભ કર્યો. એ જ રીતે ગાંધીનગર, ઈડર, પાલનપુર, સુરત, પટલાદ, Page #29 -------------------------------------------------------------------------- ________________ કલાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા ભરુચ વગેરે જિલ્લાઓના લગભગ ૧,૫૦૦ શિક્ષણ-શિક્ષિકાઓએ પ્રશિક્ષણમાં ભાગ લીધો. આ પંદરસો વ્યક્તિઓ પોતાની આસપાસની ૧૦-૧૦ શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને પ્રશિક્ષણ આપશે. આનાથી ગુજરાતનો અર્ધો ભાગ જીવન-વિજ્ઞાનના કાર્યક્રમ હેઠળ આવરી લેવાશે. આ વાવથી લઈ સુરત સુધીનું સમગ્ર ક્ષેત્ર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીની યાત્રાનું ક્ષેત્ર થવાનું છે. * * Page #30 -------------------------------------------------------------------------- ________________ ૪. પ્રેક્ષાધ્યાનનો પ્રભાવ પ્રેક્ષાધ્યાન-શિબિરોમાં વ્યક્તિગત રૂપે હજારો વ્યક્તિઓએ પ્રેક્ષાનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. આ અભ્યાસ કરેલા અનેક વ્યક્તિઓના લિખિત અનુભવોથી એ હવે સ્પષ્ટ થયું છે કે આનાથી શારીરિક, માનસિક શાંતિની સાથેસાથે જ આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. રોગ ઉપશાંત થઈને માનસિક વિક્ષેપ પણ કમ થઈ જાય છે. આના સંસ્મરણો પ્રેક્ષાધ્યાન-પત્રિકામાં વિસ્તારપૂર્વક પ્રકાશિત થતાં રહે છે. અહીં નમૂના રૂપે કેટલાક પત્રો પ્રસ્તુત છે. બીદાસરના શ્રી સંતોષચંદ્ર શેઠિયા લખે છે – કાયોત્સર્ગથી મને ખૂબ લાભ થયો છે. શરીર હલકું થયું તથા ફૂર્તિ આવી. ધ્યાનમાં સારો રસ પડ્યો અને પ્રગતિ થઈ.” સહકારી સમિતિ, મંડી ડબવાલીના સહાયક રજિસ્ટ્રાર શ્રી મેવાસિંગ લખે છે – પ્રેક્ષા ધ્યાન શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસનું સાધન છે. શિબિરમાં ભાગ લેવાથી અનુભવ થયો કે આજ સુધીનું જીવન પશુનું જીવન હતું. માત્ર ધનોપાર્જન જ જીવનનો એકમાત્ર ઉદ્દેશ હતો. ક્રોધ, લોભ, મોહ, માયાને ભગવાનની દેન સમજતો હતો. શિબિરમાં આના નિરાકરણનો માર્ગ મળ્યો છે.” ડો. જોધરાજ દૂગડ લખે છે – સાયટિકા વ્યાધિ વડે ભયંકર રૂપે પીડિત હતો. પ્રેક્ષાધ્યાન વડે સંપૂર્ણ આરોગ્ય મેળવી લીધું છે.” મહારાષ્ટ્રના વિશ્વનાથ પાટીલ લખે છે – “તુલસી અધ્યાત્મ નીડમમાં પુરુષો તથા મહિલાઓને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ટ્રેનીંગ આપવામાં આવે છે. વિશ્વસેવા, શાંતિને માટે સૈનિકો તૈયાર કરવામાં આવે છે.” દિલ્હીના શ્રી સદાસુખ કોઠારી લખે છે – Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા પ્રેક્ષાધ્યાન અજ્ઞાત રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. કાયોત્સર્ગ પ્રતિમાધ્યાનમાં રત રહેવાનું અમોઘ સાધન છે. લાભ અને અનુભવ ઘણો થયો છે, જેની અભિવ્યક્તિ શબ્દોમાં સંભવિત નથી.” “પ્રેક્ષાધ્યાન-શિબિરો અને વર્ગોમાં હજારો-હજારો લોકોએ ભાગ લીધો. પ્રેક્ષાધ્યાન વડે જીવન-વ્યવહારમાં પરિવર્તન આવે છે, જે શારીરિક સ્વાથ્ય તથા આધ્યાત્મિક જીવનના વિકાસનો આધાર બને છે. પ્રેક્ષાધ્યાન વડે જીવનમાં સાત્ત્વિક્તા, સરળતા, સૌહાર્દ અને પવિત્રતા વધે છે. એક વાક્યમાં પ્રેક્ષાધ્યાનના પરિણામને દર્શાવવામાં આવે તો – “આનાથી વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય છે.” સેંકડો-હજારો વ્યક્તિઓનો અનુભવ એવો છે કે પ્રેક્ષાધ્યાનના પ્રયોગથી વ્યક્તિનું જીવન રૂપાંતરિત થાય છે. આની સાબિતીઓ તુલસી અધ્યાત્મ નીડમમાં સુરક્ષિત છે. લાભાન્વિતોના હસ્તાક્ષરયુક્ત સંસ્મરણો પ્રેક્ષાધ્યાનમાસિક-પત્રિકામાં “અનુભવ કે સ્વર' કૉલમમાં પ્રકાશિત થતા રહે છે. - અમદાવાદ (ગુજરાત)ના (વ.) કાન્તાબેન સુરાણાએ લખ્યું છે – પ્રેક્ષાધ્યાન-શિબિરોમાં મેં જીવન જીવવાની કળા મેળવી છે. શિબિરમાં ભાગ લેતા પહેલાં હું અસ્વસ્થ હતી, પ્રતિદિન દવાની વીસ ગોળીઓ લેતી હતી. હવે સવા વર્ષથી દવા લેવાની બિલકુલ બંધ કરી દીધી - શ્રીમતી કાંતાબેને આ પછીનું સમગ્ર જીવન જાણે કે પ્રેક્ષાધ્યાનને જ સમર્પિત કરી દીધું. તેમણે પોતાના ઘરને જ પ્રેક્ષા-સાધનાનું અને પ્રેક્ષા-વર્ગોનું કેન્દ્ર બનાવી દીધું. તેમના દ્વારા પ્રેક્ષાનું શિક્ષણ મેળવનાર અનેક લાભાર્થીઓએ તેમને લખેલા સેંકડો પત્રો એ વાતનો પુરાવો છે કે પ્રેક્ષાએ અનેક હતાશ લોકોને જીવવાનું બળ પૂરું પાડ્યું હતું, અનેક રોગીઓના નાના-મોટા રોગોમાં રાહત આપી હતી અને કેટલાકના તો રોગોને પણ જડમૂળથી મટાડ્યા હતા. Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસાધ્યાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા ૩૧ પ્રેક્ષાધ્યાન વડે સારવાર પામેલ એક બહેનનો પત્ર (નીતા તેજ વૈદ્ય, ગાયકવાડ, બ.નં.૫, કોચરબ, એલીસબ્રીજ, અમદાવાદ-૬.). તા. ૮-૧૨-'૯૫ આદરણીય કાન્તાબેન, આપને જણાવતા ખૂબ જ આનંદ અનુભવું છું કે મારું કેન્સર મટી ગયું છે. જ્યારે ખબર પડી કે મને કેન્સર થયું છે ત્યારની માનસિક હાલત અને આજની માનસિક હાલત હું વર્ણવી શકતી નથી. એ વખતે તો એમ હતું કે હવે શું થશે ? શું મારે જિદગીનો આવો કારમો અંત જોવાનો છે? મારા નાના છોકરાઓનું શું ભવિષ્ય ? અને આજે હવે બધી જાતની જવાબદારી નિભાવવા તૈયાર થઈ ગઈ છું. જે પ્રેક્ષાધ્યાનને લીધે સંભવ થયું છે. કેન્સર થયાની ખબર પડ્યા પછી મારા ફોઈબા જયાબેન સતિયા મને કાન્તાબેન પાસે લઈ આવ્યા. કાન્તાબેને ખૂબ જ સમય ફાળવી મને ધ્યાન કરાવ્યું અને ઘરે શું કરવું તેની દોરવણી આપી. મારો આત્મવિશ્વાસ કેળવ્યો. તેમની દોરવણી મુજબ મેં ઘરે દિવસના ત્રણ વખત શરીરપ્રેક્ષા અને કાયોત્સર્ગ કર્યો. તેની સાથે શિવામ્બુ પ્રયોગ ચાલુ હતો. પરંતુ ધ્યાનથી તો જાણે ચમત્કાર થયો. હું પથારીમાંથી ઉઠતી ન હતી તેના બદલે સવારે ચાર વાગે ઊઠીને રાતના અગિયાર વાગ્યા સુધી થાક્યા વગર બધું કરતી થઈ ગઈ. આમ લગભગ દોઢ વર્ષ પછી જયારે (બોનમેરો કેન્સરની ફાઈનલ ટેસ્ટ) કરાવ્યો ત્યારે રીપોર્ટ નોર્મલ આવ્યો. જિંદગીમાં ધાર્યું ન હતું તે વસ્તુ શક્ય બની. ઘણી વાર મને એમ લાગે છે કે કેન્સર થવાથી નુકસાનને બદલે મને તો લાભ થયો. ધ્યાનના સ્વરૂપમાં મને પારસમણિ પ્રાપ્ત થયું છે. પૂજય કાન્તાબહેન સુરાણાએ મને શરીરપ્રેક્ષા, શ્વાસપેક્ષા, અનુપ્રેક્ષા વગેરે વારંવાર કરાવ્યું. તેમની પાસેના જુદા-જુદા સાહિત્યનો પણ લાભ આપ્યો અને મારા શરીરમાં થયેલી બધી ગાંઠો ઓગળી ગઈ. આથી આપની હું ખૂબ જ સાભારી છું. ગણાધિપતિ તુલસી અને આચાર્ય મહાપ્રજ્ઞજીના Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રેક્ષાથાન : અવનવજ્ઞાન - રૂપરેખા દર્શનની અભિલાષા છે, જે પૂજય કાન્તાબહેનના સહયોગથી પૂર્ણ થશે. આપને મારા ખૂબ ખૂબ વંદન. નીતા તેજ વૈદ્ય ચંપાબેન કેશવલાલ જીવરાજ રાજા (નૈરોબી, કેન્યા, ઈસ્ટ આફ્રિકા) (ઉંમર ૬૦ વર્ષનો અનુભવ [તા. ૧૭-૨-૯૫ ગઈ કાલે કાન્તાબેન પાસે આવી હતી. એમણે બતાવ્યા એ પ્રમાણે દીર્ધ શ્વાસ કર્યા ને હું સ્વસ્થ છું. હું નિર્વિચાર છું, હું શાંત છું એવા સજેશન મગજમાં આવ્યા. રાત્રે બે કલાક શાંતિથી ઉંઘ આવી ને સપના સરસ આવ્યા. મારા બહેનપણી જેમને કેન્સર છે તેમને સ્વમામાં એકદમ સાજા જોયા. મારી દેરાણી અમારી સાથે બોલતાં નથી તેમને સ્વમામાં મારી સાથે આનંદથી વાતો કરતાં જોયા. કાન્તાબેન મને જરૂર સ્વસ્થ કરી દેશે એવો મને પરમ વિશ્વાસ છે. ગઈ કાલે થોડું ગુંથવાનું પણ શરૂ કર્યું ને સાંજ તો બહુ આનંદમાં ગઈ. સવારે પણ દીર્ઘશ્વાસનો પ્રયોગ કર્યો. ત્યારે પણ શાંતિ લાગી. પણ બપોર પછી પાછી બહુ અસ્વસ્થતા આવી; કાન્તાબેનની ઉદારતા જોઈને ધન્યતા અનુભવું છું. એમણે સાંજે તરત બોલાવ્યા અને ૪૦ મીનીટ ધ્યાન કરાવ્યું.] પ્રેક્ષાધ્યાન પછીના તેમના વિશેષ અનુભવનું વર્ણન તેમના નીચેના પત્રમાંથી મળે છે : તા. ૨૩-ર-૯૫ પૂ. કાન્તાબેન, ગઈ કાલે આપની પાસે ધ્યાન કર્યું ને ત્યારે બહુ જ આનંદ આવ્યો ને ઘરે ગયા પછી જમીને અડધા કલાક પછી શ્વાસની પ્રક્રિયા કર્યા બાદ ઉંઘ આવી. વચ્ચે બે ત્રણ વાર ઉંઘ ઉડી ત્યારે પાછું ધ્યાન કર્યું. ધ્યાનમાં કાન્તાબેન અને ગુરુજીની મુખમુદ્રા દેખાય તે પ્રમાણે પ્રયત્ન કર્યો. અને રાત તકલીફ વગર ગઈ. પોણાત્રણ વર્ષથી આવી રીતે દવા વગર કોઈ દિવસ ઉંઘ નથી આવી. તે મને આનંદ છે. ગઈ કાલે Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ્યાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા કાયોત્સર્ગ કર્યો. કાન્તાબેન પાસે એ પછી મને ઘણી શાંતિ છે. મને એમ લાગે છે કે પ્રેક્ષાધ્યાન મારા હાથમાં આવ્યું છે એટલે હું પ્રયોગ કરીને સાજી થઈ જઈશ. મારો દુઃખાવો અને મનની તકલીફો પણ શાંત છે. હવે મને રડવાનું ઓછું થઈ ગયું છે. દુઃખાવો ઓછો છે. પહેલા પેટ ભારે લાગતું હતું. હવે હલકું લાગે છે. વિચારો ઓછા આવે છે. ચંપા કેશવલાલ જીવરાજ A Letter from Prof. S. L. Bapna, I.I.M., Ahmedabad Dt. 9-7-1995 Dear and Respected Kantaben: I was fully aware of your contribution to spread of Preksha Dhyan to large number of people. But I am pleasently surprized to know that for more than 15 years you have been conductiong Preksha Dhyan classes - twice a week i. e. Wednesday and Saturday. I am also glad to know that 15-25 persons of which mostly women are joining your exercise during the day between 3-5 p.m. After reading the previous pages and books on Preksha Dhyan, I am glad to write that your contribution to mental and physical well being of your pupil is really very great. I wish that you may continue such efforts for many many years. This will spread the remedy which is very important at this time in our society when tension, grief and sorrow are increasing very rapidly. People from different communities come and take your help. Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા My best wishes for your great efforts in Preksha Dhyan. Yours S. Bapna લીલાવતી પટેલ, મુંબઈનો અનુભવ તા. ૨૪-૮-૯૪ ગયા વર્ષે હું સખત માંદગીમાં ફસાઈ ગઈ હતી. સખત કમજોરી આવી ગઈ હતી. અઢી-ત્રણ માસથી ઝીણો તાવ આવતો હતો અને તેને મટાડવા માટે ભારે દવા લીધા વગર છૂટકો ન હતો. આડઅસર પણ ઘણી થઈ હતી. તાવ તો મટ્યો પણ ડાબા પગનાં ઘુંટણમાં સખત દુ:ખાવો ઊપડ્યો. ચાલવું મુશ્કેલ થઈ ગયું. પહેલાં હું ટટાર ચાલી શકતી હતી, હરીફરી શકતી હતી. તે જાણે કે કદી શક્ય નહીં બને એવું લાગવા માંડ્યું. મેં નાસીપાસ ન થતાં, એક બેનની સાથે માનનીય કાન્તાબેન સુરાણા પાસે આવવું શરૂ કર્યું. તેમણે મને ઘુંટણ તેમ જ પગ, જાંઘ વગેરે માટે અનુપમ કસરતો બતાવી. તેનાથી મને ધીરે ધીરે ફરક પડવા માંડ્યો અને હવે તો ઘણું સારું છે. સૌ. કાન્તાબેનને પ્રભુ લાંબુ આયુષ્ય બક્ષે અને તેમનાં જ્ઞાનનો લાભ સૌ કોઈને મળતો રહે તેવી અભ્યર્થના. એ જ લિ. લીલાવતી પટેલ Page #36 -------------------------------------------------------------------------- ________________ પ. પ્રેક્ષાધ્યાનની ભાવિ સંભાવનાઓ પ્રેક્ષા ધ્યાન માનવ-જીવનને રૂપાંતરિત કરવાની એક અદ્દભુત પ્રક્રિયા છે. પ્રેક્ષાધ્યાનના નિયમિત અભ્યાસ વડે વ્યક્તિને શારીરિક, માનસિક લાભની સાથે-સાથે જ આધ્યાત્મિક લાભ પણ થાય છે. - પ્રેક્ષાધ્યાનથી વ્યક્તિને એક એવી અધ્યાત્મ-વિદ્યાનો અનુભવ થઈ જાય છે જેના વડે સમય-સમયે થનારી પીડાઓનું શમન કરી શકાય છે. પ્રેક્ષાધ્યાન વડે જીવનને શાંત પવિત્ર અને આદર્શ બનાવી શકાય છે. પ્રેક્ષા ધ્યાન માત્ર વ્યક્તિના ચિત્તને પરિષ્કૃત કરવાની જ પ્રક્રિયા નથી, પરંતુ તેનાથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પણ કાયાપલટ થઈ શકે છે. પ્રેક્ષા દ્વારા મૈત્રી, કરુણા અને પવિત્રતાનો વિકાસ કરી એક સ્વસ્થ અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકાય છે. જયાં વ્યક્તિ પોતાની જાતે જ સંયમિત બનશે, સમાજ તેના સંયમથી પોતાનું આદર્શ આચરણ પ્રસ્તુત કરશે. પ્રેક્ષાધ્યાનના આદ્ય પ્રણેતા પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આવતા વર્ષે બે વર્ષ માટે ગુજરાતમાં આવી રહ્યા છે. આચાર્યશ્રીનું પ્રદાન કેટલું મોટું છે તે હવે જાણીતી વાત છે. તેઓશ્રીની હાજરીમાં પ્રેક્ષાધ્યાન અને અનેક આનુષંગિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતમાં અમન અને સુખશાંતિની એક લહર ફેલાઈ જશે તેનો લાભ સહુ કોઈ લે તેવી આશા. ગુજરાતમાં પ્રેક્ષાધ્યાનનું અતિ વિશાળ કેન્દ્ર પ્રેક્ષા વિશ્વભારતી તેના વિશાળ સંકુલ સાથે આકાર લઈ રહ્યું છે. તેનો પરિચય નીચે આપ્યો પ્રેક્ષા વિશ્વ ભારતી : એક પરિચય ગુજરાતની ભૂમિ સંતો અને મહાપુરુષોની ભૂમિ રહી છે. એટલા માટે તે અધ્યાત્મની ભૂમિ છે, તીર્થભૂમિ છે. આવી તીર્થભૂમિમાં અમદાવાદગાંધીનગર માર્ગ પર કોબાની બાજુમાં જયાં અનેક આશ્રમો અને અધ્યાત્મકેન્દ્રો આવી રહ્યા છે તેમાં પ્રેક્ષાધ્યાન-સાધનાનું પ્રમુખ કેન્દ્ર છે – પ્રેક્ષા Page #37 -------------------------------------------------------------------------- ________________ ३६ પ્રાધાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા વિશ્વ ભારતી. પ્રકૃતિના સુરમ્ય ખોળામાં સૌંદર્ય-સુષમા, રમણીય હરિયાળીનો પરિવેશ પહેરીને, એકાકી-એકાંત અને વિશુદ્ધ પર્યાવરણ યુક્ત પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં પ્રવેશ કરતાં જ અધ્યાત્મયોગની સહજ સુવાસ આગંતુકને સાધના તરફ આકૃષ્ટ જ નથી કરતી, પરંતુ પ્રેરિત પણ કરે છે. માનવજીવનમાં અધ્યાત્મ તથા ધ્યાન-યોગની પ્રક્રિયા વડે સ્વસ્થ સમાજ-સંચરના તથા વ્યક્તિત્વવિકાસની પુન:પ્રતિષ્ઠા થાય એટલા માટે દેશ-વિદેશમાં અનેક ધ્યાન-કેન્દ્રોની પ્રતિષ્ઠાપના થઈ રહી છે. તે બધામાં પ્રેક્ષા વિશ્વ ભારતીનું નિજી વિશેષ વ્યક્તિત્વ છે. પ્રેક્ષા વિશ્વ ભારતીના વિકાસ નિમિત્તે અણુવ્રત અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસીએ પોતાના અનેક ઉદ્ધોધનો આપણને પ્રદાન કર્યા હતા. વર્તમાનમાં પ્રેક્ષા પ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞનું પ્રેરણા પાથેય અહીં પ્રાસંગિક છે – ‘‘પેક્ષા વિશ્વ ભારતી વર્તમાન યુગની અપેક્ષા છે. તેનો વિકાસ ધાર્મિક જગત માટે વરદાન છે. તેનો આધ્યાત્મિક વિકાસ વ્યા૫ક થવો જોઈએ.” પ્રેક્ષાધામ (પિરામીડ) : ૩૦ વીઘા જમીનના વિશાળ ક્ષેત્રમાં પથરાયેલા પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં ૬,000 ચો. ફૂટ ક્ષેત્રના મનોહારી અને શાન્તિદાયક પિરામિડના વિશાળ આ ધામમાં પ્રવચન, પ્રશિક્ષણ અને યોગ-પ્રયોગ સાથે ૧,૦૦૦ સાધકો માટે સુગમતાપૂર્વક બેસીને ધ્યાન-ક્રિયા કરવાની પૂરી સગવડ છે. સાધક સંકાય – “પુરુષ’ બેમાળી, બત્રીસ રૂમો, આગળ ગેલેરી, પાછળ ઝરુખા, સંલગ્ન સ્નાનગૃહ-શૌચાલય, પ્રત્યેક રૂમમાં બે પુરુષપ્રવાસી સાધકો માટે અપેક્ષિત સામગ્રી સુલભ ચાર રૂમો વિશેષ અનુદાન વડે સુસજજ. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા સાધક સંકાય – “મહિલા’ ઉપરોક્ત સાધક સંકાય સમાન ૩૨ રૂમોની સંકાય. મહિલા પ્રવાસી સાધિકાઓ માટે અપેક્ષિત સામગ્રી સુલભ. વિવિધ કક્ષ-કેન્દ્ર : નામાભિધાન પ્રેક્ષાધામ : આ ધામ પ્રાધ્યાન અકાદમીના પ્રધાન ન્યાસી શ્રેષ્ઠીવર્ય શ્રી નવનીતભાઈ સી. પટેલ (પાર્શ્વનાથ કોર્પોરેશન)ના ઉદાર-અર્થ સૌજન્ય વડે નિર્મિત છે. સાધક-સંકાય (પ) સાધક-સંકાય (મ.) ૧ કક્ષ ...... નિર્મિત ૧ કક્ષ .........નિર્મિત સંયુક્ત ૪ કક્ષ ” સંયુક્ત ૪ કક્ષ ” સંયુક્ત સકાય " સંયુક્ત સંકાય " નિર્માણાધીન કેન્દ્રિય સચિવાલય, પ્રેક્ષા સમવસરણ, શ્રમણ-સાય, સમણસંકાય, કર્તવ્ય-કાર્યાલય, સમ્યફ-શોધ કક્ષ, સ્વાધ્યાય કક્ષ, અહિંસા-પ્રશિક્ષણ કક્ષ, પ્રાકૃતિક આરોગ્ય કક્ષ, ગરિમા-ગ્રન્થાગાર, અમૃતાલય (ભોજનખંડ), અમૃતાહાર (ભોજન-ગૃહ) પાક-ગૃહ, પ્રેક્ષા-ગૃહ, અણુવ્રત-પથ, જીવન વિજ્ઞાન-પથ, તુલસી કલા-દીર્ધા, પ્રેક્ષા કલા-દીર્ધા, સુવાક્ય (વિચાર દર્શન) તકતી પ્રેક્ષાભારતી કેવી રીતે પહોંચશો ? અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ પર કોબા ગામના પાટિયા પાસે ડાબી બાજુ અને અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકથી ૧૧ કિ.મી., રેલ્વે સ્ટેશનથી ૨૧ કિ.મી., ગીતામંદિર એસ.ટી. બસસ્ટોપથી ૨૩ કિ.મી., શાહીબાગ તેરાપંથ ભવનથી ૧૪ કિ.મી., સાબરમતી રેલ્વે સ્ટેશનથી ૧૧ કિ.મી. ઉત્તર દિશામાં તથા ગુજરાતની રાજધાની ગાંધીનગરના બસસ્ટોપથી ૯ કિ.મી., ગાંધીનગર કેપીટલ રેલ્વે સ્ટેશનથી ૧૨ કિ.મી. અંતરે દક્ષિણ દિશામાં આ યોગનિષ્ઠ સંસ્થાન પ્રતિષ્ઠાન આવેલ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રાધ્યાન : જીવનવિજ્ઞાન - રૂપરેખા -: સંપર્ક સૂત્ર : પ્રેક્ષા વિશ્વ ભારતી અમદાવાદ-ગાંધીનગર રાજમાર્ગ, કોબા પાટિયા, કોબા-૩૮૨૦૦૧. જિ. ગાંધીનગર (ગુજ.) ફોન : ૦૭૯-૩૨૭૬૨૭૧-૭૨, ૩ર૭૬૬૦૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ ( આચાર્ય મહાપ્રજ્ઞ લિખિત ધ્યાનચોગ-અધ્યાત્મવિષયક મનનીય ગ્રંથો ) કિંમત ૨૦-૦૦ છઠ્ઠી ચતુર્થ ક્રમ પુસ્તકનું નામ આવૃત્તિ ૧. પ્રેક્ષાધ્યાન: આધાર અને સ્વરૂપ છઠ્ઠી ૨. પ્રેક્ષાધ્યાન: કાયોત્સર્ગ ૩. પ્રેક્ષાધ્યાન: શ્વાસપેક્ષા પાંચમી ૪. પ્રેક્ષાધ્યાન: શરીરપ્રેક્ષા ચોથી ૫. પ્રેક્ષાધ્યાન ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા છઠ્ઠી ૬. પ્રેક્ષાધ્યાનઃ લેશ્યાધ્યાન દ્વિતીય ૭. પ્રેક્ષાધ્યાન યૌગિક ક્રિયાઓ (મુનિશ્રી કિશનલાલ) દ્વિતીય ૮. પ્રેક્ષાધ્યાન: પ્રાણવિજ્ઞાન દ્વિતીય ૯. પ્રેક્ષાધ્યાન: શક્તિની સાધના ૧૦. પ્રેક્ષાધ્યાન : અનુપ્રેક્ષા દ્વિતીય ૧૧. પ્રેક્ષાધ્યાન: આહાર અને વિજ્ઞાન દ્વિતીય ૧૨. પ્રેક્ષાધ્યાનઃ આસન-પ્રાણાયામ (મુનિશ્રી કિશનલાલ) દ્વિતીય ૧૩. આહાર અને અધ્યાત્મ પ્રથમ ૧૪. સૂર્યકિરણ-ચિકિત્સા (રંગચિકિત્સા) તૃતીય ૧૫. પ્રેક્ષાધ્યાન: સિદ્ધાંત અને પ્રયોગ દ્વિતીય ૧૬ મુદ્રાઓ (મુનિશ્રી કિશનલાલ) દ્વિતીય ૧૭, અમૃતકુંભ પ્રથમ ૧૮. પ્રેક્ષાધ્યાન : પ્રયોગપદ્ધતિ પ્રથમ ૧૯, એસો પંચણમોકારો દ્વિતીય ૨૦. આભામંડળ ચતુર્થ ૨૧. અમૂર્ત ચિંતન દ્વિતીય ૨૨. અધ્યાત્મની અક્ષરમાળા પ્રથમ ૨૩. મહાવીરનો પુનર્જન્મ પ્રથમ ૨૪. લોકતંત્ર: નવી વ્યક્તિ, નવો સમાજ પ્રથમ ૨૫. માંગલ્યનો મહામંત્ર : નવકાર (સમણ શ્રુતપ્રજ્ઞ) પ્રથમ ૧પ-૦૦ ૧૦-૦૦ ૩૦-૦૦ ૨૦-૦૦ ૨૦-૦૦ ૨૦-00 ૨૦-૦૦ ૫૦-૦૦ ૨૦-00 ૪૦-૦૦ ૫૦-૦૦ ૩પ-૦૦ પ0-00 ૪પ-00 રપ-00 ૨૦-૦૦ ૨૦-૦૦ ૪૦-OO ૬૦-૦૦ ૮૦-૦૦ ૨0-00 ૨૦૦-૦૦ પ૦-૦૦ 80-CCC Page #41 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ૩૫-૦૦ પ્રથમ ૬O-OO પ્રથમ ૬O-OO પ્રથમ ૬૫-OO પ્રથમ ૭-૦૦ પ્રથમ પ-૦૦ પ્રથમ પ્રથમ ૧૦-૦૦ ૭૦-૦૦ ૯૦-૦૦ પ્રથમ પ્રથમ ૬૫-૦૦ પ્રથમ ૬૦-૦૦ ૭૦-૦૦ પ્રથમ દ્વિતીય ૨૫-OO ૨૬. પ્રારબ્ધનું પુષ્પ, પુરુષાર્થની સુગંધ (સમણ શ્રુતપ્રજ્ઞ) ૨૭. અસ્તિત્વની શોધમાં (સમણ શ્રુતપ્રજ્ઞ) ૨૮. અવબોધઃ (મુનિશ્રી સુમેરમલ) ૨૯, નવું દર્શન : નવો સમાજ ૩૦. અહંત વંદના ૩૧. પ્રાર્થના સભામાં જીવન વિજ્ઞાન-મુનિશ્રી કિશનલાલ ૩૨. પર્યાવરણ સમસ્યા સમાધાન ૩૩. હું મારું મન મારી શાંતિ ૩૪, આપણા ઘરમાં ૩૫. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૩૬. ભિક્ષુ વિચાર દર્શન ૩૭. પરોઢનું ચિંતન ૩૮. સમસ્યા - સમાધાન ૩૯. નવ તત્ત્વ ૪૦. પુરુષોત્તમ મહાવીર ૪ર. માનવીય એકતાના પ્રહરી : આચાર્ય તુલસી ૪૨, તિર્થંકર ચરિત્ર (મુનિશ્રી સુમેરમલ) ૪૩. ભાવાંજલિ (સચિત્ર ડબલ ક્રાઉન) ૪૪. પોતાનું દર્પણ: પોતાનું પ્રતિબિંબ ૪૫. જીવ અજીવ ૪૬, અસ્તિત્વ અને અહિંસા ૪૭. ભેદમાં અભેદ ૪૮. સત્યની શોધ ૪૯. મહાવીરનું અહિંસાદર્શન ૫૦. પ્રેક્ષાધ્યાન : જીવનવિજ્ઞાન રૂપરેખા (લે. મુનિશ્રી કિશનલાલ) દ્વિતીય ૨-CO પ્રથમ પ્રથમ પ્રથમ ૭O-CO ૮-૦૦ ૭૫-૦૦ 300-00 ૮૦-૦૦ પ્રથમ પ્રથમ પ્રથમ ૫૦-OO પ્રથમ ૯૦-૦૦ ૬૦-૦૦ પ્રથમ પ્રથમ ૪૦-OO પ્રથમ ૭૦-OO પ્રથમ ૨0-00 Page #42 -------------------------------------------------------------------------- ________________ અર્હમ્ કાળમાં અનેકાન્ત ભારતી પ્રકાશના Main Educationa l or private LLC WWW. Mong