________________
પ્રક્ષાધ્યાન : જીવનવિજ્ઞાન - રૂપરંખા
નિરંતર બની રહે છે. આનું કારણ એ નથી કે ઈન્દ્રિયો ચંચળ હોય છે અથવા મન ચંચળ હોય છે. પરંતુ ઈન્દ્રિય, મન અને ચિત્ત એવી રીતે ભાવિત બની ગયા હોય છે કે તેમની દૃષ્ટિ બહિર્મુખી બની ગઈ હોય છે. બહિર્મુખી વૃત્તિને આંતરમુખી બનાવવા માટે પ્રેક્ષાની સજાગ દૃષ્ટિની પછી ભાવના અને અનુપ્રેક્ષા વડે ચિત્તને ભાવિત કરવું આવશ્યક બને છે. ધ્યાનની સ્થિરતા માટે પ્રેક્ષાની સાથે-સાથે જ ભાવના અને અનુપ્રેક્ષાનો ફરી-ફરી અભ્યાસ આવશ્યક છે. શુદ્ધ ઉપયોગ અને કેવળ પ્રેક્ષામાં નિરંતર રહી શકાતું નથી. એટલા માટે પ્રેક્ષાની સાથે-સાથે અનુપ્રેક્ષાઓનો અભ્યાસ કરવાનો હોય છે. પ્રેક્ષા વડે સત્યનો સાક્ષાત્કાર કરી ભાવના કે અનુપ્રેક્ષા વડે તેને પુષ્ટ કરવો જરૂરી છે. ભાવના અને અનુપ્રેક્ષા વડે ભાવિત ચિત્તનો પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશ શીઘ્ર થઈ જાય છે. ભાવના અને અનુપ્રેક્ષા વડે એકાગ્રતાનો વિકાસ સરળતાથી થઈ જાય છે. કોઈ એક વિષયમાં પોતાની ચેતનાને કેન્દ્રીભૂત કરવી તે એકાગ્રતા છે. એકાગ્રતા વિના કોઈની અનંત સંભાવનાઓ છતાં એક પણ બીજ અંકુરિત થઈ શકતું નથી. એકાગ્રતા ત્યારે સાધી શકાય છે જ્યારે નિરંતર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રેક્ષાના બધા આયામો અથવા પ્રયોગોને સંક્ષેપમાં કહીએ તો રાગ-દ્વેષ રહિત વર્તમાન ક્ષણને સજાગતાથી જીવી લેવી એમ કહી શકાશે.
પ્રેક્ષાધ્યાનનું ધ્યેય
પ્રેક્ષા સ્વયંના વિકાસની પ્રક્રિયા છે. તેનાથી ચિત્તની નિર્મળતા વધે છે. કષાય ઉપશાંત થાય છે, શાંતિ અને આનંદ ઉપલબ્ધ થાય છે. ચૈતન્ય પર કષાયનું આવરણ ચડેલું છે. કષાયના આ આવરણથી સંકલ્પવિકલ્પના વિક્ષેપો આવતા રહે છે. વિક્ષેપોથી ચિત્તની ચંચળતા વધે છે, ચંચળતાથી રાગ-દ્વેષ અને ફરી કષાય આ વર્તુળ ચાલતું રહે છે. તેનાથી મલિનતા આવે છે. નિર્મળતા જ પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે. જ્યારે નિર્મળતા વધે છે ત્યારે શાંતિનો અનુભવ સ્વતઃ થવા લાગે છે. જ્ઞાન, શ્રદ્ધા, શક્તિ, આનંદ ચેતનાના મૂળ ગુણો છે. મૌલિક ગુણોનું પ્રગટીકરણ અથવા પોતાના સ્વરૂપની ઉપલબ્ધિ પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે.
૨૦
Jain Education International
-
*
For Private & Personal Use Only
www.jainelibrary.org