________________
પ્રકાશકીય
પ્રેક્ષાધ્યાન આજના યુગની તાતી જરૂરિયાત છે. પ્રત્યેક માનવીનું જીવન અનેકવિધ વિટંબણાઓથી ઘેરાઈ ગયું છે. તેનાં તન અને મન બંનેની તંદુરસ્તીને હાની પહોંચાડનારા તત્ત્વો દિન-બ-દિન વધી રહ્યા છે. આવા કપરા સમયમાં સમજદાર માનવીના સાથી તરીકે પ્રેક્ષાધ્યાન અનિવાર્ય ઉપાય તરીકે સમગ્ર ભારતમાં જ નહિ, ભારત બહાર પણ પોતાની ઉપયોગિતા સિદ્ધ કરી છે.
પ્રેક્ષાધ્યાન પ્રણાલીના અનુભવી પ્રાધ્યાપક જીવનવિજ્ઞાન પ્રભારી મુનિશ્રી કિશનલાલજીએ અનેક સાધકોને પ્રેક્ષાનું શિક્ષણ આપ્યું છે, અનેક પ્રેક્ષાશિક્ષકો પણ તૈયાર કર્યા છે. તેમની પાસે પ્રત્યક્ષ પ્રેક્ષાશિક્ષણ લઈ ન શકનારા સેંકડો લાભાર્થીઓ માટે તેઓશ્રીએ વર્ષો પૂર્વે હિંદીમાં “પ્રેક્ષા : એક પરિચય' નામક પુસ્તિકા તૈયાર કરેલી. જેની આજ સુધીમાં અનેક આવૃત્તિઓ થઈ ચૂકી છે. હાલમાં પૂજય મુનિશ્રી ગુજરાતમાં પધાર્યા તે પ્રસંગે ગુજરાતીમાં પણ આ પુસ્તિકાની પ્રાપ્તિ થાય તે માટેની માગણી ઉઠી. આનું સુફળ તે આ પુસ્તિકા. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આગામી ત્રણ વર્ષમાં રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો પ્રવાસ કરવાના છે. તેઓશ્રીની આ અહિંસા-યાત્રા ધર્મક્રાન્તિ, ધર્મ-સમન્વય અને માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા માટે સમર્પિત છે. તે સમયે પ્રેક્ષાધ્યાનના મિશનને જાણવા માટે આ લઘુ-પુસ્તિકા વિશેષ ઉપયોગી સિદ્ધ થશે.
પુસ્તિકાના ગુજરાતી અનુવાદ અને સંપાદનનું કાર્ય પોતાના બહુમૂલ્ય સમયમાંથી સમય ફાળવી કરી આપ્યું તે માટે ડૉ. રમણીકભાઈ શાહનો અત્રે આભાર માનું છું. લેસર કંપોઝિંગ માટે ભાઈ મયંકને ધન્યવાદ.
- શુભકરણ સુરાણા અધિષ્ઠાતા, અનેકાન્ત ભારતી પ્રકાશન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org