________________
પ્રસ્તુતિ
૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન મહાવીરની વાણી ગૂંજી ઉઠી
-
‘‘પુરિસા ! પરક્કમ - હે પુરુષ ! પરાક્રમ કર.’ ‘અપ્પણા સચ્ચમેસેજ્જા — સ્વયં સત્યની શોધ કરો.' આ સત્યની શોધ શા માટે અને કોના માટે ? તેનો ઉત્તર હતો – ‘મિત્તિ મે સભૂએસુ’ – પ્રાણીમાત્ર પ્રત્યે મૈત્રી માટે. અંતરમાં જ્યારે કરુણા જાગૃત થાય છે ત્યારે સ્વયંની ઓળખાણ થવા લાગે છે. પ્રેક્ષાની પહેલી કસોટી છે યથાર્થ મત, યથાર્થ (સત્ય) વડે સાક્ષાત્ થતાં જ ચૈતન્ય પ્રભાવિત થવા લાગે છે. યથાર્થની સ્વીકૃતિ જ આસ્તિક્ય, આત્મબોધ છે.
પ્રેક્ષા સ્વયંને સ્વયં વડે ઓળખવાની પદ્ધતિ છે. પ્રેક્ષા સ્વયંના બોધની
યાત્રા છે. પ્રેક્ષાની યાત્રા શ્વાસના રથ પર ચાલે છે, જે દીર્ઘશ્વાસ અને સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષાના ચક્રો પર નિરંતર આગળ વધે છે. શરીર પ્રેક્ષા, ચૈતન્ય પ્રેક્ષા અને લેશ્યા ધ્યાન વગેરે વિભિન્ન આયામો વડે પોતાની મંજિલે પહોંચે છે.
રાગ-દ્વેષ રહિત વર્તમાન ક્ષણમાં જાગૃત રહેવું તે જ પ્રેક્ષા છે. ભાવ ક્રિયા, પ્રતિક્રિયા વિરતિ, મૈત્રી, મિતાહાર અને મૌન વડે તેની પૃષ્ઠભૂમિનું નિર્માણ થાય છે.
પ્રેક્ષા વડે માનસિક, શારીરિક સ્વાસ્થ્ય તો ઉપલબ્ધ થાય છે જ, સાથેસાથે જ ભાવનાત્મક ચેતનાનું નિર્માણ પણ થાય છે. પ્રેક્ષા વ્યક્તિત્વ નિર્માણની અદ્ભુત કડી છે.
સ્વયંની ઓળખાણ થઈ શકે, એવો આ લઘુ પુસ્તિકામાં પ્રયાસ કરવામાં આવ્યો છે. વાચક પ્રેક્ષાની વિધિ અને વ્યવસ્થાથી પરિચિત થઈ લાભાન્વિત થશે.
- મુનિ કિશનલાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org