________________
14
પ્રેક્ષાધ્યાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા
કરવામાં આવે છે. ભગવાન મહાવીર પોતાના પ્રવચનમાં કહે છે “મહાન સાધક અકર્મ (ધ્યાનસ્થ) બનીને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી જાણે છે, જુએ છે.'
જે જુએ છે તેના માટે કોઈ ઉપદેશ જરૂરી નથી. જોવાનું તાત્પર્ય છે પોતાના ઉપયોગમાં રહેવું. જ્યાં પ્રિયતા, અપ્રિયતા મુખ્ય બની જાય છે, ત્યાં ઉપયોગ વિશુદ્ધ રહી શકતો નથી; જે માત્ર જુએ છે, તે દૃષ્ટા છે. દષ્ટા જ્યાં સુધી દષ્ટા રહે છે ત્યાં સુધી દશ્ય પ્રતિ દૃષ્ટિ વિશુદ્ધ બની રહે છે. દષ્ટની વિશુદ્ધિ જ સમતા, તટસ્થતા અને મધ્યસ્થતા છે. આને જ પ્રેક્ષા, સ્વ-સ્વરૂપની ઉપલબ્ધિ, વીતરાગતા તથા કૈવલ્ય-પદની પ્રાપ્તિ કરી શકીએ.
પ્રેક્ષાધ્યાનને એક શબ્દમાં અભિવ્યક્ત કરીએ તો તે અપ્રમાદ છે. અપ્રમાદનું તાત્પર્ય છે – વર્તમાનમાં રહેવું. વર્તમાનમાં રહેવાની કળાને જાણનારાઓને જ મહાવીરે પંડિત કહ્યાં છે – ક્ષણે જાણાતિ પંડિએ. જીવનનો અધિકાંશ સમય અતીતની સ્મૃતિમાં વ્યતીત થાય છે. અતીતના દૂર થતાં જ ભવિષ્યની કલ્પના સતાવવા લાગે છે. સ્મૃતિ અને કલ્પનાના આ ચક્રવ્યુહમાં સુંદર વર્તમાન વ્યતીત થઈ જાય છે. પ્રેક્ષાની સમસ્ત ક્રિયાઓમાં એક જ તત્ત્વ છે કે વ્યક્તિની ચેતના રાગ-દ્વેષથી મુક્ત બની વર્તમાનમાં ઉપસ્થિત રહે. વર્તમાનમાં ઉપસ્થિત રહેવા માટે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ “પ્રેક્ષાધ્યાન : આધાર અને સ્વરૂપ’ પુસ્તકમાં બાર તત્ત્વોની ચર્ચા કરી છે. પ્રેક્ષાધ્યાન પૂર્વે ધ્યાન-દીક્ષા આવશ્યક છે, જેને ઉપસંપદા પણ કહી શકાય. બાર તત્ત્વો નીચે પ્રમાણે છે – ૧. કાયોત્સર્ગ
૭. વર્તમાન ૨. અંતર્યાત્રા
૮. વિચારપ્રેક્ષા અને સમતા ૩. શ્વાસપેક્ષા
૯. સંયમ ૪. શરીરપ્રેક્ષા
૧૦. ભાવનો ૫. ચૈતન્ય કેન્દ્રપ્રેક્ષા ૧૧. અનુપ્રેક્ષા દ, વેશ્યાધ્યાન
૧૨. એકાગ્રતા ૧. આયાતચખુ લોયવિપસ્સી – આચારાંગ રા૧૨૫.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org