________________
પ્રક્ષાધાન : જીવવિજ્ઞાન - રૂપરેખા
તાત્ત્વિક જ્ઞાનનો કંઈક વિકાસ તો થયો; પરંતુ ધ્યાન-અભ્યાસ ઓછો થઈ ગયો. ધ્યાનની ધારા એટલી ક્ષીણ થઈ ગઈ કે ઘણાખરાં લોકો જૈન પરંપરામાં ધ્યાન છે એ વાત પણ શંકા કરવા લાગ્યા. આ શંકા અકારણ નથી. ખુદ જૈન ધર્મની આરાધના કરનારા સાધુ-સાધ્વીંગણની જીવનચર્યામાંથી આરાધના નીકળી ગઈ હતી.
-
ભગવાન મહાવીરથી લઈને આચાર્ય કુંદકુંદ સુધી ધ્યાનની આરાધનાનો ક્રમ બરાબર જળવાઈ રહ્યો. આચાર્ય હિરભદ્રે થોડો પુરુષાર્થ કરી જૈન સાધના અનુસાર પોતાના ગ્રંથોનું પ્રણયન કર્યું. તેમની પછી ધ્યાનની આ ધારાનો ડ્રાસ કેમ થયો તે ચિંતનીય પ્રશ્ન છે. આનંદધન, યશોવિજયજી વ્યક્તિઓ હતા, કોઈ પરંપરા નહિ. આથી તેમના પ્રયાણની સાથે ધ્યાનની તે પરંપરા આગળ વધી શકી નહિ. જૈન ધ્યાનની લુપ્ત પરંપરાને તેરાપંથ ધર્મસંઘે પુનર્જીવિત કરી, જે પ્રેક્ષાધ્યાનના નામે વિકસિત થઈ રહેલ છે. પ્રેક્ષાની અપેક્ષા શા માટે ?
Jain Education International
૩
૧૪
પ્રેક્ષાધ્યાનની વિધિ સરળતાથી, કોઈ ઔપચારિકતા વિના જ ગ્રહણ કરી શકાય છે. આજ મનુષ્ય જાતિ ભીષણ તનાવથી ગ્રસ્ત છે. પાછલી શતાબ્દીઓમાં એવો પ્રસંગ ભાગ્યે જ ઉપસ્થિત થયો હશે. વાહનવ્યવહારની ભીડથી ભરેલા શહેરો, જળ-વાયુના પ્રદુષણો અને ભોજનના કુપોષણથી વ્યક્તિ વ્યથિત થઈ રહેલ છે. શારીરિક દૃષ્ટિએ રુગ્ણ અને માનસિક દૃષ્ટિએ વિકસિત માણસને ક્યાંયથી રક્ષણ મળી રહ્યું નથી. વિકાસના નામે મનુષ્યને જે કંઈ મળ્યું છે તે છે વ્યસ્તતા, ચંચળતા, ચિંતા, પીડા, અવ્યવસ્થા તથા એકબીજાને ભયભીત તથા શોષિત કરવામાં ચિત્તની પ્રસન્નતા. આવા વાતાવરણમાં જ્યાં વ્યક્તિ શ્વાસ લેવામાં પણ ગૂંગળામણનો અનુભવ કરે છે, ત્યાં પ્રેક્ષા જ વ્યક્તિ માટે એક માત્ર ત્રાણ છે. આનાથી વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ, વ્યવહાર-પરિવર્તન, ભાવ-પરિષ્કાર અને ચિત્તની નિર્મળતા પ્રાપ્ત થાય છે.
પ્રેક્ષાધ્યાનના મૌલિક તત્ત્વો
અનુભૂતિ ચેતનાનું લક્ષણ છે. કર્માવરણ વડે ચેતનાનો મૂળ ગુણ ઢંકાઈ જાય છે. આ આવરણને ક્ષીણ કરવા માટે પ્રેક્ષાધ્યાનનો ઉપયોગ
For Private & Personal Use Only
-
www.jainelibrary.org