________________
પ્રક્ષાધ્યાન: જીવવિજ્ઞાન - રૂપરેખા
ઊર્જાની ઉર્ધ્વમુખતા અંતર્યાત્રા
પ્રેક્ષાધ્યાનનું બીજું ચરણ અંતર્યાત્રા છે. અંતર્યાત્રા વડે નાડીતંત્રની સુદઢતા તથા પ્રાણશક્તિને ઉર્ધ્વગામી થવાનો અવસર મળે છે. કેન્દ્રિય નાડી-સંસ્થાન તથા મેરુદંડનો અંતિમ છેડો શક્તિ-કેન્દ્ર છે, જે ઊર્જા (પ્રાણ)નું મુખ્ય સ્થાન છે. અંતર્યાત્રામાં ઊર્જાને નીચેથી ઉપર – નાડી-સંસ્થાન, સુષુમ્મા-પથ, શક્તિ-કેન્દ્રથી જ્ઞાન-કેન્દ્ર (સહસ્ત્રાર) સુધી ઉર્ધ્વગામી બનાવવામાં આવે છે. જ્ઞાનવાહિની નાડીઓમાં ચિત્તનો સંચાર વડે સક્રિયતા આવે છે, જેનાથી પ્રેક્ષામાં સરળતા થવા લાગે છે. ઊર્જાના ઉદ્ઘકરણથી વૃત્તિ આધ્યાત્મિક થવા લાગે છે. પ્રાણ પણ ઈંગલા, પિંગલાથી દૂર થઈ સુષુખ્યામાં પ્રવાહિત થવા લાગે છે. શાન્તિનું સૂત્ર : શ્વાસ પ્રેક્ષા
મનની શાંતિ માનવજાતિ માટે જટીલ સમસ્યા બની ગઈ છે. મનના પડોને જેમ-જેમ ખોલવાની કોશિશ કરીએ છીએ તેમ-તેમ તે અનંતની માફક અંતહીન સિદ્ધ થાય છે. મનને શાંત કરવાનો સરળ ઉપાય પૂર્વાચાર્યોએ અત્યધિક સરળતાથી સમજાવ્યો છે. મન અને શાંતિ એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. મનને શાંત કરવા માટે શ્વાસનો સંયમ આવશ્યક છે. શ્વાસપ્રેક્ષામાં શ્વાસ પર સજાગ ચિત્તની એકાગ્રતા, (ઉપયોગ વડે) વ્યાસ સંયમને પ્રગટ કરે છે, તેનાથી શ્વાસની સુદીર્ઘ અવસ્થા પણ પ્રાપ્ત થાય છે. આનાથી મનની શાંતિની સાથે-સાથે કષાયનો ઉપશમ અને ચૈતન્યનું જાગરણ થાય છે. શ્વાસ લેતી વેળાએ માત્ર શ્વાસનો જ અનુભવ કરવાથી ચિત્તની એકાગ્રતાની સાથે જ સંસ્કારોનો વિલય થવા લાગે છે. શ્વાસ પ્રત્યે સજાગ ભાવ-ક્રિયા જ શ્વાસ-પ્રેક્ષા છે.
શ્વાસ-પ્રેક્ષાના અનેક પ્રયોગો છે– શ્વાસ-પ્રેક્ષા, દીર્ઘ-શ્વાસ-પ્રેક્ષ, સમવૃત્તિશ્વાસ-પ્રેક્ષા ઇત્યાદિ.
આત્મા વડે આત્માને જુઓ. શરીરની સાથે આત્માનો નજીકનો સંબંધ છે. શ્વાસ-પ્રેક્ષા ધ્યાનમાં પ્રવેશને માટે પ્રવેશદ્વારનું કામ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org