________________
પ્રભાવ્યાન: જીવનુંવજ્ઞાન · રૂપરેખા
વાહિની-યુક્ત અને વાહિની-રહિત. વાહિની
બે પ્રકારની હોય છે રહિત ગ્રંથિઓ અંતઃસ્રાવી હોય છે, તેમને એન્ડોક્રાઈન ગ્લેન્ડ્ઝ કહેવામાં આવે છે. પીનીયલ, પિચ્યુટરી, થાઈરોઈડ, પેરાથાઈરોઈડ, થાઈમસ, એડ્રીનલ, ગોનાડ્સ અને સ્પીલિન તેમના સ્રાવો હોર્મોન કહેવાય છે. આપણી શારીરિક, માનસિક અને ભાવનાત્મક પ્રવૃત્તિઓનું સંચાલન આ ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થનાર હોર્મોન્સ વડે થાય છે, તેમને ચૈતન્ય-કેન્દ્રો કહેવામાં આવે છે.
૧૮
-
ગ્રંથિ-તંત્ર વડે આપણી વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે અને પછી વ્યવહારમાં પલટાય છે. ગ્રંથિઓમાં હોર્મોન્સ ઉત્પન્ન થઈ રક્તમાં મળે છે, પછી મસ્તિષ્ક તેમને જ અનુસરી સંચાલિત થાય છે. ધ્યાન વડે નાડી-તંત્ર તથા ગ્રંથ-તંત્રને પ્રભાવિત કરી શકાય છે, જેનાથી તેમના સ્રાવો તથા રાસાયણિક પરિવર્તનોને ઈચ્છાનુસાર નિયમિત કરી શકાય.
શ્વાસ-પ્રેક્ષા, શરીર-પ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા તથા લેશ્યા-ધ્યાનના માધ્યમથી ગ્રંથિઓના સ્રાવોનું રૂપાંતર કરવામાં આવે છે.
પ્રેક્ષા-ધ્યાન વડે, ચૈતન્ય-કેન્દ્રોના પ્રયોગોથી, વ્યક્તિત્વ-વિકાસ, જીવનવ્યવહાર તથા ભાવ-પરિષ્કારમાં યોગદાન મળે છે.
લેશ્યાધ્યાન (રંગીન ભાવધારા)
લેશ્યા ચૈતન્યની રંગીન ભાવધારા છે. તેનાથી વ્યક્તિત્વની વિવિધતાની જાણ થાય છે. તેના બે પ્રકાર છે દ્રવ્ય-લેશ્યા અને ભાવ-લેશ્યા અર્થાત્ પૌદ્ગલિક-લેશ્યા અને જૈવિક-લેશ્યા. લેશ્યા પ્રાણીની ચોતરફ વ્યાપ્ત રંગીન પ્રભામંડળ છે. તેમાં ભાવોની નિર્મળતા કે મલીનતા અનુસાર કાળો, નીલો, લાલ, પીળો અને શ્વેત રંગ પલટાતા રહે છે. કષાયની પ્રગાઢતાથી ચૈતન્યના કિરણો કૃષ્ણ, નીલ વગેરે રંગોમાં પરિવર્તિત થઈ ફેલાય છે. કષાયની નિર્મળતા વડે ચૈતન્યના કિરણો શ્વેત, પીત વગેરે રંગોમાં રૂપાંતિરત થઈ પ્રભામંડળમાં ફેલાય છે. રંગોના પ્રભાવથી ભાવધારા તથા ગ્રંથિતંત્રના સ્રાવોમાં પરિવર્તન થતું રહે છે, જેના વડે વ્યક્તિના ભાવક્રમ, આદતો અને વ્યવહાર પર અસર પડે છે. લેશ્યા-ધ્યાનથી વ્યક્તિના વ્યવહાર, ચર્યા અને ભાવોનો પરિષ્કાર થાય છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org