________________
કક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
મધ્યપ્રદેશમાં પણ જીવન-વિજ્ઞાનના શિક્ષણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તે જ રીતે ગુજરાતમાં પણ જીવન-વિજ્ઞાન શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓને મળે તે માટે આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી તથા તેમના અંતેવાસીઓનો પ્રયત્ન
ચાલુ છે.
પ્રેક્ષા અને રાષ્ટ્રીય ચરિત્ર
પ્રેક્ષા વ્યક્તિને એવી દષ્ટિ પ્રદાન કરે છે કે જેનાથી તે પોતાના જીવન-વિકાસના ઉપક્રમને પૂરો કરી શકે. પ્રેક્ષામાં મુખ્ય તત્ત્વો છે – આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ અને ધ્યાન. આસન-પ્રાણાયામ વડે વ્યક્તિના સ્વાથ્યમાં સુધારો થાય છે, તેનામાં પ્રચંડ શક્તિ વિકસિત થવા લાગે છે. કાયોત્સર્ગ વડે તનાવમાંથી મુક્તિ અને ચેતનાની જાગૃતિ પ્રાપ્ત થાય છે. પ્રેક્ષાધ્યાન વડે સ્વયંનો બોધ અને પવિત્રતાની ઉપલબ્ધિ થાય છે.
વ્યક્તિ અને સમાજ જુદા નથી. વ્યક્તિના સ્વાસ્થ, શાંતિ અને પવિત્રતા વડે સમાજ પોતે સ્વસ્થ, શાંત અને પવિત્ર બની જાય છે. આજ રાષ્ટ્રીય ચરિત્રની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આચારસંહિતામાં રાષ્ટ્રના ચરિત્રની વાતની પહેલાં વ્યક્તિના ચરિત્રનું નિર્માણ આવશ્યક છે. ચરિત્ર-નિર્માણ માટે પ્રેક્ષા સંજીવની છે. પ્રેક્ષા અને અણુવ્રત
પ્રેક્ષા વડે જયારે વસ્તુ-સત્યનો સાક્ષાત્કાર થઈ જાય છે, ત્યારે અણુવ્રત સ્વયં જીવન-વ્યવહારમાં ઉતરી આવે છે. અણુવ્રતના સંકલ્પો પ્રેક્ષાની ભૂમિ પર જ ફલિત થઈ શકે છે કેમ કે સારી જમીન અને પાણી વિના બીજ ફળતાં નથી. અણુવ્રત વડે પ્રેક્ષા તુષ્ટ બને છે, તથા પ્રેક્ષા વડે અણુવ્રત પૂર્ણ બને છે.
પ્રેક્ષાની ભૂમિકા વિના ગ્રહણ કરાયેલું વ્રત પૂર્ણતા પ્રાપ્ત કરતું નથી. પ્રેક્ષા વડે યથાર્થનો સાક્ષાત્કાર થાય છે, સંકલ્પની યોગ્યતા પ્રાપ્ત થાય છે. સમ્યક દર્શનની પછી જ વ્રત-સંવર થાય છે. આકાંક્ષાનો નિરોધ ત્યાં સુધી થઈ શકતો નથી જયાં સુધી વ્યક્તિ સત્યને જાણી લેતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org