________________
પ. પ્રેક્ષાધ્યાનની ભાવિ સંભાવનાઓ પ્રેક્ષા ધ્યાન માનવ-જીવનને રૂપાંતરિત કરવાની એક અદ્દભુત પ્રક્રિયા છે. પ્રેક્ષાધ્યાનના નિયમિત અભ્યાસ વડે વ્યક્તિને શારીરિક, માનસિક લાભની સાથે-સાથે જ આધ્યાત્મિક લાભ પણ થાય છે. - પ્રેક્ષાધ્યાનથી વ્યક્તિને એક એવી અધ્યાત્મ-વિદ્યાનો અનુભવ થઈ જાય છે જેના વડે સમય-સમયે થનારી પીડાઓનું શમન કરી શકાય છે. પ્રેક્ષાધ્યાન વડે જીવનને શાંત પવિત્ર અને આદર્શ બનાવી શકાય છે.
પ્રેક્ષા ધ્યાન માત્ર વ્યક્તિના ચિત્તને પરિષ્કૃત કરવાની જ પ્રક્રિયા નથી, પરંતુ તેનાથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રની પણ કાયાપલટ થઈ શકે છે. પ્રેક્ષા દ્વારા મૈત્રી, કરુણા અને પવિત્રતાનો વિકાસ કરી એક સ્વસ્થ અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકાય છે. જયાં વ્યક્તિ પોતાની જાતે જ સંયમિત બનશે, સમાજ તેના સંયમથી પોતાનું આદર્શ આચરણ પ્રસ્તુત કરશે.
પ્રેક્ષાધ્યાનના આદ્ય પ્રણેતા પૂ. આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી આવતા વર્ષે બે વર્ષ માટે ગુજરાતમાં આવી રહ્યા છે. આચાર્યશ્રીનું પ્રદાન કેટલું મોટું છે તે હવે જાણીતી વાત છે. તેઓશ્રીની હાજરીમાં પ્રેક્ષાધ્યાન અને અનેક આનુષંગિક આધ્યાત્મિક પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતમાં અમન અને સુખશાંતિની એક લહર ફેલાઈ જશે તેનો લાભ સહુ કોઈ લે તેવી આશા.
ગુજરાતમાં પ્રેક્ષાધ્યાનનું અતિ વિશાળ કેન્દ્ર પ્રેક્ષા વિશ્વભારતી તેના વિશાળ સંકુલ સાથે આકાર લઈ રહ્યું છે. તેનો પરિચય નીચે આપ્યો
પ્રેક્ષા વિશ્વ ભારતી : એક પરિચય
ગુજરાતની ભૂમિ સંતો અને મહાપુરુષોની ભૂમિ રહી છે. એટલા માટે તે અધ્યાત્મની ભૂમિ છે, તીર્થભૂમિ છે. આવી તીર્થભૂમિમાં અમદાવાદગાંધીનગર માર્ગ પર કોબાની બાજુમાં જયાં અનેક આશ્રમો અને અધ્યાત્મકેન્દ્રો આવી રહ્યા છે તેમાં પ્રેક્ષાધ્યાન-સાધનાનું પ્રમુખ કેન્દ્ર છે – પ્રેક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org