________________
३६
પ્રાધાનઃ જીવનવિજ્ઞાન - રૂપરેખા
વિશ્વ ભારતી.
પ્રકૃતિના સુરમ્ય ખોળામાં સૌંદર્ય-સુષમા, રમણીય હરિયાળીનો પરિવેશ પહેરીને, એકાકી-એકાંત અને વિશુદ્ધ પર્યાવરણ યુક્ત પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં પ્રવેશ કરતાં જ અધ્યાત્મયોગની સહજ સુવાસ આગંતુકને સાધના તરફ આકૃષ્ટ જ નથી કરતી, પરંતુ પ્રેરિત પણ કરે છે. માનવજીવનમાં અધ્યાત્મ તથા ધ્યાન-યોગની પ્રક્રિયા વડે સ્વસ્થ સમાજ-સંચરના તથા વ્યક્તિત્વવિકાસની પુન:પ્રતિષ્ઠા થાય એટલા માટે દેશ-વિદેશમાં અનેક ધ્યાન-કેન્દ્રોની પ્રતિષ્ઠાપના થઈ રહી છે. તે બધામાં પ્રેક્ષા વિશ્વ ભારતીનું નિજી વિશેષ વ્યક્તિત્વ છે.
પ્રેક્ષા વિશ્વ ભારતીના વિકાસ નિમિત્તે અણુવ્રત અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસીએ પોતાના અનેક ઉદ્ધોધનો આપણને પ્રદાન કર્યા હતા. વર્તમાનમાં પ્રેક્ષા પ્રણેતા આચાર્યશ્રી મહાપ્રજ્ઞનું પ્રેરણા પાથેય અહીં પ્રાસંગિક છે –
‘‘પેક્ષા વિશ્વ ભારતી વર્તમાન યુગની અપેક્ષા છે. તેનો વિકાસ ધાર્મિક જગત માટે વરદાન છે.
તેનો આધ્યાત્મિક વિકાસ વ્યા૫ક થવો જોઈએ.” પ્રેક્ષાધામ (પિરામીડ) :
૩૦ વીઘા જમીનના વિશાળ ક્ષેત્રમાં પથરાયેલા પ્રેક્ષા વિશ્વ ભારતી સંકુલમાં ૬,000 ચો. ફૂટ ક્ષેત્રના મનોહારી અને શાન્તિદાયક પિરામિડના વિશાળ આ ધામમાં પ્રવચન, પ્રશિક્ષણ અને યોગ-પ્રયોગ સાથે ૧,૦૦૦ સાધકો માટે સુગમતાપૂર્વક બેસીને ધ્યાન-ક્રિયા કરવાની પૂરી સગવડ છે. સાધક સંકાય – “પુરુષ’
બેમાળી, બત્રીસ રૂમો, આગળ ગેલેરી, પાછળ ઝરુખા, સંલગ્ન સ્નાનગૃહ-શૌચાલય, પ્રત્યેક રૂમમાં બે પુરુષપ્રવાસી સાધકો માટે અપેક્ષિત સામગ્રી સુલભ ચાર રૂમો વિશેષ અનુદાન વડે સુસજજ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org