________________
પ્રક્ષાધ્યાન: જીવનવિજ્ઞાન - રૂપરેખા
પ્રેક્ષાધ્યાન અજ્ઞાત રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે. કાયોત્સર્ગ પ્રતિમાધ્યાનમાં રત રહેવાનું અમોઘ સાધન છે. લાભ અને અનુભવ ઘણો થયો છે, જેની અભિવ્યક્તિ શબ્દોમાં સંભવિત નથી.”
“પ્રેક્ષાધ્યાન-શિબિરો અને વર્ગોમાં હજારો-હજારો લોકોએ ભાગ લીધો. પ્રેક્ષાધ્યાન વડે જીવન-વ્યવહારમાં પરિવર્તન આવે છે, જે શારીરિક સ્વાથ્ય તથા આધ્યાત્મિક જીવનના વિકાસનો આધાર બને છે. પ્રેક્ષાધ્યાન વડે જીવનમાં સાત્ત્વિક્તા, સરળતા, સૌહાર્દ અને પવિત્રતા વધે છે. એક વાક્યમાં પ્રેક્ષાધ્યાનના પરિણામને દર્શાવવામાં આવે તો – “આનાથી વ્યક્તિત્વનો સંપૂર્ણ વિકાસ થાય છે.”
સેંકડો-હજારો વ્યક્તિઓનો અનુભવ એવો છે કે પ્રેક્ષાધ્યાનના પ્રયોગથી વ્યક્તિનું જીવન રૂપાંતરિત થાય છે. આની સાબિતીઓ તુલસી અધ્યાત્મ નીડમમાં સુરક્ષિત છે. લાભાન્વિતોના હસ્તાક્ષરયુક્ત સંસ્મરણો પ્રેક્ષાધ્યાનમાસિક-પત્રિકામાં “અનુભવ કે સ્વર' કૉલમમાં પ્રકાશિત થતા રહે છે. - અમદાવાદ (ગુજરાત)ના (વ.) કાન્તાબેન સુરાણાએ લખ્યું છે –
પ્રેક્ષાધ્યાન-શિબિરોમાં મેં જીવન જીવવાની કળા મેળવી છે. શિબિરમાં ભાગ લેતા પહેલાં હું અસ્વસ્થ હતી, પ્રતિદિન દવાની વીસ ગોળીઓ લેતી હતી. હવે સવા વર્ષથી દવા લેવાની બિલકુલ બંધ કરી દીધી
- શ્રીમતી કાંતાબેને આ પછીનું સમગ્ર જીવન જાણે કે પ્રેક્ષાધ્યાનને જ સમર્પિત કરી દીધું. તેમણે પોતાના ઘરને જ પ્રેક્ષા-સાધનાનું અને પ્રેક્ષા-વર્ગોનું કેન્દ્ર બનાવી દીધું. તેમના દ્વારા પ્રેક્ષાનું શિક્ષણ મેળવનાર અનેક લાભાર્થીઓએ તેમને લખેલા સેંકડો પત્રો એ વાતનો પુરાવો છે કે પ્રેક્ષાએ અનેક હતાશ લોકોને જીવવાનું બળ પૂરું પાડ્યું હતું, અનેક રોગીઓના નાના-મોટા રોગોમાં રાહત આપી હતી અને કેટલાકના તો રોગોને પણ જડમૂળથી મટાડ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org