Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ મંગાવ્યાન : જીવવિજ્ઞાન - રૂપરંખો અંતઃકરણ હોય છે. પ્રશિક્ષણ આપતી વેળાએ તેમ જ પરસ્પર ચર્ચા, વાતચીત તથા તેમના વ્યક્તિગત અનુભવોના આધારે કહી શકાય કે પોલીસના વ્યવહાર તેમ જ ભાવનાઓના પરિષ્કારને માટે પ્રેક્ષાધ્યાનના પ્રયોગો આવશ્યક છે. શિક્ષણમાં જીવન-વિજ્ઞાન આવશ્યક શિક્ષણથી જીવન પ્રશિક્ષિત થાય છે. ભારતીય પ્રાચીન શિક્ષણ પદ્ધતિમાં અન્ય કળાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું તેની સાથે-સાથે જ જીવન કેવી રીતે જીવવું તેનું પ્રશિક્ષણ પણ આપવામાં આવતું હતું. આનું જ પરિણામ હતું કે સમાજમાં એકથી એક ચડિયાતી વિભૂતિઓ પેદા થઈ. સમાજમાં વ્યવસ્થા, અનુશાસન અને ચિરત્રની પ્રધાનતા રહી. આધુનિક શિક્ષણમાં આજીવિકાની પ્રધાનતા છે. શિક્ષણ સંસ્થાઓમાં બાળકને વાણિજ્ય, કૃષિ, શરીર-વિજ્ઞાન, જીવ-વિજ્ઞાન, વિજ્ઞાન, ગણિત વગેરેનું શિક્ષણ તો આપવામાં આવે છે પરંતુ જીવન-વિજ્ઞાનનું શિક્ષણ આપવામાં આવતું નથી. પ્રશિક્ષણ વિના ચરિત્રનિષ્ઠ, સંસ્કારી તથા નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ સમાજમાં કેવી રીતે આવશે ? ગણાધિપતિ શ્રી તુલસીનું એ કથન યથાર્થ જ છે કે આધુનિક શિક્ષણ-પદ્ધતિ ખરાબ નથી, શરત એ કે તેમાં જીવન-વિજ્ઞાન અથવા તો જીવન જીવવાની કળાનો સમાવેશ કરવામાં આવે. શિક્ષણ-જગતમાં સંતશ્રી તુલસીનું આ ચિંતન નવીન છે કે શિક્ષણનીતિની આલોચનાને બદલે રચનાત્મક જીવન-વિજ્ઞાનને તેની સાથે જોડવામાં આવે. આનાથી તેના દોષો આપમેળે જ સમાપ્ત થઈ જશે અને બાળક, પરિવાર તથા સમાજના સર્વાંગી વિકાસની સંભાવનાઓ પેદા થશે. બાળકના વિકાસ અને ચરિત્ર-નિર્માણની દૃષ્ટિએ રાજસ્થાન શિક્ષણ વિભાગે જીવન-વિજ્ઞાન પરિયોજનાઓ જિલ્લાઓની પસંદગીની શાળાઓમાં શરૂ કરી છે. તેનું પરિણામ સુખદ આવી રહ્યું છે. બાળકોમાં અનુશાસન અને ચિરત્રનું નિર્માણ થઈ રહ્યું છે. જીવન-વિજ્ઞાનનો ધોરણ ૧થી લઈ ૧૨ સુધીનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તદનુસાર પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરાવવામાં આવ્યા છે, જે જુદી-જુદી સ્કૂલોમાં ચાલી રહ્યાં છે. Jain Education International 23 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42