Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ ૨. જીવન-વિજ્ઞાન પેલા ધ્યાન એકાંતમાં નિવાસ કરનારા સંતો, સાધકો અથવા વિરક્ત જીવન જીવનારાઓ માટે જ નથી. પ્રેક્ષાધ્યાન એક યોગી માટે અનિવાર્ય છે તો એક ગૃહસ્થ માટે પણ આવશ્યક છે. પ્રેક્ષાધ્યાન જીવવાની કળા છે, જીવનનું વિજ્ઞાન છે. બાળકથી માંડી સંપૂર્ણ સમાજને જીવન-વિજ્ઞાનની આ પ્રવિધિમાંથી પસાર કરાવવાનું કલ્યાણકારી છે. જીવન-વિજ્ઞાનને જીવનના વ્યવહારમાં ઉતારીને જ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાથ્યની પ્રાપ્તિ કરી શકાય છે. જીવન-વિજ્ઞાન ભાવ-પરિષ્કાર, વ્યવહાર-પરિવર્તન તથા વ્યક્તિત્વના સર્વાગીણ વિકાસની સંપૂર્ણ પ્રવિધિ છે. તેનું લક્ષ્ય છે – એક સ્વસ્થ સમાજના નિર્માણ માટે સ્વસ્થ વ્યક્તિનું નિર્માણ. તેનાં સાધનો છે – યૌગિક ક્રિયા, યોગાસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ, ધ્યાન, ભાવના-યોગ તથા સ્વાધ્યાય. યૌગિક ક્રિયા (વ્યાયામ) વડે પગથી માથા સુધીના બધા અવયવો, અંગો તેમ જ સંધિ સ્થાનોનો વિકાસ થાય છે. યોગાસન વડે આંતરિક અવયવોની ક્રિયાનું સંતુલન અને નિયંત્રણ થાય છે. પ્રાણાયામ વડે શ્વાસનું દીર્ધીકરણ, સંતુલન, સંયમ અને સમ્યક્ ક્રિયાન્વય દ્વારા પ્રાણ-શક્તિ, સંકલ્પ-શક્તિ તથા ઈચ્છાશક્તિને પ્રખર બનાવવામાં આવે છે. આનાથી સ્વતઃ સંચાલિત સ્નાયુતંત્રનું નિયંત્રણ થવા લાગે છે. કાયોત્સર્ગ પૂર્ણ જાગરુક રહેતાં-રહેતાં અનાસક્તિની સાથે ગહન શિથિલીકરણનો અભ્યાસ છે. ધ્યાન સ્વયં દ્વારા સ્વયંના અવલોકનની કળા છે. અવચેતન મનના રહસ્યોના ઉદ્ધાટનની પ્રક્રિયા છે. દમિત, કુંઠિત વૃત્તિઓના પરિશોધનનો સચોટ ઉપાય છે. ધ્યાન અંતઃસ્ત્રાવી ગ્રંથિ-તંત્રને સક્રિય, નિયંત્રિત કરીને વૃત્તિઓ, ભાવનાઓ તેમ જ સંવેગોનો પરિષ્કાર કરે છે. ધ્યાન ભાવના-યોગ, સંકલ્પ-શક્તિ, ઈચ્છા-શક્તિ, ધ્વનિ-પ્રયોગ વગેરેના માધ્યમથી કરવામાં આવતો પુનઃ પુનઃ અભ્યાસ છે. સ્વાધ્યાય અનુભવપૂર્ણ સંબોધ વડે પોતાના અસ્તિત્વની યાત્રા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42