Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ પ્રજ્ઞાધ્યાન : જીવવિજ્ઞાન · રૂપરેખા . ૧૯ તેજોલેશ્યા ધ્યાન વડે આધ્યાત્મિક વિકાસનો પ્રારંભ થાય છે. તેજોલેશ્યાનો રંગ લાલ સૂરજ જેવો છે. તેનાથી આગળ પદ્મ-લેશ્યામાં પીળો રંગ અને અંતે શુક્લ-લેશ્યા વડે શ્વેત રંગની સ્થિતિ બની રહે છે. આ રંગો ચેતનાના વિકાસ અને કષાયની મંદતાના ઘોતક છે. કષાયની મંદતા વડે ચૈતન્ય વિશુદ્ધતમ બનીને વીતરાગ-યાત્રા માટે તત્પર બની જાય છે. પ્રેક્ષાના વિવિધ આયામો વિચાર-પ્રેક્ષા, વિચારો પ્રત્યે જાગરુક બનવું તે છે. વિચારો નિરંતર ગતિશીલ રહે છે. પોતાના ચિત્તને આપણે જેવું કેન્દ્રિત કરીએ છીએ કે વિચારોની સુદીર્ઘ શ્રૃંખલા તેજીથી ગતિમાન થવા લાગે છે. પ્રેક્ષાને જોવાનો જ્યારે પ્રયત્ન કરીએ છીએ ત્યારે વિચારોની શ્રૃંખલામાં અંતરાલ આવવા લાગે છે. જેમ-જેમ અંતરાલની પ્રેક્ષા કરીએ છીએ તેમ-તેમ વિચારોની શ્રૃંખલા વિલીન થતી જાય છે, માત્ર શુદ્ઘ ઉપયોગ બાકી રહી જાય છે. ચેતનાનો ઉપયોગ વર્તમાનમાં જોડાતાં જ વિચાર સ્વયં વિલીન થઈ જાય છે. વિચાર, સ્મૃતિ અને કલ્પનાની પાંખો પર સવાર થઈ નિરંતર ગતિશીલ રહે છે. તેની ગતિશીલતા કષાય વડે રાગ-દ્વેષમાં પરિણિત થઈ જાય છે. તેનાથી કર્મનો અનુબંધ થતો રહે છે. અર્હત્ તથાગત અતીત અને ભવિષ્યમાં જીવતા નથી. કલ્પનાને છોડનાર મહર્ષિ વર્તમાનના અનુપશ્યી બનીને કર્મશરીરનું શોષણ કરી નાખે છે. જયારે ચિત્ત વર્તમાનમાં જાગૃત રહે છે, ત્યારે સ્મૃતિ અને કલ્પનાઓ સતાવતી નથી, ત્યારે વ્યક્તિ વર્તમાનમાં નિરત રહે છે. ક્યારેક જાગરુકતા આવે છે અને ક્યારેક ઈન્દ્રિય-૨સમાં આકર્ષિત થઈ તે પ્રમાદમાં પ્રવૃત્ત થઈ જાય છે. ચિત્તની આ ચંચળ સ્થિતિ છે, જે ફરી-ફરી ઉત્પન્ન થાય છે. ચિત્તની આ નિર્બળ સ્થિતિને સંકલ્પબળ વડે કેન્દ્રિત કરી જાગરુક અવસ્થા પામી શકાય છે. આને સંકલ્પશક્તિ કહે છે. ચિત્ત રાગ-દ્વેષ તથા વિભિન્ન ઈન્દ્રિય-રસો વડે એટલું ભાવિત બની ગયું હોય છે કે જાણ્યે-અજાણ્યે વત્તિઓમાં રાગ-દ્વેષ અને ઈન્દ્રિય-ચપળતા For Private & Personal Use Only Jain Education International www.janelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42