________________
પ્રેક્ષાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરેખાં
સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા
શ્વાસ-પ્રશ્વાસને પોતાના સંકલ્પ વડે અનુલોમ-વિલોમ સંચાલિત કરવાની ક્રિયા સમવૃત્તિ શ્વાસ-પ્રેક્ષા કહેવાય છે. શ્વાસ-પ્રેક્ષા વડે ચૈતન્ય-કેન્દ્રો જાગૃત થાય છે. જ્યાં, જેવી રીતે, જે રૂપે શ્વાસ ચાલી રહ્યો હોય, ત્યાં તત્કાળ શ્વાસનો કુંભક કરવો તે શ્વાસ-સંયમ છે.
શરીર-પ્રેક્ષા
૧૭
શરીર ચેતનાનું મંદિર છે. તેના જ માધ્યમથી તે અભિવ્યક્ત થાય છે. શરીર-પ્રેક્ષા વડે ચૈતન્ય અનાવૃત્ત થાય છે. સાધક વર્તમાન ક્ષણમાં શરીરમાં ઘટનારી સુખ-દુઃખની વેદનાને દૃષ્ટાભાવથી જુએ છે, વર્તમાન ક્ષણનું અન્વેક્ષણ કરે છે, તે અપ્રમત્ત બની જાય છે. શરીર-પ્રેક્ષા કરનાર શરીરમાં ઉત્પન્ન થતા કંપનો-પ્રકંપનોને જુએ છે. શરીરમાં ક્ષણ-પ્રતિક્ષણ પરિવર્તન થતું રહે છે. પ્રેક્ષા વડે તે પરિવર્તનોને રાગ-દ્વેષથી મુક્ત ભાવે જોવામાં આવે છે. શરીરમાં સુખ-દુઃખનો જે કંઈ અનુભવ થાય છે, તે પણ કંપન અને પ્રકંપન છે. સુખ-દુ:ખ પદાર્થ અથવા ઘટના સાપેક્ષ હોય છે. ધ્યાન-અવસ્થામાં ઉત્પન્ન થતા કંપન-પ્રકંપનો પ્રત્યે તટસ્થતા દર્શાવીને સાધક તેનાથી થનારી આસક્તિથી મુક્ત બની જાય છે.
શરીર-પ્રેક્ષા વડે ચૈતન્યના એક-એક પ્રદેશને જાગૃત કરવામાં આવે છે. ચેતના સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. જ્ઞાન-તંતુઓ અને કર્મ-તંતુઓ શરીરમાં ફેલાયેલા છે. શરીરમાં પ્રત્યેક સ્થાને સંવેદન થાય છે. સંવેદન વડે સ્વયંનો અનુભવ થાય છે અને સ્વયંનો અનુભવ જ ચેતનાનો અનુભવ છે. સંવેદન ચૈતન્યનું લક્ષણ છે. તેને જોવું તે આત્માને જોવા બરાબર છે.
ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા
મનુષ્ય માત્ર હાડ-માંસનું માળખું નથી, પરંતુ ભાવપ્રધાન ચેતનાયુક્ત જ્ઞાનમય શક્તિ છે. શક્તિ, જ્ઞાન, ભાવ વગેરેને અભિવ્યક્ત કરનાર મહત્ત્વપૂર્ણ સ્થાનને ચૈતન્ય-કેન્દ્ર કહેવામાં આવેલ છે. શરીરમાં ચૈતન્યનાં કેટલાંક વિશિષ્ટ કેન્દ્રો છે, જેમને શરીર-શાસ્રીઓ ગ્રંથિઓ કહે છે. ગ્રંથિઓ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org