________________
પ્રક્ષાધાન : જીવનવિજ્ઞાન · રૂપરેખાં
ઉપસંપદા
ધ્યાન-દીક્ષા
ધ્યાન આધ્યાત્મિક ઉત્ક્રાંતિ છે, તેનાથી વ્યક્તિના જીવનની દિશા રૂપાંતરિત બને છે. ધ્યાન-સાધના માટે ઉપયુક્ત ભૂમિકાનું નિર્માણ આવશ્યક છે. પ્રેક્ષાધ્યાનની પ્રક્રિયા માત્ર ધ્યાન નથી, પરંતુ જીવનના વિકાસની સર્વાંગી પ્રક્રિયા છે. પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશને માટે ઉપસંપદાનો સ્વીકાર કરવાનું આવશ્યક હોય છે. ઉપસંપદા વડે સાધનામાં સ્થિરતા તથા દઢતાનો વિકાસ થાય છે.
-
ઉપસંપદા પ્રેક્ષાધ્યાનમાં પ્રવેશની ભૂમિકા ઊભી કરે છે. સાધક સૌ પ્રથમ પ્રેક્ષાધ્યાન માટે સંકલ્પ પ્રદર્શિત કરે છે ‘હું . આરાધના માટે ઉપસ્થિત થયો છું. હું માર્ગનો સ્વીકાર કરું છું. હું અંતર્દર્શનની સાધનાનો સ્વીકાર કરું છું.'
-
પ્રેક્ષાધ્યાન અપ્રમાદની પ્રક્રિયા છે. આથી તેને પ્રાપ્ત કરવા માટે શરીર અને ચિત્તની વિશુદ્ધિ આવશ્યક છે. તેને માટે ઉપસંપદાના પાંચ તત્ત્વો ભાવક્રિયા, પ્રતિક્રિયા-વિરતિ, મૈત્રી, મૌન અને મિતાહાર આવશ્યક છે. ભાવક્રિયાનું તાત્પર્ય છે વર્તમાનમાં જીવવું, જાણી-સમજીને કરવું, અપ્રમત્ત રહેવું. ભાવ-ક્રિયાને એક શબ્દમાં સમેટી લેવા માટે ‘હોશ' શબ્દ ઉપયુક્ત છે. હોશ ધર્મ છે તથા બેહોશી અધર્મ.
તનાવમાંથી મુક્તિ માટે કાયોત્સર્ગ
પ્રેક્ષાધ્યાન માટે શરીરની સ્થિરતા પરમ આવશ્યક છે. શરીરની સ્થિરતા કાયગુપ્તિ, કાયોત્સર્ગ અર્થાત્ કાયિક ધ્યાન છે. કાયોત્સર્ગની મહત્તાના સંદર્ભમાં ભગવાન મહાવીર કહે છે – ‘સવ્વ-દુક્ષ્મ-વિમોક્ખણું કાઉસ્સગં.’ (ઉત્તરાધ્યયન) બધા દુઃખોમાંથી મુક્ત કરનાર કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ તનાવ-મુક્તિ અને ચૈતન્ય-જાગરણની અદ્ભુત પ્રક્રિયા છે. આજના બુદ્ધિજીવીઓ તેને શિથિલીકરણ (Relaxation)ના નામે ઓળખે છે. કાયોત્સર્ગ પ્રેક્ષાધ્યાનના પ્રથમ ચરણ રૂપે પ્રયોજાય છે, જેનાથી ધ્યાનમાં સ્થિરતા તથા આસન મુદ્રામાં સ્વાભાવિકતા આવે છે. કાયોત્સર્ગમાં સ્વસૂચનોના માધ્યમથી પોતાના પ્રત્યેક અંગ અને તેની માંસપેશીઓને તનાવમાંથી નિરીક્ષણ જ સમસ્ત સમસ્યાઓનું સમાધાન
For Private & Personal Use Only
મુક્ત કરવામાં આવે છે.
૧૧
-
Jain Education International
www.jainelibrary.org