________________
પ્રેક્ષાથાન: જીવવિજ્ઞાન - રૂપરેખા
શ્રેષ્ઠ ગ્રંથ તેમ જ વિચારોનું પરિશીલન સ્વાધ્યાય છે. પ્રેક્ષાના પ્રયોગો અને પોલીસ
પોલીસ અને જીવન-વિજ્ઞાન – પોલિસ રાજયવ્યવસ્થા તેમ જ જનસુરક્ષાનું અંગ છે. સરકારના સુયશ અને અપયશમાં પોલીસની પ્રવૃત્તિઓનું મહત્ત્વપૂર્ણ પ્રદાન હોય છે. જનતંત્રમાં પોલીસનું ઉત્તરદાયિત્વ મહત્ત્વપૂર્ણ બની જાય છે. તેણે જનતાને પ્રેમ, સૌહાર્દ વડે સમજીને કાયદો અને વ્યવસ્થાનું અનુપાલન કરવાનું હોય છે. શક્તિ અને સત્તાના બળે જનતા પર શાસન કરી તેને સંચાલિત કરવાનું સરળ છે, પરંતુ સૌહાર્દ અને હૃદયપરિવર્તન વડે શાસિત કરવાનું કઠણ છે. જનતંત્રના કેટલાક વિશેષ અધિકારો જેવા કે હડતાળ, બંધ, ઘેરાવ અને ચક્કાજામની નીતિથી જનજીવનમાં અવ્યવસ્થા, અસુરક્ષા અને ભય ફેલાવા લાગે છે.
પોલીસે પણ આ બધી મુસીબતોને દૂર કરવાની વ્યવસ્થા કરવાની હોય છે, તેમ કરતાં અનુશાસન વ્યવસ્થાને માટે દંડ અને દમનના કારણે કઠોરતા આવી જાય છે. તેમનું માનસ પણ આનાથી વિક્ષિપ્ત ઉજિત અને પ્રતાડિત બની જાય છે, જેથી તેઓ શારીરિક દૃષ્ટિએ રોગી, માનસિક દષ્ટિએ અસંતુલિત અને ભાવાત્મક આવેગોથી પ્રભાવિત થઈ જાય છે.
પોલીસના વ્યવહાર, વ્યક્તિત્વ તથા ભાવોને કેવી રીતે પરિસ્કૃત કરી શકાય આ પ્રશ્ન પર આચાર્યશ્રી તુલસીના ઉત્તરાધિકારી આચાર્યશ્રી મહાપ્રજ્ઞજી સાથે વિચાર-વિમર્શ થયો. પોલીસ એકેડમી (જયપુર)ના આઈ.જી.પી. શ્રી ગુપ્તાએ પોલીસ કર્મચારીની શિબિર રાખવાનો અને તેમની વિધિવત શારીરિક અને માનસિક તપાસ કરવાનો નિર્ણય કર્યો.
બે સપ્તાહના આ શિબિરમાં લગભગ ૨૦૦ પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓએ ભાગ લીધો. તપાસ તથા પરીક્ષણ રાજસ્થાન વિશ્વવિદ્યાલયના મનોવૈજ્ઞાનિક ચિકિત્સા મહાવિદ્યાલયના પ્રોફેસર, રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ સંસ્થાન, નવી દિલ્હી તથા અન્ય સંસ્થાઓના વિશેષજ્ઞોના માર્ગદર્શનમાં રાખવામાં આવ્યાં. જેનું પરિણામ ધારણા કરતાં પણ વધુ સારું રહ્યું. ૬૦ ટકાથી વધુ વ્યક્તિઓમાં શારીરિક, માનસિક અને ભાવાત્મક પરિવર્તન જોવા મળ્યું. સૌથી મહત્ત્વપૂર્ણ પ્રમાણ તો વ્યક્તિનું પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org