Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ પ્રાધ્યાન : જીવવિજ્ઞાન - રૂપરેખા થઈ હતી. જૈન પરંપરામાં ધ્યાન જૈન પરંપરામાં ધ્યાન અને યોગ છે કે નથી ? આ પ્રશ્નનો ઉત્તર આચાર્યશ્રી મહાપ્રજ્ઞજીએ પોતાના પુસ્તક “મહાવીર કી સાધના કા રહસ્ય'માં વિસ્તારથી આપ્યો છે. તેનો એક અંશ અહીં ઉદ્ધત છે – “મેં કહુંગા કિ જૈન પરંપરા કી સાધના પદ્ધતિ કા નામ યોગ નહીં હૈ. ઉસકા નામ મોક્ષમાર્ગ હૈ. તાત્પર્ય કી દૃષ્ટિ સે મેરા ઉત્તર હોગા – જૈન પરંપરામાં યોગ હૈ. જૈન આગમ મેં ધ્યાન યોગ, સમાધિ યોગ ઔર ભાવના યોગ - ઇસ પ્રકાર કે યોગ મિલતે હૈ.' ભગવાન મહાવીરથી શતાબ્દીઓ પહેલાં અત્ દશ્નાલીએ ધ્યાનને શ્રમણચર્યાનું પ્રધાન અંગ બતાવ્યું છે. सीसं जहा सरीरस्स, जहा मूलं दुमस्स य । सव्वस्स साहु धम्मस्स, तहा झाणं विहीयते ॥ શરીરમાં જેમ શીર્ષ છે, વૃક્ષમાં જેમ મૂળ છે તેવી જ રીતે સમસ્ત સાધુ ધર્મમાં ધ્યાન પ્રધાન છે.” ધ્યાનને જો ધર્મથી જુદું કરવામાં આવે તો તે મસ્તકવિહીન મનુષ્યની માફક તથ્યહીન બની જશે. જૈન પરંપરામાં યોગ જુદા અર્થમાં પ્રયુક્ત થયો છે. ધ્યાન અને યોગની પરિભાષા જે “એકાગ્ર ચિન્તાયોગનિરોધો વા ધ્યાનમ્, યોગઃ ચિત્તવૃત્તિ-નિરોધઃ” આજ પ્રચલિત છે, પ્રાચીન યુગમાં તે રૂપે નહિ હતી. મૂળ તો જૈન પરંપરામાં કાવવામનઃવ્યાપારો યોગ' – કાયા, વચન અને મનની પ્રવૃત્તિનું નામ યોગ છે. તેમની એકાગ્રતા અને નિરોધ થાન છે. ચિત્તની ચંચળતા (પ્રવૃત્તિ) યોગ અને તેનો નિરોધ તે ધ્યાન છે. ચિત્તની વૃત્તિના નિરોધ રૂપે ધ્યાન ગુપ્તિનો એક પ્રકાર છે. ગુપ્તિ સંવર અને સમિતિ વડે નિર્જરા થાય છે. સંવર અને નિર્જરાને ધર્મના બે અંગો માનવામાં આવ્યા છે, ચેતનાનો શુદ્ધ ઉપયોગ જ જ્ઞાન તથા ધ્યાન છે. આચાર્ય વટ્ટકેરે આ વાતને પુષ્ટ કરતાં લખ્યું છે – જેના વડે પદાર્થને જાણી શકાય છે, ચંચળ ચિત્તનો નિરોધ થાય Jain Eduછે, આત્માની વિશુદ્ધિ થાય છે, હજૈન શાસનમાં તે જ જ્ઞાન છેainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42