________________
પ્રજ્ઞાચાન : જીવવિજ્ઞાન · રૂપરેખા
બ્રાહ્મણ. શ્રમણ પરંપરામાં જૈન, બૌદ્ધ, મંખલિપુત્ર ગૌશાલક વગે૨ે આવે છે. બ્રાહ્મણ પરંપરામાં વેદ, પુરાણ વગેરેમાં વિશ્વાસ રાખનારા વૈદિકો કહેવાય છે. તેમના વિચારો પણ અધ્યાત્મ અભિમુખ જ છે, છતાં પણ પદ્ધતિઓની પોતાની સ્વતંત્રતા તો હોય જ છે. ભારતીય દર્શનમાં ચરિત્રને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેની ઉદ્ઘોષણા છે કે ચરિત્રના આધાર વિનાના માત્ર દર્શનનું એટલું મહત્ત્વ હોતું નથી. દર્શન સમ્યક્ હોય છે તો આચરણને પણ સમ્યક્ થવાની પ્રેરણા મળે છે. જૈન દર્શનમાં જે વિચાર અને સાધના પદ્ધતિનું નિરૂપણ કરવામાં આવ્યું, તેને જૈન દર્શનના મર્મજ્ઞ આચાર્ય ઉમાસ્વાતિએ ‘તત્ત્વાર્થસૂત્ર'માં ‘સમ્યક્-દર્શન-જ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ:’ સમ્યક્ દર્શન, જ્ઞાન અને ચારિત્રને મોક્ષનો માર્ગ બતાવ્યો છે. જૈન સાધના-પદ્ધતિમાં તે ‘મોક્ષ-માર્ગ' નામે પ્રસિદ્ધ છે. બૌદ્ધ સાધના-પદ્ધતિને વિશુદ્ધિ-માર્ગ અને સાંખ્ય સાધના-પદ્ધતિને વિવેક ખ્યાતિ તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ સાધના-પદ્ધતિ ભલેને તે ગમે તે નામે ઓળખાતી હોય, તેનું મૂળ ધ્યેય ચિત્તની વિશુદ્ધિ, કષાય પર વિજય, પરમ સ્વરૂપને પામવાનું છે.
અષ્ટાંગ યોગનું જે વ્યવસ્થિત સ્વરૂપ બન્યું તેમાં મહર્ષિ પતંજલિની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. યોગનો વિકાસ મહર્ષિ પતંજલિથી શરૂ થાય છે. આનું તાત્પર્ય એવું નથી કે મહર્ષિ પતંજલિ યોગના પ્રવર્તક છે. પરંતુ તેમણે યોગમાર્ગનું વ્યવસ્થાપન કરી પોતાના ગ્રંથમાં તેની વિસ્તૃત વ્યાખ્યા કરી છે. યોગનો માર્ગ મહર્ષિ પતંજલિની પહેલા પણ હતો, એટલા માટે તો તેમણે પ્રથમ સૂત્રમાં ‘અથ યોગાનુશાસનમ્' વડે પોતાની વ્યવસ્થાની ચર્ચા કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા અને સમાધિને વિભાજીત કરી તેમણે સાધનાનો વિકાસક્રમ આલેખ્યો. યમથી ધારણા સુધીનો સમગ્ર ઉપક્રમ ધ્યાનની ઉપલબ્ધિ માટે છે.
ધારણાની સઘનતા ધ્યાન અને ધ્યાનની સઘનતા જ સમાધિ બને છે. ધ્યાન અથવા સમાધિની સાધના બધી પરંપરાઓમાં સમાન રૂપે પ્રતિષ્ઠિત છે. જૈન સાધનામાં ધ્યાનની સ્વીકૃતિ નવીન અથવા કોઈનું અનુકરણ નથી, પરંતુ સંપૂર્ણ સાધના-પદ્ધતિ હજારો વર્ષ પહેલાં પ્રચલિત અને વિકસિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org