Book Title: Prekshadhyana Jivan Vigyana Ruprekha
Author(s): Kishanlalmuni
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 8
________________ ૧. પ્રેક્ષાધ્યાન : પોતાની ઓળખાણ પોતાની ઓળખાણ પ્રેક્ષા ૬૦૦ ખર્વ કોશિકાઓ વડે બનેલું નાનકડું શરીર વિશ્વના જટીલતમ યંત્રો વડે સજ્જ કારખાનાઓથી પણ જટીલ છે. શરીરના એક-એક અંગમાં વિલક્ષણતા રહેલી છે. પૈસાના સિક્કા જેવડો માત્ર એક આંખનો ભાગ હોય છે, જેમાં એક કરોડ વીસ લાખ ‘કોન’ અને સિત્તેર લાખ “રોડ કોષિકાઓ તથા દસ લાખ નર્વવાળી “ઓપ્ટિક નર્વ મસ્તિષ્કના દૃષ્ટિકેન્દ્રને પોતે જોયેલું દશ્ય પહોંચાડે છે. સ્મૃતિ-કોષોમાં સ્થિત ચિત્રોને ઓળખી લઈ અભિવ્યક્તિ પ્રદાન કરે છે. બાહ્ય જગતને જોવા, ઓળખવાની આ ક્રિયા આંખો અને મસ્તિષ્ક વડે હર પળ થતી રહે છે. જોવાની આ ક્રિયા વડે બીજાની ઓળખાણ તો થઈ જાય છે, પરંતુ પોતે પોતાને ઓળખવા માટે આંતરચક્ષુનો પ્રયોગ કરવો પડે છે. પોતે પોતાને જોવું અર્થાત પોતાની જાત વડે પોતાને જોવાની પ્રક્રિયા જ “પ્રેક્ષા' છે. ભગવાન મહાવીરની વાણીમાં “સંપિક્તએ અપ્પગમખ્ખએણે પ્રેક્ષાનો ઉદ્યોષ છે. આત્માને આત્મા વડે જુઓ. પ્રેક્ષા : અર્થ-વ્યંજના “પ્રેક્ષા' શબ્દ રચનાની દષ્ટિએ “પ્ર” ઉપસર્ગ અને ઈક્ષ' ધાતુના સંયોગથી બનેલ છે, જેનું તાત્પર્ય છે ગહનતાથી જોવું, ધારીને જોવું. જોવાની ક્રિયા સામાન્ય આંખો વડે કરવામાં આવે છે; પરંતુ પ્રેક્ષામાં જોવું એટલે કે પોતાના અંતર્શન દ્વારા જાણવું. અર્થાત અનુભવ કરવો, સાક્ષાત્કાર કરવો એવો તેનો ભાવાર્થ છે. જૈન આગમમાં ‘પહા’ અને ‘વિષ્પસ્સઇ' બંને ધ્યાન અથવા સાધનાના વિશેષ પ્રયોગ માટે પ્રયોજાયાં છે. “પેહા' પ્રાકૃત ભાષાનો શબ્દ છે, જેનું સંસ્કૃત અને ગુજરાતી રૂપ “પ્રેક્ષા છે. એ જ રીતે વિપ્રસ્સનું સંસ્કૃત રૂપ “વિપશ્યતિ' બને છે, જે વિપશ્યનાના ભાવની અભિવ્યક્તિ કરે છે. અર્થ અને શબ્દની દૃષ્ટિએ વિપશ્યના અને પ્રેક્ષા સમાનાર્થક જ છે. “વિપશ્યના” બૌદ્ધ સાધના પદ્ધતિની એક પ્રક્રિયા રૂપે પ્રયુક્ત થાય છે. જૈન અને બૌદ્ધ પદ્ધતિઓ એક સમય અને એક જ ક્ષેત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42