________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૬ ]
[ ૪૩
કીધું ' તું કે-ભાઈ ! જુઓ, તમે બોલો છો એ વસ્તુની સ્થિતિ નથી. કેમકે કેવળીએ દીઠું છે એમ થશે એમ તમે કહો છો પણ હું તમને પૂછું છું કે-કેવળી છે એમ એના અસ્તિત્વની તમને પ્રતીતિ-શ્રદ્ધા છે? ભાઈ ! સ્વસન્મુખ થયા વિના એનો યથાર્થ સ્વીકાર થઈ શકતો નથી અર્થાત્ એનો યથાર્થ સ્વીકાર કરનારને પોતાના કેવળજ્ઞાનસ્વભાવી આત્માનું દર્શન-સમ્યગ્દર્શન થઈ જાય છે; અને તો પછી એને ભવ કે ભવની શંકા રહેતાં નથી. સમજાણું કાંઈ...? અહા ! જગતમાં સર્વજ્ઞ છે, એક સમયની પર્યાયમાં ત્રણકાળની સર્વ સત્તાઓને અડયા વિના જ જાણે એવા કેવળજ્ઞાનનું અસ્તિત્વ છે એનો સ્વીકાર કરનારને ભવ અને ભવનો ભાવ હોઈ શકે નહિ. એ વખતે પ્રવચનસાર વાંચ્યું ન હતું પણ એની ગાથા ૮૦–૮૧-૮૨ નો ભાવ આવ્યો હતો. કીધું કે જેને અરહંતની –કેવળીની પ્રતીતિ થઈ હોય તેના ભગવાને ભવ ન દીઠા હોય.
આગળ ગાથા ૧૬૦ માં આવે છે કે-‘ સો સવ્વળાળવર્સી મ્મર યેિળાવછળ્યો' ‘તે સર્વજ્ઞાની-દર્શી પણ નિજ કર્મ૨જ-આચ્છાદને' મતલબ કે ભગવાન આત્મા તો સર્વજ્ઞ અને સર્વદર્શી છે તોપણ પોતાના કર્મરૂપી રજથી ખરડાયો થકો-જુઓ, આમાં બીજા કેટલાક લોકો કહે છે કે-દ્રવ્યકર્મના કારણે બંધ–અવસ્થામાં, સર્વ પ્રકારે સર્વજ્ઞયોને જાણનારા એવા પોતાને જાણતો નથી. એને જ્ઞાનીઓ કહે છે–ભાઈ! એમ નથી. જુઓ, ટીકામાં અર્થ છે તે વાંચો. ટીકામાં કહ્યું છે કે જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ... ' ' જુઓ, ભાષા જુઓ; ‘ કર્મ૨જ-આચ્છાદને ' એટલે પુદ્દગલકર્મથી લેપાયેલું છે એમ નહિ પણ પોતાના અપરાધથી પ્રવર્તતા કર્મમળ એટલે ભાવકર્મથી લેપાયું હોવાથી જ બંધ અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને ‘નવિનાળવિ સવ્વો સર્વાં' સર્વથા સર્વ પ્રકારે જાણવા લાયક પોતાને જાણતો નથી તેથી સર્વ શેયોને જાણતો નથી. અહા ! સ્વભાવથી સર્વથા સર્વ પ્રકારે જાણનાર એવો પ્રભુ (આત્મા) પોતાના પુરુષાર્થના અપરાધને લઈને પોતાને જાણતો નથી માટે બધાને જાણતો નથી. ‘રુમ્મરણળ’-નો આ અર્થ કર્યો છે ભાઈ !
પ્રશ્ન:- તો ગોમ્મટસારમાં જ્ઞાનાવરણીય કર્મથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ને?
સમાધાનઃ- ભાઈ ! એ તો નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે.
આ બાબતે વર્ણીજી સાથે વિ. સં. ૨૦૧૩ માં મોટી ચર્ચા થઈ હતી. તેનું રેકોર્ડિંગ થયેલું છે અને હજારો પુસ્તકો છપાઈ ગયાં છે.
પ્રશ્ન:- રતનચંદજી (સહરાનપુર ):–મહારાજ કાનજીસ્વામી એમ કહે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com