________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
થાય છે. અહીં મુનિરાજ એમ કહે છે કે અમે જ્ઞાનાનંદની મૂર્તિ અતીન્દ્રિય સુખનો સાગર એવા ત્રિકાળી ભગવાન આત્માની દષ્ટિપૂર્વક રાગને જીત્યો છે. અહાહા....! વસ્તુ આત્મા પરિપૂર્ણ જ્ઞાયકતત્ત્વ છે. એમાં દષ્ટિ બાંધીને અમે આસ્રવ પર સદાને માટે વિજય પ્રાપ્ત કર્યો છે. અહાહા....! જેણે નિત્ય વિજય પ્રાપ્ત કર્યો છે એવા સંવરને ઉત્પન્ન કરતી, પરરૂપથી જુદી ચૈતન્યજ્યોતિ અમને પ્રગટ થઈ છે હવે કહે છે
કેવી છે તે ચૈતન્યજ્યોતિ? “સચસ્વરૂપે નિયમિત રત' પોતાના સમ્યક સ્વરૂપમાં નિશ્ચળપણે-અચળપણે પ્રકાશિત છે, ‘નિયમ’ ચિન્મય છે, “નવસં' ઉજ્વળ ( નિર્મળ, નિરાબાધ, દેદીપ્યમાન) છે. વળી ‘નિન-ર-પ્રાયમરમ' નિજરસના (પોતાના ચૈતન્યરસના) ભારવાળી–અતિશયપણા વાળી છે. આવી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે અને ફેલાય છે એટલે કે તે મુક્ત આત્મદશાને પામે છે. દુઃખરૂપ એવા પુણ્ય-પાપના બન્ને ભાવોને જીતીને સંવરને પામેલી જ્યોતિ આમ્રવને હવે કોઈ દિ' અડશે નહિ અર્થાત્ હવે આસ્રવ ફરીથી ઉત્પન્ન નહિ થાય.
સમયસાર ગાથા ૩ માં આવે છે કે દરેક આત્મા પોતાના ગુણપર્યાયોને ચુંબતો સ્પર્શતો ટકી રહ્યો છે, પરદ્રવ્ય કે એના ગુણપર્યાયોને કદી અડતો-સ્પર્શતો નથી. અહીં કહે છે કે આત્મા પોતાના ગુણ તથા સંવિત્તિરૂપ એવી જ્ઞાનની પર્યાયને સ્પર્શે છે, રાગને સ્પર્શતો નથી. અહીં રાગને આત્માની પર્યાયમાંથી કાઢી નાખ્યો. (સંવર અધિકાર છે ને?)
નિજરસના ભારવાળી એટલે શુદ્ધ ચૈતન્યરસના-આનંદરસના-વીતરાગરસના-શાંતરસના ભારવાળી–અતિશયપણાવાળી ચૈતન્યજ્યોતિ પ્રગટ થાય છે. અહાહા..! શું કળશ છે! અલૌકિક અદ્દભુત વાત છે. જેમ હજાર પાંખડીવાળા ગુલાબની કળી બીડાયેલી હોય અને વિકસિત થાય તેમ અનંતગુણની અનંત પાંખડિયે વિકસિત થઈ ભગવાન પ્રગટ થાય છે. લ્યો, આવી વાત!
* કળશ ૧૨૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
અનાદિકાળથી જે આસવનો વિરોધી છે એવા સંવરને જીતીને આસ્રવ મદથી ગર્વિત થયો છે. તે આસ્રવનો તિરસ્કાર-અનાદર કરીને તેના પર જેણે હંમેશને માટે જય મેળવ્યો છે અર્થાત્ કેવળજ્ઞાન પામતાં સુધી જે રહેવાનો છે એવા સંવરને ઉત્પન્ન કરતો, સમસ્ત પરરૂપથી જુદા-પરદ્રવ્ય અને પરભાવથી જુદો અને પોતાના સ્વરૂપમાં નિશ્ચળ એવો આ ચૈતન્યપ્રકાશ નિજરસની અતિશયતાપૂર્વક નિર્મળપણે ઉદય પામે છે. જુઓ “નિજરસની અતિશયતાપૂર્વક એટલે ચૈતન્યપ્રકાશ રાગના કારણ વડે ઉદય પામે છે એમ નહિ પણ નિજ ચૈતન્યરસના કારણે ઉદય પામે છે; પહેલાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com