Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 438
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૦ થી ૧૯૨ ] [ ૪ર૩ [ વિરતમાવ: ૨] અવિરતભાવ [ યો : ૨] અને યોગ- [ મધ્યવસાનાનિ] એ (ચાર) અધ્યવસાન [ મળતા:] કહ્યા છે. [જ્ઞાનિ:] જ્ઞાનીને [ હેત્વમાવે] હેતુઓના અભાવે [ નિયમાન્] નિયમથી [ નવનિરોધ:] આસ્રવનો નિરોધ [નીયતે] થાય છે, [ નીવમાવેન વિના] આસ્રવભાવ વિના [ વર્મળ: gિ] કર્મનો પણ [ નિરોધ:] નિરોધ [નાયતે] થાય છે, [ ] વળી [ શર્મ: અમાન] કર્મના અભાવથી [ નોર્મમ ]િ નોકર્મોનો પણ [ નિરોધ: ] નિરોધ [ Mાયતે] થાય છે, [૨] અને [નોર્મનિરોધેન] નોકર્મના નિરોધથી [ સંસારનિરોધનં] સંસારનો નિરોધ [ભવતિ] થાય છે. ટીકા- પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ (અભિપ્રાય) જેમનું મૂળ છે એવા મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગસ્વરૂપ અધ્યવસાનો વિદ્યમાન છે, તેઓ રાગદ્વેષમોહસ્વરૂપ આસ્રવભાવનાં કારણ છે; આસ્રવભાવ કર્મનું કારણ છે; કર્મ નોકર્મનું કારણ છે; અને નોકર્મ સંસારનું કારણ છે. માટે સદાય આ આત્મા, આત્માને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ-યોગમય આત્માને માને છે (અર્થાત્ મિથ્યાત્વાદિ અધ્યવસાન કરે છે); તેથી રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવને ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે; તેથી નોકર્મ થાય છે; અને તેથી સંસાર ઉત્પન્ન થાય છે. પરંતુ જ્યારે તે આત્મા), આત્માને કર્મના ભેદવિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ઉપલબ્ધ કરે છે-અનુભવે છે ત્યારે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો કે જે આસ્રવભાવનાં કારણો છે તેમનો અભાવ થાય છે; અધ્યવસાનોનો અભાવ થતાં રાગદ્વેષમોહરૂપ આસ્રવભાવનો અભાવ થાય છે; આસવભાવનો અભાવ થતાં કર્મનો અભાવ થાય છે; કર્મનો અભાવ થતાં નોકર્મનો અભાવ થાય છે; અને નોકર્મનો અભાવ થતાં સંસારનો અભાવ થાય છે. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે. ભાવાર્થ- જીવને જ્યાં સુધી આત્મા ને કર્મના એકપણાનો આશય છે-ભેદવિજ્ઞાન નથી ત્યાં સુધી મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગસ્વરૂપ અધ્યવસાનો વર્તે છે, અધ્યવસાનથી રાગદ્વેષમોહરૂપ આગ્નવભાવ થાય છે, આગ્નવભાવથી કર્મ બંધાય છે, કર્મથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થાય છે અને નોકર્મથી સંસાર છે. પરંતુ જ્યારે તેને આત્મા ને કર્મનું ભેદવિજ્ઞાન થાય છે ત્યારે શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થવાથી મિથ્યાત્વાદિ અધ્યવસાનોનો અભાવ થાય છે, અધ્યવસાનના અભાવથી રાગદ્વેષમોહરૂપ આસ્રવનો અભાવ થાય છે, આમ્રવના અભાવથી કર્મ બંધાતાં નથી, કર્મના અભાવથી શરીરાદિ નોકર્મ ઉત્પન્ન થતાં નથી અને નોકર્મના અભાવથી સંસારનો અભાવ થાય છે.-આ પ્રમાણે સંવરનો અનુક્રમ જાણવો. સંવર થવાના ક્રમમાં સંવરનું પહેલું જ કારણ ભેદવિજ્ઞાન કહ્યું છે તેની ભાવનાના ઉપદેશનું કાવ્ય કહે છે: Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461