Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 451
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates ૪૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૬ * કળશ ૧૩૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં જ્ઞાનનું જ્ઞાનમાં ઠરવું બે પ્રકારે જાણવું. એક તો મિથ્યાત્વનો અભાવ થઈ સમ્યજ્ઞાન થાય અને ફરી મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય.” આત્મા જ્ઞાનાનંદ સહજાનંદસ્વરૂપ છે. એને રાગથી ભિન્ન જાણતાં જે ભેદજ્ઞાન પ્રગટ થાય તે અખંડધારાએ રહે; વચમાં મિથ્યાત્વ ન આવે-ફરીને મિથ્યાત્વ ન આવે ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠર્યું કહેવાય. આ એક પ્રકાર કહ્યો. બીજો પ્રકાર: “જ્યારે જ્ઞાન શુદ્ધોપયોગરૂપે સ્થિર થઈ જાય અને ફરી અન્ય વિકારરૂપે ન પરિણમે ત્યારે તે જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય.' જ્યારે ધ્યાન-ધ્યાતા-ધ્યેયના વિકલ્પને છોડી ઉપયોગ એકલા અંદર આત્મસ્વરૂપમાં સ્થિર લાગ્યો રહે અને ફરી અન્યવિકારરૂપે ન પરિણમે-અન્ય અન્ય જ્ઞયમાં ન ભમે વા વિકલ્પરૂપ ન થાય ત્યારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ગયું કહેવાય. ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ જ્ઞાનમાત્ર વસ્તુ છે. પોતાની ચૈતન્યમય વસ્તુ શું છે એની ખબર ન કરે અને બહારની બધી માંડે એ તો “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને પાડોશીને આટો” એના જેવી વાત છે. અહા ! પોતાનું આત્મકલ્યાણ કેમ થાય એની ખબર ન કરી અને બીજાનું કરવામાં રોકાઈ ગયો! ભાઈ ! પરથી-રાગથી ભેદજ્ઞાન કર્યા વિના આત્મકલ્યાણ નહિ થાય. તેથી કહે છે-“જ્યાં સુધી બન્ને પ્રકારે જ્ઞાન જ્ઞાનમાં ઠરી ન જાય ત્યાં સુધી ભેદવિજ્ઞાન ભાવ્યા કરવું.' શ્રીમદ્ રાજચંદ્ર) ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં જ્ઞાની હતા. બહારમાં લાખો રૂપિયાનો ઝવેરાતનો ધંધો હતો પણ અંદરમાં તેઓ જ્ઞાનમાં તેના ભિન્ન જાણનારમાત્ર નાળિયેરમાં ગોળો છૂટો પડી જાય તેમ રાગથી ભિન્ન પડી આત્મજ્ઞાન-ભેદજ્ઞાન કરવાથી અંદર ચૈતન્યગોળો છૂટો પડી ગયો હતો. ભગવાન આત્માના અખંડ એકરૂપ ચૈતન્યરસને બતાવતાં શ્રીમદે કહ્યું છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.'' ભગવાન આત્મા શુદ્ધ-પવિત્ર ચિદાનંદમય જ્ઞાનનો પિંડ છે, ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશી છે, સ્વયંજ્યોતિ-ચૈતન્યબિંબ ભગવાન સ્વયંસિદ્ધ વસ્તુ છે અને આનંદનું ધામસુખનું ધામ પ્રભુ છે. આવો આત્મા ભેદજ્ઞાન વડ જ ઉપલબ્ધ થાય છે. અહા ! આત્મા પોતે સુખનું ધામ હોવા છતાં લોકો સુખને માટે બહાર ફાંફાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461