________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
[ર્મનાં સંવરેન] કર્મનો સંવ૨ થયો અને કર્મનો સંવર થવાથી, [જ્ઞાને નિયતણ્ પુતત્ જ્ઞાનં સવિતા] જ્ઞાનમાં જ નિશ્ચળ થયેલું એવું આ જ્ઞાન ઉદય પામ્યું- [વિમ્રત્ પરમમ્ તોત્રં] કે જે જ્ઞાન ૫૨મ સંતોષને (અર્થાત્ ૫૨મ અતીંદ્રિય આનંદને) ધારણ કરે છે, [અમન—આતોમ્ ] જેનો પ્રકાશ નિર્મળ છે (અર્થાત્ રાગાદિકને લીધે લિનતા હતી તે હવે નથી ), [ અન્તાનન્] જે અમ્લાન છે ( અર્થાત્ ક્ષાયોપમિક જ્ઞાનની માફક કરમાયેલું-નિર્બળ નથી, સર્વ લોકાલોકને જાણનારું છે), [yō] જે એક છે (અર્થાત્ ક્ષયોપશમથી ભેદ હતા તે હવે નથી ) અને [ શાશ્વત-૩ઘોતમ્ ] જેનો ઉદ્યોત શાશ્વત છે (અર્થાત્ જેનો પ્રકાશ અવિનશ્વર છે). ૧૩૨.
ટીકાઃ- આ રીતે સંવર (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગયો.
ભાવાર્થ:- રંગ ભૂમિમાં સંવરનો સ્વાંગ આવ્યો હતો તેને જ્ઞાને જાણી લીધો તેથી તે નૃત્ય કરી બહાર નીકળી ગયો.
ભેદવિજ્ઞાનકલા પ્રગટે તબ શુદ્ધસ્વભાવ લહૈ અપનાહી, રાગ-દ્વેષ-વિમોહ સબહી ગલિ જાય ઇમૈ દુઠ કર્મ રુકાહી; ઉજ્વલ જ્ઞાન પ્રકાશ કરૈ બહુ તોષ ધરે પ૨માતમમાહી, યોં મુનિરાજ ભલી વિધિ ધારત કેવલ પાય સુખી શિવ જાહીં.
આમ શ્રી
સમયસાર
સમયસારની ( શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી પરમાગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સંવરનો પ્રરૂપક પાંચમો અંક સમાસ થયો.
*
*
સમયસાર ગાથા ૧૯૦ થી ૧૯૨ મથાળુ
હવે પૂછે છે કે સંવર કયાં ક્રમે થાય છે?
રાગથી ભિન્ન પડીને સ્વરૂપમાં લીનતા કરવી તે સંવર છે. એવા સંવ૨નો એટલે કે શુદ્ધિની ઉત્પત્તિનો ક્રમ શું છે? તેના ઉત્તરરૂપ ગાથાઓ કહે છે:
*ગાથા ૧૯૦ થી ૧૯૨ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘પ્રથમ તો જીવને, આત્મા અને કર્મના એકપણાનો અધ્યાસ જેમનું મૂળ છે એવાં મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિયોગસ્વરૂપ અધ્યવસાનો વિધમાન છે, તેઓ રાગદ્વેષ-મોહસ્વરૂપ આસવભાવનાં કારણ છે;...’
ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ, પરમ આનંદ તત્ત્વ છે; તે વિકારી ભાવોથી સદાય ભિન્ન છે. તેને (વિકારથી) ભિન્ન ન માનતાં બન્નેને એક માનવાં તે મિથ્યાત્વરૂપ મહાશલ્ય છે. ભાઈ! આ અનંત તીર્થંકરોનો-કેવળી ભગવંતોનો પોકાર છે. અહાહા...! ગણધરો, ઇન્દ્રો, કરોડો મનુષ્યો અને દેવોની સભામાં ભગવાનની જે દિવ્ય-ધ્વનિ થઈ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com