Book Title: Pravachana Ratnakar 06
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 430
________________ Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૮૭ થી ૧૮૯ ] | [ ૪૧૫ [ સ્થિત:] સ્થિત થયો થકો [૨] અને [ બન્યરિમન] અન્ય (વસ્તુ) ની [ રૂછાવિરત: ] ઇચ્છાથી વિરમ્યો થકો, [૫: માત્મા] જે આત્મા, [સર્વસમુp:] (ઈચ્છારહિત થવાથી) સર્વ સંગથી રહિત થયો થકો, [ માત્માનન્] (પોતાના) આત્માને [માત્મા] આત્મા વડે [ ધ્યાતિ] ધ્યાવે છે [ કર્મ નોર્મ ] કર્મ અને નોકર્મને [ન ]િ ધ્યાતો નથી, [ રેતયિતા] ( પોતે) ચેતયિતા ( હોવાથી) [ Lહત્વન] એકત્વને જ [ રિન્તત્તિ ] ચિંતવે છે–ચેતે અનુભવે છે, [ સા ] તે (આત્મા), [માત્માનું ધ્યાન ] આત્માને ધ્યાતો, [વર્ગનજ્ઞાનમય:] દર્શનજ્ઞાનમય અને [ અનન્યમય:] અનન્યમય થયો થકો [ વિરેT Pa] અલ્પ કાળમાં જ [ ર્મપ્રવિમુw] કર્મથી રહિત [ માત્માનમ્ ] આત્માને [ નમસ્તે] પામે છે. ટીકાઃ- જે જીવ રાગદ્વેષમોહ જેનું મૂળ છે એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દઢતા (અતિ દઢ) ભેદવિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, શુદ્ધદર્શનજ્ઞાનરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત (સ્થિર) કરીને, સમસ્ત પરદ્રવ્યની ઇચ્છાના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થઈને, નિરંતર અતિ નિષ્કપ વર્તતો થકો, કર્મ-નોકર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને જ આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયિતાપણું હોવાથી એત્વનેજ સચેતે છે (-જ્ઞાનચેતનારૂપ રહે છે), તે જીવ ખરેખર, એકત્વ-ચેતન વડે અર્થાત્ એકત્વના અનુભવને વડ (પદ્રવ્યથી) અત્યંત ભિન્ન ચૈતન્યચમત્કારમાત્ર આત્માને ધ્યાતો, શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો, શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (પ્રાપ્તિ) થતાં સમસ્ત પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો, અલ્પ કાળમાં જ સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરનો પ્રકાર (ગીત) છે. ભાવાર્થ:- જે જીવ પ્રથમ તો રાગદ્વેષમોહ સાથે મળેલા મનવચનકાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદજ્ઞાનના બળ વડે ચળવા ન દે, પછી તેને શુદ્ધદર્શનજ્ઞાનમય આત્મસ્વરૂપમાં નિશ્ચળ કરે અને સમસ્ત બાહ્ય-અભ્યતર પરિગ્રહથી રહિત થઇને કર્મ-નોકર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઇ તેને જ અનુભવ્યા કરે અર્થાત્ તેના જ ધ્યાનમાં રહે, તે જીવ આત્માને ધ્યાવાથી દર્શનજ્ઞાનમય થયો થકો અને પરદ્રવ્યમયપણાને ઓળંગી ગયો થકો અલ્પ કાળમાં સમસ્ત કર્મથી મુક્ત થાય છે. આ સંવર થવાની રીત છે. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: ૧. ચેતયિતા = ચેતનાર; દેખનાર-જાણનાર. ૨. અનન્યમય = અન્યમય નહિ એવો ૩. ચેતવું = અનુભવવું; દેખવું-જાણવું. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461