________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
ત્યારે કેટલાક કહે છે-વીતરાગની વાણીમાં પુણ્યભાવ બંધનું કારણ છે એમ અહીં નિશ્ચયથી કહ્યું છે પણ બીજે ભિન્ન સાધ્ય-સાધનભાવ કહ્યો છે કે નહિ? વ્યવહાર (-પુણ્યભાવ) સાધન છે એમ કહ્યું છે કે નહિ?
બાપુ! એ સાધનનો અર્થ શું? સમકિતીને સ્વરૂપની નિર્મળ દષ્ટિ છે તે નિશ્ચય સમ્યકત્વ) છે અને સાથે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે તેને નિમિત્ત જાણીને ઉપચારથી-વ્યવહારથી આરોપ આપીને સમકિત કહ્યું છે. શું એ રાગ ખરેખર સમકિત છે? ના; એ તો ચારિત્રનો દોષ છે. પરંતુ સ્વરૂપના દષ્ટિ-જ્ઞાન-રમણતા સાથે તે રાગ સહકારી છે, નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા તેને આરોપ આપીને વ્યવહારથી સમકિત કહ્યું છે. વ્યવહાર સમક્તિ છે તો બંધનું કારણ પણ એને ઉપચારથી મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ એનો અર્થ શું? કે તે મોક્ષનું કારણ નથી. મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૫૬ ઉપર આનો અત્યંત સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ત્યાં કહ્યું છે કે
“જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો સત્યાર્થ એમ જ છે” એમ જાણવું. તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને “એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે” એમ જાણવું.''
જરી શરીર ઠીક હોય, પાંચ-પચાસ લાખની સંપત્તિ હોય, આબરૂ ઠીક હોય અને પહોળો-પહોંચતો ક્ષયોપશમ હોય ત્યાં એ બધાના રાગમાં અને રાગની રુચિમાં તું મરી રહ્યો છે ભાઈ ! નાથ ! તું અનંત-અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છે. આવા તારા ત્રિકાળી સનું લક્ષ નહિ હોવાથી રાગની રુચિએ તને ઘાયલ કર્યો છે, મારી નાખ્યો છે. જેને રાગની રુચિ છે. તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. શ્રી આનંદઘનજીએ કહ્યું છે
વૈષ અરોચક ભાવ.” જેને પરમાત્મસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા રુચતો નથી અને રાગ રુચે છે તેને પોતાના આત્મા પ્રત્યે દ્વેષ છે. (તેને અનંતાનુબંધીનો ક્રોધ છે). એણે પડખું ફેરવ્યું છે ને! સ્વભાવના પડખે રહેવાને બદલે તે રાગના પડખે રહ્યો છે. તેને અહીં આચાર્યદેવ કહે છે-ભાઈ ! શુભ અને અશુભ બને ભાવ બંધનાં કારણ છે અને તેથી ભગવાનની વાણી બન્ને કર્મોને નિષેધે છે. આવી વાત છે.
હવે આ અર્થમાં કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૦૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
ય' કારણ કે “સર્વવિ:' સર્વજ્ઞદેવો “સર્વમ વિ વર્મ' સમસ્ત (શુભ તેમ જ અશુભ ) કર્મને “વિશેષાત' અવિશેષપણે “વિશ્વસનમ' બંધનું સાધન (-કારણ ) કહે છે..
Please inform us of any errors on rajesh@AtmaDharma.com