________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૭–૧૭૮ ]
[ ૩૩૩
થાય છે અને તેથી દ્રવ્યાસ્ત્રવો એટલે જૂનાં દ્રવ્યકર્મો નવાં કર્મબંધનાં કારણે થાય છે, અને તેથી અનેક પ્રકારનાં-આઠેય પ્રકારનાં કર્મ બંધાય છે.
અહા ! સમ્યક રુચિ હતી ત્યારે રાગની ઉત્પત્તિ તે હિંસા અને રાગની અનુત્પત્તિ તે અહિંસા એમ યથાર્થ માનતો હતો તે રુચિ પલટતાં (મિથ્યા રુચિ થતાં) ફરીને એમ માનવા લાગ્યો કે રાગની ઉત્પત્તિ તે પણ અહિંસા છે; અર્થાત્ પરની દયાનો ભાવ, પરને સુખી કરવાનો ભાવ, પરને સહાય કરવાનો ભાવ તે ધર્મી છે એમ માનવા લાગ્યો. અરે! શુદ્ધનયથી ભ્રષ્ટ થતાં આત્માની જેમાં હિંસા થાય છે તેમાં અહિંસા માનવા લાગ્યો.
આ રીતે અહીં શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધતાના ભાનથી (સમ્યકત્વથી) ટ્યુત થવું એમ કરવો.” જુઓ! જયચંદજી પંડિતે કેવો સરસ ખુલાસો કર્યો છે! શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ હું છું એવા વિશ્વાસના પરિણમનથી પતિત થઈ હું રાગી અને અલ્પજ્ઞ છું એમ માનવું. અહા ! તે આત્મા મિથ્યાદષ્ટિ થઈ ગયો. શુદ્ધનયથી શ્રુત થવાનો અર્થ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિથી શ્રુત થવું તે મુખ્ય છે.
ઉપયોગની અપેક્ષા અહીં ગૌણ છે, અર્થાત્ શુદ્ધનયથી શ્રુત થવું એટલે શુદ્ધ ઉપયોગથી શ્રુત થવું એવો અર્થ અહીં મુખ્ય નથી.” શું કીધું આ? અંતરમાં જ્ઞાતા-જ્ઞાન-શય એવા ભેદનું લક્ષ છોડી જ્ઞાયકના અનુભવમાં ઉપયોગની જમાવટ થવી તેને શુદ્ધોપયોગ કહે છે. એવા શુદ્ધ ઉપયોગથી છૂટી વિકલ્પમાં-રાગમાં આવવું એ અર્થ અહીં ગૌણ છે. શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો અનુભવ થઈને એની પ્રતીતિ આવવી તે સમ્યગ્દર્શન છે. આવો સમ્યગ્દષ્ટિ શુદ્ધ ઉપયોગમાંથી છૂટી અશુદ્ધ ઉપયોગમાં આવે તે અર્થ અહીં મુખ્ય નથી પણ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થઈ રાગની રુચિમાં-પ્રેમમાં આવી જવું તે અર્થ મુખ્ય છે.
“કારણ કે શુદ્ધોપયોગરૂપ રહેવાનો કાળ અલ્પ હોવાથી માત્ર અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને પછી તેનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય તોપણ મિથ્યાત્વ વિના જે રાગનો અંશ છે તે અભિપ્રાયપૂર્વક નહિ હોવાથી જ્ઞાનીને માત્ર અલ્પ બંધ થાય છે અને અલ્પ બંધ સંસારનું કારણ નથી. માટે અહીં ઉપયોગની અપેક્ષા મુખ્ય નથી.'
શું કહ્યું આ? અહીં એમ કહે છે કે નિજ પરમાત્મદ્રવ્યના અનુભવની સ્થિરતારૂપ શુદ્ધ ઉપયોગ-ધ્યાનની દશા અલ્પ કાળ જ રહે છે. માટે અલ્પ કાળ શુદ્ધોપયોગરૂપ રહીને, પછી એનાથી છૂટી જ્ઞાન અન્ય જ્ઞયોમાં ઉપયુક્ત થાય છે અર્થાત્ ઉપયોગ અંદર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com