________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૭૯-૧૮૦ ]
[ ૩૪૧
સદ્ભાવ થાય છે અને તે નવીન કર્મબંધનું નિમિત્ત થવાથી તેને જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થશે
“અને આ અપ્રસિદ્ધ પણ નથી (અર્થાત્ આનું દષ્ટાંત જગતમાં પ્રસિદ્ધ-જાણીતું છે); કારણ કે ઉદાગ્નિ, પુરુષે ગ્રહેલા આહારને રસ, રુધિર, માંસ આદિ ભાવે પરિણમાવે છે એમ જોવામાં આવે છે. જેમ જઠરાગ્નિ પુરુષે ગ્રહણ કરેલા આહારને રસ, રુધિર. માંસ આદિ ભાવે પરિણમાવે છે તેમ અજ્ઞાનીને જે રાગદ્વેષમોહ થયા એ પુદ્ગલકર્મને જ્ઞાનાવરણાદિભાવે બંધરૂપે પરિણમાવે છે. રાગદ્વેષમોટું કર્મબંધનું નિમિત્ત છે ને ? તેથી કર્મબંધરૂપે પરિણમાવે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...?
સૂક્ષ્મ વાત છે, ભાઈ ! સમજવી કઠણ પડે પણ એને સમયે જ છૂટકો છે. દુર્લભ લાગે, આકરો લાગે પણ માર્ગ તો આ જ છે. એના વિના જન્મ-મરણના આરા નહિ આવે. બાપુ! તારાં માનેલાં વ્રત, તપ અને ઉપવાસ તો અનંતવાર કરી ચૂકયો છું પણ તારા આત્માની ઉપ નામ સમીપ કદીય વસ્યો નથી.
વ્યવહાર નથી એમ કોઈ કહે તો એમ નથી. નિમિત્ત છે, પણ નિમિત્ત પરનું કાર્ય કરે છે એમ નથી. નિમિત્તને નિમિત્ત-કારણ, વ્યવહારને વ્યવહારકારણ કહેવાય પણ એ અંદર ઉપાદાનમાં કાંઈ કાર્ય કરે છે એમ નથી.
હવે આવી વાતો સમજાય નહિ એટલે નવા માણસને તો એમ લાગે કે અમે ધર્મ સાંભળવા આવ્યા છીએ અને આમાં તો ધર્મ કેમ થાય એ તો આવતું જ નથી. અરે ભાઈ ! તો આ શું વાત ચાલે છે? વીતરાગ માર્ગમાં પુણ્ય-પાપના પરિણામથી ભિન્ન પડી નિજ ચૈતન્યની દષ્ટિ અને એનો જ અનુભવ કરવો એને ધર્મ કહે છે. અને શુદ્ધ ચૈતન્યનો આદર અને દષ્ટિ છોડી રાગનો આદર અને સત્કાર કરવો તેને અધર્મ કહે છે.
અજ્ઞાનીઓ કહે છે–તમે ગમે તે કહો પણ ઉપવાસ છે તે તપશ્ચર્યા છે અને તપશ્ચર્યાથી નિર્જરા છે અને નિર્જરા છે તે મોક્ષમાર્ગ છે. વળી તેઓ કહે છે- શાસ્ત્રમાં પણ તપની વ્યાખ્યા કરતાં અનશન, ઉણોદરને તપ કહ્યું છે.
હા, ભાઈ ! પણ એ તો બધાં નિમિત્તનાં કથન છે. આનંદનો નાથ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્મા છે. એમાં સ્થિરતા થતાં શરીર, કુટુંબ આદિ પ્રત્યે મમતા છૂટી અંતરમાં કષાયરહિત પરિણતિ થવી તેને ભગવાન તપ કહે છે. શદ્ધ નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપમાં તે પ્રતપવું-પર્યાયનું શોભાયમાનપણે થવું એનું નામ તપ છે.
લોકો તો બહારમાં કોઈ ઉપવાસ કરી વર્ષીતપ કરે તો એના વખાણ કરવા લાગી જાય કે-જોયું? આ કરોડપતિના છોકરાની વહુએ આ સાલ વર્ષીતપ કર્યું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com