________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૫૧ ]
| [ ૮૭
હવે કહે છે-“તે (આત્મા) એકીસાથે (યુગ૫) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન ) તેસ્વરૂપ હોવાથી સમય છે.”
આત્મા એક સમયમાં એકીભાવે પ્રવર્તમાન છે. એકીભાવે પરિણમે છે એટલે એcપણે-જ્ઞાનપણે પરિણમે છે. અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પપણે નહિ પણ શુદ્ધ ચૈતન્યની વીતરાગ પરિણતિએ પરિણમે તે આત્મા નામ સમય છે. આવી વાતઃ હવે બહારની વાતો હોંશ આવે, હરખ આવે, લાખ-પાંચ લાખ ખર્ચે, ગુજરથ ચલાવે અને ઘણી હો-હો (વિકલ્પની ધમાલ) કરે; તથા દુનિયા પણ ભારે કામ, ભારે ખર્ચ કર્યા એમ પ્રશંસા કરે; પણ ભાઈ એ બધી પ્રવૃત્તિમાં તો વિકલ્પની રાગની વાત છે. એ કાંઈ આત્માની ચીજ નથી. અહીં તો કહે છે કે જ્ઞાનના એકત્વપણે પરિણમે તે સમય છે અને તે જ્ઞાનનું જે નિર્મળ પરિણમન છે તે મોક્ષનું કારણ છે.
જ્ઞાનને સમય કહે છે. સમય એટલે સમ્+અય-સમ્યક્ પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે, આનંદનું પરિણમન કરે અને એકીસાથે એકરૂપે પ્રવર્તમાન અનંતગુણોનું પરિણમન કરે તે સમય નામ આત્મા છે. એ આત્માના આશ્રયે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે.
સમય એટલે સમ્+અય. જ્ઞાનનું સમ્’-એકીસાથે “અય” એટલે જાણવું અને પરિણમવું તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે. આ મોક્ષમાર્ગની દશા (-પર્યાય )ની વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે, અને તે મોક્ષનું કારણ છે. તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ તે નથી માટે તે મોક્ષનો ઉપાય છે. આને પરમ પદાર્થ કહેવાય છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે તે પણ પરમ પદાર્થ છે. શુભાશુભ ભાવ પરમ પદાર્થ નથી. લ્યો “પરમટ્ટો પહેલો બોલ, અને “સમઓ” બીજો બોલ થયો. હવે “શુદ્ધો” ત્રીજો બોલઃ
“સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે.”
અહીં સકળ નયપક્ષથી રહિત એવી શુદ્ધની વ્યાખ્યા છે. “અહમિ ખલુ સુદ્ધો” એમ કહ્યું છે ને? (ગાથા ૩૮ અને ૭૩ માં). ત્યાં શુદ્ધની બીજી વ્યાખ્યા છે. “શુદ્ધ' શબ્દના ઘણા અર્થ થાય છે. જે સ્થાને જે યોગ્ય હોય તે સમજવો. એકરૂપને શુદ્ધ કહેવાય અને શુદ્ધને એકરૂપ કહેવાય. અહીં સકલ નયપક્ષોથી અમિલિત એટલે કે હું અબંધ છું, મુક્ત છું, એક છું-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પથી નહિ મળેલો એવો એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ કહેવું છે. જેમાં શુભાશુભભાવનું વેતન નથી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com