________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૬૬ ]
[ ૨૩૭
ભગવાને દીઠું હશે તે થશે-એમ કાળલબ્ધિ અને ભવસ્થિતિનું નામ લઈ તું સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થને છેદીશ મા. ભગવાન આત્માના યથાર્થ શ્રદ્ધાનનો પુરુષાર્થ જાગ્રત
કર.
સંસારમાં ધન રળવા જાય ત્યાં તો કાળલબ્ધિ હશે તો પૈસા મળશે એમ કહેતો નથી. ત્યાં કાળલબ્ધિની રાહ જોઈ બેસી રહેતો નથી. જમવાના કાળે જમવાનો કાળ પાકશે ત્યારે જમાશે એમ તું શું વિચારે છે? (ના). ત્યાં તો પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. ભલે, ભોજન તો એના કાળે એના કારણે આવે છે, પણ તું એવો પ્રયત્ન તો કરે છે ને? ખાવા-પીવા આદિની બધી જડની ક્રિયા એ આત્માની નહિ, છતાં આમ કરું, તેમ કરું એમ રાગ તો કરે છે ને? તેવી જ રીતે આત્મોપલબ્ધિ માટે અંતરમાં પુરુષાર્થ માંડીને આત્માનુભવ પ્રગટ કરવો પડશે. નિજ ભગવાનનું આરાધન કરવા અને રાગનો-વિકારનો ભુક્કો બોલાવવા અખંડ ચૈતન્યપ્રભુની અખંડ દષ્ટિ સાધીને અખંડપણે અંતર-રમણતાનો પુરુષાર્થ કરવો પડશે. અહીં કહે છે-આવો અંતર-પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો છે તે જ્ઞાની છે.
અહાહા..! પોતે શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાનઘન પ્રભુ છે એવી જેને દષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને બધા ભાવો જ્ઞાનમય હોય છે એમ કહે છે. એને રાગમય મિથ્યાત્વભાવ હોતા નથી. તેને જ્ઞાનમય ભાવ વડે મિથ્યાત્વસંબંધી રાગ અને દ્વેષ અવશ્યમેવ નિરોધાય છે, અજ્ઞાનમય ભાવ જરૂર રોકાઈ જાય છે. ભાષા જુઓ! જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, જ્ઞાનવાળા એમ નહિ. જ્ઞાનમય ભાવ એટલે ભગવાન શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ ચેતન્યબિબ પ્રભુ જે અંદર ત્રિકાળ વિરાજે છે તેના અભેદ વલણવાળા ભાવ. અહાહા..! આવા જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો જરૂરથી રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે, અભાવરૂપ થાય છે.
આ તો અધ્યાત્મના લઢણ અથવા ઘૂંટણ છે ભાઈ ! આ કાંઈ કથા નથી. (બહુ શાંતિ અને ધીરજથી ઉપયોગને સૂક્ષ્મ કરી સાવધાનીથી સાંભળવું જોઈએ).
શું કહે છે? કે આત્મા પર તરફના વલણને છોડીને અંતરના સ્વના વલણમાં ગયો એટલે એને જ્ઞાનમય ભાવો થાય છે અને તે વડે અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય રાગ-દ્વેષાદિના ભાવ જરૂર રોકાઈ જાય છે કેમકે પરસ્પર વિરોધી ભાવ સાથે રહી શકે નહિ. અસ્થિરતાના અનેક ભાવ હોય તેની અહીં વાત નથી. અહીં તો જ્ઞાનમય ભાવમાં મિથ્યાત્વમય ભાવ હોય નહિ અને મિથ્યાત્વમય ભાવોમાં સમ્યક જ્ઞાનમય ભાવો હોય નહિ એમ વાત છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષના ભાવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનના ભાવોમાં રહી શકે નહિ. બેય પરસ્પર વિરોધી છે. એક સાથે હોઈ શકતા નથી. જ્ઞાનભાવમાં અજ્ઞાનભાવનો અભાવ જ હોય છે. હવે કહે છે
“તેથી અજ્ઞાનમય ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આગ્નવભૂત (આગ્નવસ્વરૂપ)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com