________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૭૨ ]
[ ૨૮૧
દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેય લીધાં. અહા ! શું ટીકા છે! શું સમયસાર! ૫૨મ અલૌકિક વાત છે.
હવે કહે છે–જ્યારથી જ્ઞાનનો એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવા-જાણવા અને આચરવામાં પૂરેપૂરો આવી જાય ‘ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો ( આત્મા ) સર્વથા નિરાસ્રવ જ હોય છે.' કેવળજ્ઞાનમાં પોતાનો આત્મા પૂર્ણ દેખાય, પૂર્ણ જણાય અને પૂર્ણ આચ૨ણમાં આવે ત્યારે તે જીવ સાક્ષાત્ જ્ઞાની થાય અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ થાય છે.
ટીકાની શરૂઆતમાં જે કહ્યું
જે ખરેખર જ્ઞાની છે'-એમાં તે જ્ઞાની તો છે પણ સાક્ષાત્ જ્ઞાની નથી. સાક્ષાત્ જ્ઞાની તો પોતાને સર્વોત્કૃષ્ટભાવે દેખે, જાણે અને આચરે ત્યારે થાય છે. જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગ-દ્વેષ-મોહરૂપી આસ્રવભાવનો અભાવ હોવાથી તે દૃષ્ટિ અપેક્ષાએ નિરાસ્રવ જ છે એમ કહ્યું. અને અહીં તે સાક્ષાત્ જ્ઞાની થયો થકો સર્વથા નિરાસ્રવ જ હોય છે એમ કહ્યું. ઉપ૨ની અને આ નીચેની-એમ બન્ને વાતનો મેળ છે.
પુણ્ય-પાપ અધિકારમાં ગાથા ૧૬૦ માં આવે છે કે- જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિકાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાસ થયુંહોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ શેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થયું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે વર્તે છે.' જુઓ, સર્વજ્ઞાની, સર્વદર્શી એવો પોતે સર્વને જાણતો નથી એમ નથી લીધું પણ સંપૂર્ણ એવા પોતાને જાણતો નથી એમ વાત લીધી છે. અહીં પણ પોતાને દેખવા-જાણવા અને આચરવાની વાત છે. જ્ઞાની પોતાને જ્યાંસુધી જઘન્યભાવે દેખે-જાણે અને આચરે છે ત્યાંસુધી તેને કિંચિત્ અસ્થિરતાનો રાગ છે અને તેથી બંધ પણ છે. પરંતુ જ્યારે તે સર્વોત્કૃષ્ટ ભાવે પોતાને દેખેજાણે અને આચરે છે ત્યારે તે સાક્ષાત્ જ્ઞાની થાય છે અને ત્યારે તે સર્વથા નિરાસ્રવ જ હોય
છે.
વળી ત્યાં ( ગાથા ૧૬૦ માં) કહ્યું છે કે-‘તે અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું હોવાથી જ '–જુઓ, આમાં પણ પોતાના પુરુષાર્થનો અપરાધ લીધો છે; વળી કર્મમળ લીધું છે, કર્મ૨જ નહિ. (મતલબ કે પોતાના વિકારના-અજ્ઞાનના ભાવ જડ દ્રવ્યકર્મને લીધે છે એમ નહિ). પણ કોણ જાણે ત્રણેય સંપ્રદાયને અત્યારે તો કર્મ વળગ્યું છે! જેમ ઇશ્વરર્તાવાળા ઇશ્વરને માથે નાખે છે તેમ અહીં (જૈનમાં ) બધા કર્મને માથે નાખે છે! (બન્ને વિપરીત અભિપ્રાય છે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com