________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
હવે કહે છે-“જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે, કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ““બાળ'' એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.'
શું કહે છે આ ? જે જીવ પરમ પદાર્થ પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાનથી રહિત છે તેનાં અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ છે. તો શું જ્ઞાનીનાં કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો મોક્ષનાં કારણ છે? ના, એમ નથી. આ તો મિથ્યાષ્ટિનાં વ્રત, તપ આદિ કર્મ અજ્ઞાનપૂર્વક હોય છે એમ વાત છે. જ્ઞાની તો વ્રત, તપ આદિ કર્મોનો કર્તા થતો જ નથી. તથાપિ અસ્થિરતાનો કિંચિત્ જે રાગ તેને હોય છે તે બંધનું કારણ બને છે, મોક્ષનું નહિ. કળશટીકા કળશ ૧૧૦ માં આવે છે કે “કોઈ બ્રાન્તિ કરશે કે મિથ્યાદષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે પણ સમ્યગ્દષ્ટિનું જે શુભક્રિયારૂપ યતિપણું તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યગ્દષ્ટિ મિથ્યાષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે.'
અહાહા..! અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત-અનંત ગુણનો ભંડાર સદા હાજરાહજૂર છે. પણ તારી નજરમાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય ? એને જાણ્યા વિના, પરમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો-જડકર્મો નહિ, પણ રાગરૂપ કાર્યો બંધનાં કારણ છે. અને તેથી તેને બાળવ્રત અને બાળતપ કહીને સર્વજ્ઞા પરમેશ્વરે નિષેધ્યાં છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આવી ચોકખેચોકખી વાત છે છતાં લોકો ગડબડ-ગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે.
ભાવાર્થ - જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદવે બાળપ તથા બાળવ્રત કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતાં પર્યાયમાં જે જ્ઞાન-શ્રદ્ધાન અને સ્થિરતા થાય તે એક જ મોક્ષનું કારણ છે, બીજાં કોઈ મોક્ષનું કારણ ભગવાને કહ્યું નથી.
[ પ્રવચન નં. ૨૧૫ (શેષ)
*
દિનાંક ૨૮-૧૦-૭૬ ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com