________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૬
એમ કે આ જ વિધિ છે અને આ જ માર્ગ કહ્યો છે. અહાહા...! આચાર્યના શબ્દને-કથનને યથાર્થ સમજે તો ન્યાલ થઈ જાય એવી વાત છે.
મોટાં લાંબા લાંબા પુસ્તકો-શાસ્ત્રોની વાત કરે પણ પરમાર્થ પ્રગટ ન કરે તો તેથી શું? જેનાથી જન્મ-મરણ ન મટે એ ચીજ ગમે તેટલી બહારથી ઊંચી જણાય તોપણ તેની કાંઈ કિંમત નથી. છઢાલામાં આવે છે ને કે
‘મુનિવ્રત ધાર અનંત વા૨ ગ્રીવક ઉપજાયો. ’
ભાઈ ! નવમી ત્રૈવેયક જાય એવા શુકલલેશ્યાના શુભભાવ એ પણ કલેશ જ છે. ભગવાને એને બંધનું જ કારણ કહ્યું છે. (વિચાર તો ખરો કે મોક્ષ માટે શું અનંતવાર મુનિવ્રત ધારણ કરવાં પડતાં હશે?) અંદર ભગવાન આત્મા શિવપુરીનો રાજા ચૈતન્યદેવ પ્રભુ ‘રાજતે ’ એટલે અનંતગુણની સમૃદ્ધિ વડે શોભી રહ્યો છે. જે પોતાના ચૈતન્યમય સ્વરૂપમાં એકાગ્ર થઈને ‘રાજતે ’ એટલે શોભે છે તે રાજા છે, ભૂપ છે.
પોતાના જ્ઞાન અને આનંદ સ્વરૂપમાં એકાગ્ર થવું એ જ્ઞાનચેતના છે, અર્થાત્ જે શક્તિરૂપે જ્ઞાન ત્રિકાળ છે તેને પર્યાયમાં પ્રગટ કરવું એનું નામ જ્ઞાનચેતના છે અને એને જ ભગવાને મોક્ષનું સાધન કહ્યું છે.
કળશ ૧૦૪ : મથાળું
‘જો સમસ્ત કર્મ નિષેધવામાં આવ્યું છે તો પછી મુનિઓને શરણ કોનું રહ્યું?' ભગવાન! શુભાશુભભાવ બંધનું કારણ છે, શુભભાવ પણ બંધનું કારણ છે, ધર્મ નથી એમ કહીને આપે તેનો નિષેધ કર્યો તો હવે મુનિઓએ પાળવું શું? પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ ઇત્યાદિ વ્યવહારનો આપે બંધનાં કારણ કહીને નિષેધ કર્યો; તો પછી મુનિઓએ પાળવું શું? આલંબન-આશ્રય કોનો કરવો ? મુનિઓ જેનો આશ્રય કરે છે તેનો તો આપે નિષેધ કર્યો તો એ મુનિવરોને શરણ શું રહ્યું? શિષ્યના આ પ્રશ્ન પ્રતિ સમાધાન કરતો આચાર્યદેવ કળશ કહે છે:
* કળશ ૧૦૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘સુતઽરિતે સર્વસ્મિન્ ર્મળિ નિ નિષિદ્ધે' શુભ આચરણરૂપ કર્મ અને અશુભ આચરણરૂપ કર્મ-એવા સમસ્ત કર્મનો નિષેધ કરવામાં આવતાં ‘નૈર્યે પ્રવૃત્ત' એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં, ‘ મુનય: વહુ અશરળા: 7 સન્તિ ' મુનિઓ કાંઈ અશરણ નથી.
જુઓ, શું કહે છે? મુનિવો શુભાશુભરૂપ સમસ્ત કર્મનો નિષેધ કરીને નિષ્કર્મ અવસ્થામાં પ્રવૃત્ત થાય છે. એટલે શું? એટલે કે તેઓ રાગના કર્મ નામ કાર્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com