________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૭ ]
[ ૪૯
વ્યવહાર ચારિત્ર-પાંચ મહાવ્રત, ૨૮ મૂળગુણ વગેરે જે મુનિનો વ્યવહાર ધર્મ છે એ બધાને અનાત્મા કહ્યો છે, આત્મા નહિ. પ્રવચનસાર, ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના વીસ બોલ છે. એમાં ૧૭ મો બોલ છે કે-‘આત્માને બહિરંગ યતિલિંગોનો અભાવ છે.' પતિનો બાહ્ય આચાર-મહાવ્રત, ગુપ્તિ, સમિતિ ઇત્યાદિ અંતરસ્વરૂપમાં છે નહિ. પછી ૧૮ મો બોલ છે કેગુણભેદનો આત્માને સ્પર્શ નથી. ૧૯ મો બોલ છે કે-આત્મા અર્થાવબોધ એવો જે પર્યાય વિશેષ (પર્યાયનો ભેદ ) તેનાથી સ્પર્શાતો નથી. પછી ૨૦ મો બોલ છે કે-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે અર્થાવબોધ સામાન્ય તે પર્યાયને સ્પર્શતો નથી.
અહાહા...! આત્મા પોતે સામાન્ય છે તે વિશેષને સ્પર્શતું નથી. આ વિશેષ તે કોણ ? કે શુભાશુભ ભાવરહિત નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ, નિર્વિકલ્પ જ્ઞાન અને નિર્વિકલ્પ શાંતિ-ચારિત્ર જેને શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ કહ્યો છે તેને દ્રવ્યસામાન્ય સ્પર્શતું નથી. હવે આવી વાત છે ત્યાં આ શુભરાગરૂપ વ્યવહાર ચારિત્ર તો કયાંય દૂર રહી ગયું. સમયસાર કળશટીકા, કળશ ૧૦૮ માં એનો સરસ ખુલાસો છે. ત્યાં કહ્યું છે કે– ‘ કોઈ જાણશે કે શુભ-અશુભ ક્રિયારૂપ જે આચરણરૂપ ચારિત્ર છે તે કરવાયોગ્ય નથી તેમ વર્જવાયોગ્ય પણ નથી. ઉત્તર આમ છે કેવર્જવાયોગ્ય છે, કારણ કે વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે; તેથી વિષયકષાયની માફક ક્રિયારૂપ ચારિત્ર નિષિદ્ધ છે.’’
બહુ આકરી વાત ભાઈ! કેટલાકને એમ છે કે નિશ્ચય સમતિની ખબર પડે નહિ, માટે તમે એના પર શું કામ જોર (વજન) આપો છો ? (એમ કે એક જ મોક્ષમાર્ગ છે એમ શા માટે કહો છો ?)
ભાઈ ! નિશ્ચય સમકિતની ખબ૨ પડે નહિ એમ તું કહે છે એથી જ અમે જાણીએ છીએ કે તને સકિત નથી અર્થાત્ મિથ્યાત્વ જ છે. તારે વ્યવહા૨થી (શુભરાગથી ) જ કામ ચલાવવું છે એટલે વ્યવહાર મોક્ષમાર્ગ એ (બીજો) સાચો મોક્ષમાર્ગ છે એમ તું દલીલ કરે છે. ભાઈ ! એથી લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય પ્રભુ! એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ! કહ્યું ને કે ‘વ્યવહારચારિત્ર હોતું થયું દુષ્ટ છે, અનિષ્ટ છે, ઘાતક છે.' ઝીણી વાત છે પ્રભુ! તું પ૨ની-રાગની રુચિમાં ફસાઈને ભરમાઈ ગયો છે.
અનુભવપ્રકાશ પાન ૩૭ માં આવે છે કે-‘અવિઘા જડ નાની શક્તિથી તારી મહાન શક્તિ ન હણાઈ જાય. પરંતુ તારી શુદ્ધ શકિત પણ મોટી, તારી અશુદ્ધ શકિત પણ મોટી, તારી ચિંતવણી તા૨ે ગળે પડી અને તેથી પ૨ને દેખી આત્મા ભૂલ્યો, એ અવિધા તારી જ ફેલાવેલી છે. '' અહાહા...! ચિદાનંદઘનસ્વરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com