________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૪૭ ]
[ પ૩
અને વિકલ્પ મારો ઇત્યાદિ તો અજ્ઞાનમાં ભાસે છે. સમજાણું કાંઈ...? હવે આવી વાત પેલા ભક્તિના રાગની હોંશવાળાને આકરી લાગે, પણ શું થાય? વસ્તુસ્વરૂપ જ આવું છે.
વ્યાખ્યાન સાંભળીને એક ભાઈએ રાત્રિચર્ચામાં પ્રશ્ન કર્યો કે નિશ્ચયની પ્રાપ્તિ કરવી એ વાત તો સાચી, પણ એનું સાધન શું?
એમને મન એમ કે આ ભક્તિ કરીએ, સ્તુતિ ગાઈએ, વ્રત, પૂજા કરીએ એ બધું સાધન છે. પણ ભાઈ ! એ બધાં સાધન છે જ નહિ. એ તો રાગ છે, કુશીલ છે અને એનું સાધન કરતા બધન થાય છે, સ્વાધીનતાનો નાશ થાય છે. કહ્યું ને અહી કે
“ “છે કુશીલના સંસર્ગ-રાગે નાશ સ્વાધીનતા તણો.'
ભાઈ ! અંતરંગ સાધન નિજ શુદ્ધાત્મા છે અને તેના આશ્રયે પ્રગટ થતાં જે શુદ્ધરત્નત્રય તે બહિરંગ સાધન છે. આ સિવાય અન્ય કોઈ (-શુભરાગ) સાધન છે નહિ.
ગાથા ૧૫ માં ના કહ્યું કે “ગો પૂરૂતિ અપ્પા સદ્ધ પુર્ક...પક્સ િનણIM સળં'-અબંધસ્વરૂપ ભગવાન આત્મા છે અને જે દેખે છે એવું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન તે જૈનશાસન છે; રાગ કાંઈ જૈનશાસન નથી. ભાઈ ! વીતરાગનો આવો માર્ગ છે એને તું રુચિમાં તો લે. ભગવાન આત્માના અનુભવના રસના સ્વાદ વિના એ (મોક્ષના) માર્ગની શરૂઆત જ થતી નથી. આ રાગનો જે રસ છે, સ્વાદ છે એ તો આકુળતા છે, પરાધીનતા છે.
વિ. સં. ૨૦૧૦ માં પ્રશ્ન થયો હતો કે
મહારાજ! આ દેવ-ગુરુ-શાસ્ત્ર તો શુદ્ધ છે. એ શુદ્ધને પરદ્રવ્ય કેમ કહેવાય?
ત્યારે કીધું હતું કે ભાઈ ! શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ આ (પોતે) ભગવાન આત્મા સ્વદ્રવ્ય છે અને એ સિવાય બીજું બધું પરદ્રવ્ય છે, કેમકે સ્વદ્રવ્યમાં એ સર્વનો અભાવ છે. સાક્ષાત્ જિનદેવ હોય કે જિનપ્રતિમા હોય કે જિન-વાણી હોય, એ સર્વનો સ્વદ્રવ્યમાં અભાવ છે માટે તે પરદ્રવ્ય છે. અને એ પરદ્રવ્યના આશ્રયે જે પરિણામ થાય તે રાગ છે. એ રાગ કુશીલ છે, બંધનું કારણ છે એમ અહીં કહે છે. પદ્મનંદી-પંચવિંશતિમાં કહ્યું છે કે-સ્વરૂપને છોડીને આ બુદ્ધિ જે શાસ્ત્રમાં જોડાય છે તે વ્યભિચારિણી છે. એટલે કે શુભરાગ છે તે વ્યભિચાર છે. જેમ પરસ્ત્રીનો સંસર્ગ વ્યભિચાર છે તેમ પરભાવનો સંસર્ગ એ વ્યભિચાર છે. જેમ સ્ત્રીના સંભોગમાં મૈથુન છે એમ રાગનો સંભોગ એ મૈથુન છે. ગજબ વાત છે ભાઈ ! જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વચ્ચે એવા દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યેની ભક્તિના ભાવ આવે ખરા, પણ એ ધર્મનું કે મોક્ષનું કારણ છે એમ છે નહિ સમજાણું કાંઈ....?
પ્રશ્ન:- પરંપરાએ પણ નહિ ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com